New York, તા.9
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ હાલમાં જ ન્યુયોર્કમાં મેડીસન્સ કવાયર ગાર્ડનમાં નેશનલ બાસ્કેટબોલ એસો.ના ફાઈનલ મેચમાં હાજરી આપવા ગયા તે સમયે ભારે હંગામો મચી ગયો હતો.
એ પ્રથમ વખત બન્યુ છે કે અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ બાસ્કેટબોલ લીગના ફાઈનલમાં પહોંચ્યા હોય પરંતુ ટ્રમ્પના આગમનથી જે રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ તેના કારણે અન્ય પ્રેક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડતા તેમણે ટ્રમ્પનો હુરિયો બોલાવ્યો હતો.
ગઈકાલે આ મેચમાં ટ્રમ્પ પહોંચ્યા અને અમેરિકી રાષ્ટ્રગીત વાગતુ હતું તે સમયે સ્કીન પર તેઓ દેખાતા જ પ્રેક્ષકોએ જોરશોરથી તેમનો હુરિયો બોલાવવાનું શરુ કરી દીધુ. ટ્રમ્પના આગમનના કારણે પુરા સ્ટેડીયમથી કિલ્લેબંધી કરવામાં આવી હતી અને ટિકીટ ખરીદનાર પ્રેક્ષકોને પણ ચોકકસ ગેઈટથી જવાને બદલે અન્ય ગેઈટ પર જવાની અને ચકકર ફરવાની ફરજ પડી હતી.
સ્ટેડીયમની બહાર જે વોચ પાર્ટી આ પ્રકારે યોજાઈ છે અને તેમાં પ્રેક્ષકો આનંદ માણે છે પણ ગઈકાલે કોઈએ આ પ્રકારની પાર્ટી યોજવા દેવાઈ નહી અને પ્રમુખ આવવાના હોવાથી પ્રેક્ષકોને મેચના બે કલાક પુર્વે સ્ટેડીયમમાં દાખલ થઈ જવા જણાવાયુ હતું તથા સુરક્ષા વ્યવસ્થા કડક હતી.
જેના કારણે પ્રેક્ષકો નારાજ હતા અને ટ્રમ્પ સ્ક્રીન પર દેખાતા જ તેનો હુરીયો બોલ્યો હતો એટલુ જ નહી ટ્રમ્પના આગમન પુર્વે જ લોકોએ તેનો વિરોધ કરીને ટ્રમ્પ કો જાના ચાહીએ તેવા પોસ્ટર સાથે દેખાવો કર્યા હતા.

