Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી

    July 15, 2026

    100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari

    July 15, 2026

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી
    • 100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari
    • Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી
    • Mumbai માં દર બેમાંથી એક વ્યક્તિ બિમાર ! વરસાદ બાદ રોગચાળો ખતરનાક રીતે વકર્યો
    • શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ
    • Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો
    • દહેજ હત્યા કેસમાં 77 આરોપી ! આખા પરિવાર સામે કેસ ન્યાયની મજાક : Supreme Court
    • Ram Mandir Trust ના CEO પદ માટે 24 કલાકમાં 1,000 થી વધુ અરજીઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી
    અમદાવાદ

    Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.15
    ગીર આસપાસના ભાગોમાં છેલ્લા 45 દિવસ (દોઢ મહિના)માં સિંહ-માનવ વચ્ચે સંઘર્ષના 10 કેસ નોંધાતા સરકારમાં દોડધામ થઈ પડી છે. ગુજરાતના ગૌરવસમા સિંહ તથા લોકો બન્નેને બચાવવા માટે નવો એકશનપ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

    ગીર વિસ્તારમાં નવા રિસોર્ટને મંજુરી આપવામાં નહીં આવે ઉપરાંત હયાત ગેરકાયદે રિસોર્ટ પર તવાઈ ઉતારાશે. અનિયંત્રીત પ્રવાસન તથા અભ્યારણ ક્ષેત્રમાં નિરંકુશ હેરફેર પર લગામ મુકવાનો સરકારનો વ્યુહ છે.

    રાજયના વનવિભાગના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રકચરની સર્વગ્રાહી સમીક્ષા ન થાય ત્યાં સુધી ગીર આસપાસના એકપણ નવી હોટેલ કે રિસોર્ટને મંજુરી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    હાલ આ ક્ષેત્રમાં હોટલ-રિસોર્ટનો રાફડો છે. ઉપરાંત હોમસ્ટે પણ ચાલુ થયા હોવાથી માણસો મોટી સંખ્યામાં રહેવા લાગ્યા છે. આમાંથી કેટલાંક તત્વો ગેરકાયદે લાયન-શો કરે છે તેમજ બારોબાર જંગલ પ્રવાસ પણ કરાવે છે. પર્યાવરણવાદીઓ તેમાં વખતોવખત વિરોધ કરે જ છે.

    રાજયના વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ગીર તથા ગ્રેટર ગીર ક્ષેત્રમાં નવા રિસોર્ટ-હોટલને મંજુરી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત મંજુરી વિના ગેરકાયદે ચાલતી હોટલ-રિસોર્ટને બંધ કરાવીને ડીમોલીશન કાર્યવાહી કરાશે.

    આ માટે તુર્તમાં સર્વે હાથ ધરાશે. ધારી-તુલસીશ્યામ કોરિડોર પર ખાસ ફોકસ રહેશે. જયાં 30 જેટલા રીસોર્ટ ખડકાઈ ગયા છે. દીવ જતા પ્રવાસીઓ આ ક્ષેત્રમાં હોલ્ટ કરીને સિંહદર્શન માટે પ્રયાસ કરતા હોય છે.

    એક અંદાજ પ્રમાણે તલાલા, સાસણ અને મેંદરડા બેલ્ટમાં 550 જેટલા હોમસ્ટે ચાલે છે. અગાઉ હોમસ્ટેની મંજુરી લીધા બાદ કોમર્શિયલ રિસોર્ટમાં ફેરવાઈ ગયા છે તેમની સામે શરત-નિયમભંગની કાર્યવાહી થશે.

    આ ઉપરાંત અભ્યારણમાંથી નિકળતા રસ્તા પરથી પસાર થતા વાહનો પર નિયંત્રણ મુકવાની તૈયારી છે. પ્રવાસીઓ અધવચ્ચે અટકીને સિંહની તલાશ કરતા હોય છે. નવી ટેકનોલોજી દાખલ કરીને નજર રાખવામાં આવશે.

    ગીરની અંદરના મંદિરોમાં જતા યાત્રાળુઓ માટે પણ નિયંત્રણો મુકાશે
    ગીરની અંદર આવેલા ધાર્મિક સ્થાનોમાં યાત્રાળુઓના ધસારાને નિયંત્રિત કરવા માટે પણ વન વિભાગ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે. જંગલ સફારી માટે પ્રવાસીઓ પર મર્યાદા છે તે ધોરણે યાત્રાળુઓની સંખ્યા પર મર્યાદા લાગૂ કરવાની દરખાસ્ત પર વિચારણા હાથ ધરવામાં આવી છે.

    યાત્રાળુઓને જુદા-જુદા ગ્રુપમાં મોકલવા તથા તાલીમબધ્ધ ટ્રેકરને સાથે રાખવાની વિચારણા છે. સાવજોને કોઇ ખલેલ ન પહોંચે તે માટે ઉંચાભાગોમાં યાત્રાળુઓને લઇ જતાં ડોલીવાળા માટે પણ નિયત કેડી માર્ગ નકકી કરાશે અને તે માટે તાલીમ પણ અપાશે.

    Bulldozers Gir illegal resorts and hotels
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026
    અન્ય રાજ્યો

    Mumbai માં દર બેમાંથી એક વ્યક્તિ બિમાર ! વરસાદ બાદ રોગચાળો ખતરનાક રીતે વકર્યો

    July 15, 2026
    સૌરાષ્ટ્ર

    શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026
    રાષ્ટ્રીય

    દહેજ હત્યા કેસમાં 77 આરોપી ! આખા પરિવાર સામે કેસ ન્યાયની મજાક : Supreme Court

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari

    July 15, 2026

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026

    Mumbai માં દર બેમાંથી એક વ્યક્તિ બિમાર ! વરસાદ બાદ રોગચાળો ખતરનાક રીતે વકર્યો

    July 15, 2026

    શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ

    July 15, 2026

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026

    દહેજ હત્યા કેસમાં 77 આરોપી ! આખા પરિવાર સામે કેસ ન્યાયની મજાક : Supreme Court

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari

    July 15, 2026

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026

    Mumbai માં દર બેમાંથી એક વ્યક્તિ બિમાર ! વરસાદ બાદ રોગચાળો ખતરનાક રીતે વકર્યો

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.