Junagadh તા.14
માળીયાહાટીનાના ધ્રાબાવડ ગામે બે સગા ભાઈઓની જમીનના રસ્તા મામલે વારંવાર ઝઘડામાં ગઈકાલે મોટાભાઈના પત્નિને નાનાભાઈએ માથામાં ખપારી ઝીંકી દેતા લોહીલોહાણ કરી દેતા 12 ટાંકા માથામાં આવ્યા હતા. પુત્રને પણ ઈજા થવા પામી હતી.
ફરીયાદી કાળાભાઈ અરજણભાઈ વાળા (ઉ.62) રે. ધ્રાબાવડ અને તેમના ભાઈ દિલીપ અરજણ વાળા વચ્ચે જમીનના રસ્તા બાબતે બાજુ બાજુની જમીનમાં વાંધો ચાલતો હોય જેમાં વારંવાર ઝઘડાઓ થતા હોય ગઈકાલે સવારે 10-30ના સુમારે કાળાભાઈના પત્નિ કાન્તાબેન ઢાળીયામાં કામ કરતા હતા ત્યારે આરોપી ભાઈ દિલીપ અરજણ વાળાએ કાન્તાબેનના માથામાં ખપારીનો ઘા મારી લોહીલોહાણ કરી દેતા 12 ટાંકા માથામાં આવ્યા હતા. કાન્તાબેનનો હાથ ભાગી નાખી પુત્ર અજીતના હાથમાં ખપારી મારી ઈજા કર્યાની ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એમ.એમ. હીંગોરાએ તપાસ હાથ ધરી છે.
યુવાનનું મોત
જેતપુરના પીપળવા ગામે રહેતા યોગેશભાઈ ભૂપતભાઈ પટોળીયા (ઉ.37) ગત તા.14-9-25ના ભેંસાણના રાણપુર ગામે પરસોતમભાઈ નરસીભાઈ ગજેરાના ઘરે લોખંડના છાપરાનું કામ કરતા હતા ત્યારે અચાનક પગ લફસી જતા નીચે પટકાતા માથામાં ગંભીર ઈજાના કારણે હેમરેજ થઈ જતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. ભેંસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાત
માળીયા હાટીનાના અડાળા ગીર ગામે રહેતા લાખાભાઈ એરંડાની પુત્રી સંધ્યાબેન (ઉ.21)એ કોઈ અગમ્ય કારણોસર ઘરે ચુંદડી વડે ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજયું હતું બનાવની તપાસ માળીયા પોલીસે હાથ ધરી છે.

