ફિનટેક કંપનીઓ હવે ગ્રાહકોને નવી તક આપી રહી છે – મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોનની. હવે રોકાણકારો પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સને કોલેટરલ તરીકે ગીરવે મૂકી તાત્કાલિક લોન મેળવી શકે છે, તે પણ તેમના એસઆઈપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) ચાલુ રાખીને.
ગયા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીના વિકાસને કારણે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. કંપનીઓએ પોતાનું ટેકનોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને લોનની મંજૂરીથી લઈને રકમના વિતરણ સુધીનો સમય એક મિનિટ કરતા પણ ઓછો કર્યો છે.
ગોલ્ડ અથવા હોમ લોન જેવી પરંપરાગત લોનમાં સંપત્તિનું ફિઝિકલ વેરીફિકેશન જરૂરી હોય છે, પરંતુ લોન-એગેન્સ્ટ-ફંડમાં એ જરૂર નથી. અહીં સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રીતે થાય છે – લોન અંડરરાઇટિંગથી લઈને ચુકવણી સુધી. આ નવી પહેલ રોકાણકારો માટે તાત્કાલિક નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે એક ઝડપી અને આધુનિક વિકલ્પ બની રહી છે.