Jamnagarતા ૯,
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના રબારીકા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હાર્દિક દિનેશભાઈ સીતાપરા નામના ૨૦ વર્ષના ખેડૂત યુવાને પોતાના ગામના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા દિનેશભાઈ રામજીભાઈ સીતાપરા એ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન હાર્દિકના પિતાને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, તેમજ તેની માતાને પણ પક્ષાઘાત નો આંચકો આવી ગયો હોવાથી માતા-પિતા બંનેની ચિંતામાં પોતે આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.