Savarkundla,તા.26
સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે પીજીવીસીએલની બેદરકારીને કારણે બે ભેંસોને વીજ કરંટ લાગતા મોત. વીજપડીની પીજીવીસીએલની બેદરકારીને લઈને બે ભેંસને વીજ કરંટ લાગતા મોત નીપજ્યાં. વીજ તાર તૂટી ગયેલો હોય અને વીજ પાવર શરૂ હોય પરંતુ વીજ પાવર કટ ન કરતા બે ભેંસને વીજ કરંટ લાગતા મોત નીપજ્યા .હિપાભાઈ રબારી નામના પશુપાલકની બે લાખની કિંમતની બંને ભેંસોના મોત થયા.હાલ તો પશુપાલકની રોજી રોટી છીનવાય એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

