Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
    • Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ
    • Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ
    • Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું
    • સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ
    • Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ
    • Rajkot:એરપોર્ટમાં વધુ 4 ફલાઈટ કેન્સલ થતા લગ્નસરાની મૌસમમાં મુસાફરો હેરાન પરેશાન
    • Rajkot: શિયાળાના પ્રારંભે ડબલ સિઝનમાં રોગચાળાના કેસમાં વધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, December 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Trump’s MP `હનુમાનજી’નું અપમાન કર્યુ : અમેરિકામાં હિન્દુ સમુદાયમાં જબરો હોબાળો
    આંતરરાષ્ટ્રીય

    Trump’s MP `હનુમાનજી’નું અપમાન કર્યુ : અમેરિકામાં હિન્દુ સમુદાયમાં જબરો હોબાળો

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Texas,તા.24
    ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા કેટલાક સમયથી વણસ્યા છે. પ્રમુખ ટ્રમ્પે ભારત પર દબાણ વધાર્યું છે તેનાથી સ્થિતિ વધુ કથળી છે. તેવા સમયે ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના સાંસદ એલેક્ઝાન્ડર ડંકને વિવાદસ્પદ ટીપ્પણી કરતા ભગવાન હનુમાનનું અપમાન કર્યું છે.

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન પક્ષને ગયા વર્ષે પ્રમુખપદની ચૂંટણીમાં અમેરિકન હિન્દુઓએ મોટા પ્રમાણમાં મત આપ્યા હતા, પરંતુ પ્રમુખ બન્યા પછી હવે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીનું વલણ બદલાઈ ગયું છે.

    ટ્રમ્પ અને તેમના સાથી નેતાઓ અત્યાર સુધી ભારત અને હિન્દુઓ વિરોધી નિવેદનો આપતા હતા, પરંતુ તેમણે હવે હિન્દુ ભગવાન માટે પણ વિવાદાસ્પદ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે.

    અમેરિકાના ટેક્સાસમાં અષ્ટલક્ષ્મી મંદિરમાં ગયા વર્ષે 90 ફૂટ ઊંચી ભગવાન હનુમાનની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. ભગવાન હનુમાનની આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓળખાય છે. આ પ્રતિમાનો રિપબ્લિકન સાંસદ એલેક્ઝાન્ડર ડંકને વિરોધ કર્યો છે, જેનાથી હિન્દુ સંગઠનનો ગુસ્સો ભડકી ઊઠયો છે. અમેરિકામાં રહેતા હિન્દુઓએ રિપબ્લિકન પાર્ટી સમક્ષ પગલાં લેવાની માગણી કરી છે.

    એલેક્ઝાન્ડર ડંકને હનુમાનજીની પ્રતિમાનો વીડિયો શેર કરતા લખ્યું કે, એક ખોટા ભગવાનની ખોટી પ્રતિમાને ટેક્સાસમાં સ્થાપિત કરવાની મંજૂરી શા માટે અપાઈ છે? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ. અન્ય એક પોસ્ટમાં તેણે લખ્યું, બાઈબલમાં લખ્યું છે, મારા સિવાય તમારા અન્ય કોઈ ભગવાન હોઈ શકે નહીં. તમે ધરતી પર, સ્વર્ગમાં અથવા સમુદ્રમાં પોતાના માટે કોઈ પ્રતિમા, તસવીર બનાવી શકો નહીં.

    ડંકનની આ પોસ્ટ પછી અમેરિકામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ડંકનના નિવેદનને હિન્દુ વિરોધી અને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું. હિન્દુ સંગઠને સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા લખ્યું, ટેક્સાસ સરકાર શું તમે તમારા સાંસદને શિસ્તમાં રહેતા શીખવાડશો? તમારો પક્ષ ભેદભાવનો વિરોધ કરે છે પરંતુ તમારા સાંસદ ખુલ્લેઆમ પક્ષના નિર્દેશોના ધજાગરા ઉડાવી રહ્યા છે અને હિન્દુઓ વિરૂધ્ધ નફરત ફેલાવી રહ્યા છે.

    ડંકનની પોસ્ટ પર પ્રતિયાત્રા કરતાં એક યુઝરે લખ્યું, તમે હિન્દુ નથી, માત્ર તેના કારણે જ તમે હનુમાનજીને ખોટા ગણાવી શકો નહીં. વેદ ઈસા મસીહના જન્મથી પણ 2000 વર્ષ પહેલાં લખાયા હતા. આ કોઈ સામાન્ય દસ્તાવેજ નથી. તમારો ખ્રિસ્તી ધર્મ પણ તેનાથી પ્રભાવિત છે. તમે આ અંગે થોડું રિસર્ચ કરો તો વધુ સારું રહેશે.

    America Hindu community Huge uproar insults 'Hanumanji Trump's MP
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    મુખ્ય સમાચાર

    Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું

    December 8, 2025
    રાષ્ટ્રીય

    Vande Mataram ચર્ચા દરમિયાન સંસદમાં પીએમ મોદીએ નેહરુ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું

    December 8, 2025
    મુખ્ય સમાચાર

    Congress ના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો

    December 8, 2025
    રાષ્ટ્રીય

    Congress રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન

    December 8, 2025
    રાષ્ટ્રીય

    અંતરિક્ષમાં India-Russia ની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

    December 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025

    Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું

    December 8, 2025

    સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ

    December 8, 2025

    Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ

    December 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.