New Delhi,તા.19
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત-પાક યુદ્ધ અને પ્રથમ વખત આ યુદ્ધમાં પાંચ જેટ વિમાનો તોડી પડાયા હોવાનો દાવો કર્યો તેમાં હવે ઘરઆંગણે રાજકારણ ગરમાયુ છે.
કોંગ્રેસ પક્ષે સરકારને નિશાન બનાવતા કહ્યું કે, ટ્રમ્પે 14મી વખત મિસાઈલ ફાયર કર્યુ છે અને હવે વડાપ્રધાને તેનો સંસદમાં જવાબ આપવો પડશે. કોંગ્રેસના પ્રવકતા જયરામ રમેશે જણાવ્યું કે સંસદના ચોમાસુ સત્ર પુર્વે જ ટ્રમ્પના વિધાનોને નજર અંદાજ કરી શકાય નહી.
તેઓએ હવે જેટવિમાનો તોડી પાડયાનો પણ દાવો કર્યો છે અને તેથી વડાપ્રધાન કે જેઓ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મિત્રતાનો ઉલ્લેખ કરતા થાકતા નથી.
તેમને ભેટી પણ પડે છે તો હવે તેઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે છેલ્લા 70 દિવસથી ટ્રમ્પ જે રીતે એક બાદ એક દાવા કરી રહ્યા છે તેમાં સચ્ચાઈ શું છે.

