વડવાજડી સહિતના સાત જેટલા ગામો હાલ ફેક્ટરીના ઝેરી કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે
Rajkot,તા.૯
રાજકોટ નજીક આવેલી જાણીતી બાલાજી વેફર્સ ફેક્ટરીમાંથી છોડાતા ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય કટોકટી સર્જાઈ છે. વડવાજડી સહિતના સાત જેટલા ગામો હાલ ફેક્ટરીના ઝેરી કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર, કંપની દ્વારા કોઈપણ પ્રકારના પ્રોસેસિંગ વિના દૂષિત પાણી સીધુ નદીઓ અને સ્થાનિક ખેતરોમાં વહાવી દેવામાં આવે છે, જેના કારણે કુદરતી જળસ્ત્રોતો ઝેરી બન્યા છે.
ફેક્ટરીના આ બેજવાબદાર વલણને કારણે વડવાજડી, વીરડા વાજડી, વાજડી ગઢ, વેજગામ, રોણકી, ઈશ્વરીયા અને હરિપર જેવા ગામોમાં પીવાના અને સિંચાઈના બોરના પાણી પણ પ્રદૂષિત થઈ ચૂક્યા છે. જમીનની ફળદ્રુપતા નષ્ટ થવાના આરે છે. જેના કારણે સ્થાનિક ખેડૂતોની આજીવિકા છીનવાઈ રહી છે. ખેતી ઉપરાંત પશુપાલન અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ગામના પશુઓ આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે.
સ્થાનિક અગ્રણીઓ અને પૂર્વ સરપંચોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાલાજી વેફર્સ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ના નામે માત્ર મોટો દેખાડો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તેઓ ગ્રામજનોનું જીવવું હરામ કરી રહ્યા છે. નેતાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ લોકોમાં ભારે રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં છે અને રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે, બાકીના સમયે તેઓ મોટા ઉદ્યોગગૃહો સામે નતમસ્તક થઈ જાય છે. જો આ પ્રદૂષણ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ સમગ્ર વિસ્તાર રહેવાલાયક નહીં રહે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.
Trending
- Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન
- Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા
- Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ
- MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ
- Amreli શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને અમરેલી સીટી પોલીસે ઝડપી પાડ્યો
- Surendranagar ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
- ગુજરાતનું ગૌરવ: Rajkotની સ્વદેશી બનાવટની ડ્રોન મોટર્સ હવે વૈશ્વિક બજારના આર.પી.એમ ફેરવશે
- ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

