Morbi,તા.17
જેતપર ગામે રહેતા યુવાનને ચાર અજાણ્યા સહિતના છ ઇસમોએ ગાળો આપી ભીલડાઓને અહી કામ કરવા દેવાના નથી કહીને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના જેતપર ગામના રહેવાસી નવઘણ વેલાભાઇ ભીલ (ઉ.વ.૪૦) વાળાએ આરોપીઓ પારસ કોળી રહે ત્રાજપર મોરબી, બદરી ભાટિયા હિન્દી ભાષી રહે ત્રાજપર મોરબી અને ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને માટી નાખવાનું કામ રાખેલ ના હોવા છતાં તેના પર શંકા રાખી આરોપી પારસ અને બદરી બંને લાકડાના ધોકા સાથે ચાર અજાણ્યા ઈસમો સાથે ફરિયાદીના ઘર પાસે આવી ગાળો આપી પારસ અને બદરી ઘરમાં અપપ્રવેશ કરી ગાળો આપી ભીલડાઓને અહી કામ કરવા દેવાના નથી કહીને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે