Kolkata,તા.૮
ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ માં ૭ મે ના રોજ એક ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી, જેમાં યજમાન કોલકાતા નાઈટ રાઇડર્સ ૫ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૨ વિકેટથી હારી ગઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે પરંતુ ટીમની આ જીતથી કોલકાતા માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.
ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૭૯ રન બનાવ્યા હતા. જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે ૨ બોલ બાકી રહેતા ૧૮૦ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. કોલકાતા તરફથી ઝડપી બોલર વૈભવ અરોરાએ સૌથી વધુ ૩ વિકેટ લીધી જ્યારે હર્ષિત રાણા અને સ્પિનર વરુણ ચક્રવર્તીએ ૨-૨ વિકેટ લીધી. આ દરમિયાન ચક્રવર્તીએ ૧૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આઇપીએલમાં એક નવો રેકોર્ડ બનાવ્યો.
વરુણ ચક્રવર્તીને ઉર્વિલ પટેલના રૂપમાં પોતાનો શિકાર મળ્યો. આ પછી, તેણે રવિન્દ્ર જાડેજાને પેવેલિયન મોકલીને પોતાના ખાતામાં બીજી વિકેટ લીધી. આ સાથે તેણે આઇપીએલમાં પોતાની ૧૦૦ વિકેટ પૂર્ણ કરી. વરુણ ચક્રવર્તીએ ૮૨મી ઇનિંગમાં આ મહાન સિદ્ધિ હાંસલ કરી. આ રીતે, તેણે અમિત મિશ્રાનો રેકોર્ડ તોડ્યો અને આઇપીએલમાં ૧૦૦ વિકેટ લેનાર સૌથી ઝડપી સ્પિન બોલર બન્યો. આ પહેલા આ રેકોર્ડ અમિત મિશ્રાના નામે હતો. ૨૦૧૪ માં, તેણે ૮૩ ઇનિંગ્સમાં ૧૦૦ વિકેટનો આંકડો સ્પર્શ કર્યો.
આઇપીએલમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦૦ વિકેટ લેનારા સ્પિન બોલરો.૮૨ – વરુણ ચક્રવર્તી*,૮૩ – અમિત મિશ્રા,૮૩ – રાશિદ ખાન,૮૪ – યુઝવેન્દ્ર ચહલ,૮૬ – સુનીલ નારાયણ
વરુણ ચક્રવર્તી આઇપીઅલમાંં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦૦ વિકેટ લેનાર કુલ પાંચમો બોલર છે. તેણે આશિષ નેહરા, અમિત મિશ્રા, રાશિદ ખાનને એક જ વારમાં હરાવ્યા. આશિષ નેહરા, અમિત મિશ્રા, રાશિદ ખાન ત્રણેય બોલરોએ ૮૩ ઇનિંગ્સમાં ૧૦૦ આઈપીએલ વિકેટ લીધી હતી.
આઇપીએલમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦૦ વિકેટ લેનારા બોલરો,૬૪ – કાગીસો રબાડા,૭૦ – લસિથ મલિંગા,૮૧ – હર્ષલ પટેલ,૮૧ – ભુવનેશ્વર કુમાર,૮૨ – વરુણ ચક્રવર્તી*,૮૩ – આશિષ નેહરા,૮૩ – અમિત મિશ્રા,૮૩ – રાશિદ ખાન