Rajkot,તા.૧૪
Rajkotના જસદણમાં આલ્ફા સંકુલમાં ડમી સ્કૂલિંગનો મોટો પર્દાફાશ થયો છે. દસ વર્ષીય વિદ્યાર્થીનીના મોત બાદ તપાસમાં ખુલાસો થયો છે. રાજ્યના ૩૧ શહેરોની શાળાના ૬૯૭ ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા. નવોદય-સૈનિક સ્કૂલની તૈયારીના નામે ડમી નેટવર્ક ચાલતું હતું. બીજી શાળામાં હાજરી પુરીને અભ્યાસ માટે ટ્યુશનમાં વિદ્યાર્થીઓ જતા હતા. આ મામલો સામે આવતા સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ કરાયા છે. ડમી એજ્યુકેશન રેકેટ સામે શિક્ષણ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
જસદણમાં ૧૦ વર્ષીય વિદ્યાર્થિની આયુષી બલદાણીયાના મોત મામલે તપાસ તેજ કરવામાં આવી છે. આયુષી આલ્ફા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. પરિવારનો આરોપ છે કે બીમારી દરમિયાન તેમને જાણ કરવામાં નહોતી. સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત થયું હતું. આ ઘટનાની તપાસમાં જસદણના આલ્ફા સંકુલમાં ડમી સ્કૂલિંગનું મોટું નેટવર્ક સામે આવ્યું છે.
શિક્ષણ વિભાગની તપાસમાં રાજ્યના ૩૧ શહેરોમાંથી ૬૯૭ ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા છે.ડીઇઓ રિપોર્ટ બાદ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારીના નામે ડમી એડમિશનનું નેટવર્ક ચાલતું હોવાનો ખુલાસો થયો છે. આલ્ફા ટ્યુશન ક્લાસના બે ટ્રસ્ટીઓ સામે મ્દ્ગજી હેઠળ ગુનો નોંધાયો છે. સ્કૂલ અને હોસ્ટેલને એક મહિના માટે બંધ કરવામાં આવ્યા છે.

