Author: Vikram Raval

સંવેદનાએ ૨૦૧૩માં કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૧૪ની ગુજરાતી ફિલ્મ ‘બે યાર’થી તેને ઓળખ મળી Mumbai, તા.૯ ‘દૃશ્યમ ધ કન્ક્લૂઝન’માં વકીલ ગાયત્રી મોહનની ભૂમિકાથી અભિનેત્રી Samvedna Suvalkaને દર્શકો વખાણી રહ્યા છે. ફિલ્મની ત્રીજી કડીમાં તેની ભૂમિકા અગાઉ કરતાં વધુ વિસ્તૃત છે અને પ્રકાશ રાજ જેવા અનુભવી અભિનેતા સામેના કોર્ટરૂમ દૃશ્યોમાં પણ તેની હાજરીની નોંધ લેવાઈ છે. સંવેદનાના મતે આ સફળતા એકાએક મળેલી નથી, પરંતુ છેલ્લા ૧૦-૧૨ વર્ષના સતત સંઘર્ષનું પરિણામ છે.સંવેદનાએ ૨૦૧૩માં કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૧૪ની ગુજરાતી ફિલ્મ ‘બે યાર’થી તેને ઓળખ મળી, પરંતુ મુંબઈમાં આવીને લાંબા સમય સુધી ઓડિશન આપતા સંઘર્ષ કરવો પડ્યો. થિયેટર અને સ્વતંત્ર ફિલ્મો બાદ ‘જી…

Read More

એક ઇન્ટરવ્યુમાં શ્રીયાએ જણાવ્યું કે જ્યારે તેણે ‘Drishyam ૨’માં કામ કર્યું ત્યારે તેની દીકરી માત્ર ૮ મહિનાની હતી Mumbai, તા.૯ અભિનેત્રી શ્રીયા સરને ‘Drishyam’ ફ્રેન્ચાઇઝીનાં શૂટિંગ દરમિયાન મળેલા સહકારને યાદ કરતાં ફિલ્મ સેટ પર નવી માતાઓની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તાજેતરની વાતચીતમાં તેણે જણાવ્યું કે ‘દૃશ્યમ ૩’ના શૂટિંગ દરમિયાન ટીમ તેને ઘણી વખત ફિલ્મના મુખ્ય અભિનેતા અજય દેવગન કરતાં પણ વહેલી ઘરે મોકલી દેવાતી હતી.એક ઇન્ટરવ્યુમાં શ્રીયાએ જણાવ્યું કે જ્યારે તેણે ‘દૃશ્યમ ૨’માં કામ કર્યું ત્યારે તેની દીકરી માત્ર ૮ મહિનાની હતી. ત્રીજા ભાગનાં શૂટિંગ સુધીમાં દીકરી થોડી મોટી થઈ ગઈ હતી, પરંતુ ટીમે તેની…

Read More

Mumbai, તા.૮ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનું માનવું છે કે જાપાનમાં એશિયન ગેમ્સ દરમિયાન મુશ્કેલ પિચો પર રમ્યા બાદ ભારતીય ટીમ ખાસ કરીને લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી૨૦માં ધીમી પિચોને સંભાળવા માટે વધુ સારી રીતે સજ્જ બની ગઈ હતી. જ્યાં ટીમનો આઠ વિકેટે આસાનથી વિજય થયો હતો. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની ટી૨૦ શ્રેણી રમાવાની છે, જેની શરૂઆત મંગળવારે લખનૌમાં થઈ હતી.ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે “બોલરોને લખનૌની વિકેટથી કોઈ વાંધો નહીં હોય. આ પિચના સ્વભાવને જોતા, અહીં ઝડપી બોલર તેમજ સ્પિનર બંને માટે થોડી મદદ મળી રહે છે અને બેટિંગ કરવી એટલી સરળ નથી. પરંતુ ભારતીય…

Read More

Mumbai, તા.૮ ટીવી પ્રેઝન્ટર અને બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ શેફાલી બગ્ગાએ ચર્ચાસ્પદ મહાદેવ બેટિંગ એપ સિન્ડિકેટ પાસેથી મળેલી રકમ સ્વેચ્છાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સોંપી દીધી છે. તપાસના ઈતિહાસમાં આ એક મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે, કારણ કે કદાચ આ પહેલો એવો મામેલો છે જ્યાં કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર સિન્ડિકેટમાંથી મળેલી ગુનાહિત આવક જાતે જ ઈડ્ઢને પરત કરી હોય.ઈડ્ઢ દ્વારા છત્તીસગઢની રાયપુર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, શેફાલી બગ્ગાને આ ગેરકાયદેસર એપના પ્રમોશનલ વીડિયો બનાવવા માટે કુલ ૧.૫ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ઈડ્ઢની પૂછપરછ બાદ બગ્ગાએ એજન્સીને વધારાના ૧.૨૦ કરોડ રૂપિયા પણ સોંપી દીધા છે. તેણે સ્પષ્ટતા કરી હતી…

Read More

Ahmedabad, તા.૮ શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે સરકારી અધિકારીઓ પણ સાયબર ઠગોના નિશાના પર આવ્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં સેવા આપતા નાયબ મામલતદાર સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમના ઈન્ડિયન બેંકના ખાતામાંથી ઠગોએ રૂ. ૨,૬૨,૪૦૯ની રકમ બારોબાર ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, નિકોલ હરીદર્શન ચોકડી નજીક ગેલેક્ષી બંગ્લોઝમાં રહેતા અને કલેક્ટર કચેરી સુભાષબ્રિજ ખાતે એલિયન રિકવરી શાખામાં નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા કેયુર અરવિંદભાઈ ત્રિવેદી (ઉં.વ. ૫૭)ગત તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન બપોરના આશરે બે વાગ્યા…

Read More

Ahmedabad, તા.૮ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નવી બની રહેલી બિલ્ડિંગ પાસે માટી પુરાણનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં નીચે દબાઈ જવાથી ૨૭ વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સવારે ૯ વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા શ્રમિકને તાત્કાલિક એલ.જી.ના આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના યાદપુરના વતની અને હાલ એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રહીને લેબર કામ કરતા છુટન શુક્રુમાર મંડલ (ઉં.વ. ૨૭) મંગળવારે સવારે જૂની એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કડિયા…

Read More

Islamabad, તા.૮ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે મંગળવારે વિપક્ષી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ને વાટાઘાટોનું આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉકેલ સંવાદ દ્વારા લાવવો જોઈએ. સાથે જ તેમણે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા સ્થાપિત પાર્ટીને ઇસ્લામાબાદ તરફની તેની લાંબી કૂચને રદ કરવા અપીલ કરી હતી. પીટીઆઇએ ખૈબર-પખ્તૂનખ્વાના લક્કી મારવત શહેરથી બે દિવસ પહેલાં ઇસ્લામાબાદ તરફ લોંગ માર્ચ શરૂ કરી હતી. આગામી દિવસોમાં રાજધાની પહોંચીને ધરણાં યોજવાનો અને ઇમરાન ખાનને મુક્ત કરાવવા સરકાર પર દબાણ લાવવાનો પાર્ટીનો હેતુ છે. શરીફે કહ્યું કે રાજકીય મુદ્દાઓનો વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસો છતાં કમનસીબે ફરી એકવાર લોંગ માર્ચના “ભયાનક પડછાયા” દેખાઈ રહ્યા…

Read More

Karjan, તા.૮ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કણભા ગામમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, છેલ્લા એક મહિનામાં કપિરાજ દ્વારા આશરે ચાર જેટલા ગ્રામજનો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગતરોજ પણ એક મહિલા પર વાંદરાએ અચાનક હુમલો કરતાં તેમના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી કે મહિલાને સારવાર દરમિયાન ૩૨ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વધુ ફફડાટ ફેલાયો છે.વારંવાર વાંદરાના હુમલાની ઘટનાઓ સામે આવી રહી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ,…

Read More

Rajpipla, તા.૮ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ડેકાઈ ગામે નાળાવાળા ફળિયામાં રહેતા યુવક સાથે સરકારી કચેરીમાં નોકરી અપાવવાના બહાને ૯.૯૦ લાખ રૂપિયા મહિલાએ પડાવી લીધા હતા.આ મામલે મહિલા અને એક પુરુષ વિરુદ્ધ એકતાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૩ થી નવેમ્બર ૨૦૨૫ દરમિયાન આરોપીઓએ જૂનાગઢ અને રાજકોટની સરકારી કચેરીના બનાવટી દસ્તાવેજો અને સિક્કાઓનો ઉપયોગ કરી યુવકનો વિશ્વાસ જીતી ૯ લાખ રૂપિયા રકમ પડાવી લીધા હતા.બનાવની વિગત મુજબ, ગરૂડેશ્વર તાલુકાના ડેકાઈ ગામે નાળાવાળા ફળિયામાં રહેતા જીગર દયાલ તડવીને નોકરીની જરૂરિયાત હતી.જેથી આ બાબતે ગરૂડેશ્વરના આમદલા ગામની રાજકોટ ખાતે નોકરી કરતી ભાવના મંગુ તડવીએ રાજકોટ ખાતે પોતાની કચેરી…

Read More

Mehsana, તા.૮ મહેસાણાનાં મહિલા વકીલને સાયબર ગઠિયાઓએ મની લોન્ડરિંગના ગુનામાં સંડોવી દેવાનો ડર બતાવી ‘ડિજિટલ એરેસ્ટ’ કરી આશરે રૂ.૫૭.૫૬ લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઠિયાઓએ સીબીઆઈ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી મહિલાને માનસિક દબાણમાં રાખી જીવનભરની મૂડી, પીપીએફનાં નાણાં અને સોનાની લગડીઓ વેચાવી નાણાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. સમગ્ર મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા પેરેડાઈઝ બંગ્લોઝમાં રહેતાં ૬૪ વર્ષીય સવિતાબેન હિતેન્દ્રકુમાર પટેલ મહેસાણા કોર્ટમાં વકીલાત કરે છે. તેમના પતિનું વર્ષ ૨૦૨૧માં અવસાન થયેલું છે અને બંને સંતાનો ઓસ્ટ્રેલિયા…

Read More