ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ.૫૪૯ કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો, જે વર્ષદરમિયાન ૪૧.૫%નો ઉછાળો દર્શાવે છે. કંપનીના નફામાં આ વધારો મજબૂત એસેટ ક્વોલિટી અને વધેલા લોન સેન્ક્શનને કારણે થયો છે. કંપનીનું નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ ૪૯.૫% વધીને રૂ.૮૧૭ કરોડ થયું છે. સાથે જ ગ્રોસ એનપીએ ઘટીને ૩.૯૭% રહ્યું, જે સુધરેલા ક્રેડિટ મેનેજમેન્ટનું પ્રતિબિંબ છે.
IREDAએ આ ક્વાર્ટરમાં રૂ.૩૩,૧૪૮ કરોડની લોન મંજૂર કરી, જે ગયા વર્ષની સરખામણીએ ૮૬% વધારે છે. જે રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સિંગ માટેની મજબૂત માંગ અને સેક્ટરમાં સતત વિસ્તરણ દર્શાવે છે. પરિણામ જાહેર થયા બાદ કંપનીના શેરમાં પણ તેજી જોવા મળી. મંગળવારે IREDAના શેર ૨.૩% વધ્યા, જે રોકાણકારોના વધેલા વિશ્વાસને દર્શાવે છે.