Morbi,તા.17
મોરબી એલસીબી ટીમે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરી જીલ્લા જેલ ભાવનગર હવાલે કરવામાં આવ્યો છે
મોરબી એલસીબી ટીમે માળિયા (મી.) પોલીસ મથકના પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી બચુભાઈ ઉર્ફે હમીરભાઈ ગાંડાભાઈ ખીટ (ઉ.વ.૩૦) રહે ચીરઈ તા. ભચાઉ વાળાનં પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી એલસીબી ટીમે સામાવાળા બચું ઉર્ફે હમીર ગાંડાભાઈ ખીટને પાસા એક્ટ તળે ડીટેઈન કરી જીલ્લા જેલ ભાવનગર મોકલવામાં આવ્યો છે