Jamnagar,તા ૧૦
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામ બનાવી લીધું હતું, અને બંને મકાનોમાંથી કુલ રૂપિયા ૬,૮૫,૦૦૦ ની માલમાતાની ચોરી થયાની જુદી જુદી બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જે ચોરીનો ભેદ એલસીબી ની ટુકડીઓ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરને સકંજામાં લઈ લીધો છે. જેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત બંને ચોરીનો ભેદ ઉકેલાયો છે.
આ ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા ચિંતનભાઈ રમણીકભાઈ અજુડીયા કે જેઓ લૌકિકક્રિયાના કામ માટે પોતાના પરિવાર સાથે જામનગર આવ્યા હતા, જે દરમિયાન પાછળથી તેઓના બંધ મકાનને કોઈ તસ્કરે નિશાન બનાવી લીધું હતું, અને ૨૦,૦૦૦ ની રોકડ રકમ તથા રૂપિયા ૬ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.
આ ઉપરાંત બાજુમાં જ રહેતા મનિષાબેન નિલેશભાઈ ગોહિલ નામના મહિલાના મકાનમાંથી પણ રૂપિયા ૬૫,૦૦૦ ની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જે બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઉપરોક્ત બંને પોલીસ ફરિયાદ બાબતમાં શેઠ વડાળા પોલીસ ની ટીમ તપાસ ચલાવી રહી હતી, જેની તપાસમાં એલસીબી ની ટુકડી પણ જોડાઈ છે, અને એક સ્થાનિક તસ્કરને સકંજામાં લઈ લીધો છે, અને બંને ચોરીઓનો ભેદ ઉકેલાયો છે, તેવું જાણવા મળી રહ્યું છે.