આ અંગેની વિગત એવી છે કે, શહેરના તરસમિયા અને તખ્તેશ્વર ફિલ્ટર પર મહિપરીએજ દ્વારા રો-વોટર આપવામાં આવે છે, જેમાં આજે રવિવાર અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ આશરે ૪૦થી ૪પ એમએલડી પાણની ઘટ આવવાની હોવાથી કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થશે નહીં અથવા અનિયમિત આપી આવશે.તેવી મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે જાહેરત કરી છે. અધિકારીના જણાવ્યાનુંસાર, મહિપરીએજમાંથી પાણીનો ઓછો જથ્થો મળતા આજે પ્રથમ દિવસે શહેરના સુભાષનગર, હાદાનગર, મિલેટ્રી સોસાયટી તેમજ આજુબાજુનો વિસ્તાર ઉપરાંત કાળિયાબીડ વિસ્તારમાં સાંજના પ થી ૮ કલાક દરમિયાન કરાતું પાણી વિતરણ થઈ શક્યુંન હતું. જો કે, અન્ય વિસ્તારોમાં પાણી થયું હતું. આવતીકાલે સોમવારે પણ જો પાણીનો જથ્થો ઓછો મળશે તો કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થઈ શકશે નહીં તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ વિગતો આપતાં ુઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાણી કાપ રાખવાનો હોય તો મહાપાલિકા દ્વારા અગાઉ જાણ કરવામાં આવે છે, જેના કારણે લોકોને ખ્યાલ રહેતો હોય છે પરંતુ આજે શહેરીજનોને જાણ કર્યા વગર અચાનક જ પાણી કાપ રાખવામાં આવતા લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.
Trending
- First Testમાં ભારતની પ્રથમ ઇનિંગ ૪૭૧ રને સમેટાઇ
- રાહુલ ગાંધીએ કહ્યું સ્પષ્ટ દેખાય છે કે મેચ ફિક્સ છે
- International Yoga Day નિમિત્તે રકુલ પ્રીતને સન્માન મળ્યું, અભિનેત્રી ગર્વ અનુભવી રહી છે
- Bollywood starsઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કર્યા, ફોટા અને વીડિયો શેર કર્યા
- પંતે પોતાના નામે એક મહાન રેકોર્ડ બનાવ્યો, MS Dhoni ને પાછળ છોડી નંબર ૧ વિકેટકીપર બન્યો
- Captain Shubman Gill નો ઇંગ્લેન્ડમાં દબદબો, સદી ફટકારતાની સાથે જ ચોથો ભારતીય કેપ્ટન બન્યો
- Jaiswal કેપ્ટન શુભમન ગિલની પ્રશંસા કરી અને ગિલને શ્રેય આપ્યો
- Jaiswal and Gill કમાલ કરી, ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારનાર પ્રથમ ભારતીય જોડી બની