Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad:Rajkumar Jat ના મોતની તપાસનું શું થયું? હાઇકોર્ટે રિપોર્ટ માંગ્યો
    અમદાવાદ

    Ahmedabad:Rajkumar Jat ના મોતની તપાસનું શું થયું? હાઇકોર્ટે રિપોર્ટ માંગ્યો

    Vikram RavalBy Vikram RavalJune 25, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.25
    રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રાજકુમાર જાટ નામના યુવાનના રહસ્યમય મરણ અંગે સમગ્ર કેસ સીબીઆઈને તપાસ સોંપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રાજકુમાર ના પિતા રતનલાલની રીટની આજ રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમાં હાઈકોર્ટે સરકાર અને ગોંડલ પોલીસને નોટિસ આપી પોલીસને પ્રગતિ અહેવાલ રજૂ કરવા અને સીસીટીવી ફૂટેજ જાળવી રાખવા માટે આદેશ કર્યો હતો.

    રાજકુમાર ના પિતા દ્વારા એવો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા આ કેસમાં યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને આ કેસમાં ગોંડલના ધારાસભ્યના પરિવાર દ્વારા કથિત સામેલગીરી બાબતે તેઓને માત્ર ક્લીનચિટ આપવામાં આવે છે અને કેસના પોસ્ટમોટમ રિપોર્ટ સહિતના બાબતોનો તપાસ નહીં કરવામાં આવતા સમગ્ર બાબતની તપાસ સીબીઆઇ ને સોંપવી જોઈએ

    પીડિત પરિવારજનોના દાવા મુજબ, જાટ યુવક ગોંડલમાં તેના ઘરેથી 3જી માર્ચથી લાપતા બન્યો હતો, જે તેના પરિવારજનોને તા.5મીએ ખબર પડી હતી. યુવક લાપતા બનતાં તેના પિતા દ્વારા હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી ફાઇલ કરવાની તજવીજ હાથ ધરતાં પોલીસ દ્વારા તરત જ તેઓને જણાવાયું કે, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક લાશ પડી છે તે કદાચ આ યુવકની હોઇ શકે.

    પરિવારજનોને લાશ આપતાં પહેલાં તો પીએમ પણ કરી દવાયું હતું. જો કે, યુવકના પરિજનો તરફથી ફરી માંગ કરાતાં બીજી વખત કરાયેલા પીએમ રિપોર્ટમાં મરનાર યુવકના શરીર પર 42 જેટલી ગંબીર ઇજાઓના નિશાન સામે આવ્યા હતા. સમગ્ર કેસમાં પોલીસ દ્વારા ભીનુ સંકલેવાના અને અનેક વાતો પર ઢાંકપિછોડો કરવાના અનેક પ્રયાસો થયા હોવાનું સામે આવ્યું છે.

    જાટ તરફથી કરાયેલી રિટ અરજીમાં વધુમાં મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, આટલા સમયની તપાસ પછી પણ યુવકના મોતનું સ્પષ્ટ કે સાચુ કારણ સામે આવ્યું નથી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારપીટ બાદ યુવકનું અકસ્માતમાં મોત નીપજયુ હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે પરંતુ વાસ્તવમાં આ અકસ્માતે મોત નહી પરંતુ હત્યાનો સંગીન કેસ હોય એવું જણાઇ રહ્યું છે.

    ખુદ પીએમ રિપોર્ટમાં યુવકના શરીર પર સંખ્યાબંધ અને ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યું હતું.  કોઇ બોથડ પદાર્થથી શરીરના વિવિધ ભાગો પર બહુ ગંભીર ઇજાઓના નિશાન જણાયા છે.

    વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે પણ સીસીટીવી ફુટેજ પોલીસે રજૂ કર્યા છે, તે સીલેકટીવ, સળંગ અને સાતત્યપૂર્ણ નથી. બીજું કે, પોલીસે મરનાર યુવકના કપડા કબ્જો કરવાથી લઇ સ્થળ પરના પંચનામા સહિતની કાર્યવાહી સાચી રીતે અને તટસ્થાપૂર્વક થઇ છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

    જયરાજસિંહના બંગલાના સીસીટીવી ફુટેજ પણ ત્રણથી ચાર મિનિટના છે પરંતુ યુવક અને તેના પિતા બંગલામાંથી બહાર કેવી રીતે નીકળ્યા તે કયાંય આવતું જ નથી. આ બધા વિવાદ અને હોબાળા વચ્ચે તા.12મીએ અચાનક એક લકઝરી બસ ડ્રાઇવર પોલીસ સમક્ષ હાજર થઇ જાય છે કે, તેના દ્વારા સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નીપજયુ હતું.

    આમ, સમગ્ર કેસમાં અનેક બાબતો રહસ્યમયી, વિરોધાભાસી, શંકા ઉપજાવનારી અને માન્યામાં ના આવે તેવી સામે આવી છે, જેથી હવે આ કેસમાં સ્થાનિક પોલીસ પાસેથી તપાસ આંચકી સીબીઆઇને કેસની તપાસ ટ્રાન્સફર કરવી જોઇએ તેવી પણ પિતા તરફથી અરજીમાં માંગણી કરવામાં આવી છે.

     

    Ahmedabad High Court Rajkumar Jat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ડિપોઝિટ પરત ન મળતા મકાન માલિક સામે ઠગાઈની ફરિયાદ

    January 20, 2026
    અમદાવાદ

    શાહીબાગ અંડરબ્રિજ ખાતે બુલેટ ટ્રેનના પિલરો પર સેગમેન્ટ લગાવવાના કારણે ૨૩થી ૨૮ જાન્યુઆરી વાહન વ્યવહાર બંધ રહેશે

    January 20, 2026
    અમદાવાદ

    Ahmedabad કસ્ટમ્સમાં આઇજીએસટી કૌભાંડ, ઈન્સ્પેક્ટર રૂપરામ યાદવની ધરપકડ

    January 20, 2026
    અમદાવાદ

    હાઈવે પર રીફલેકટર કે પાર્કિંગલાઈટ વિના વાહન ઉભુ રાખવુ ગંભીર બેદરકારી: HC

    January 20, 2026
    અમદાવાદ

    Ahmedabad: ટોચના બે બિલ્ડર જુથ પર ઇન્કમટેકસ ત્રાટકયુ

    January 20, 2026
    અમદાવાદ

    Ahmedabad પોશ વિસ્તારમાં કાર ચાલકે ૯ વાહનોને અડફેટે લીધા, નશામાં ધૂત હોવાનો દાવો

    January 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.