Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»BJPની સૌથી પાવરફૂલ કમિટી સંસદીય બોર્ડથી લઈને મંત્રીમંડળમાં મોટા ફેરફારની અટકળો
    રાષ્ટ્રીય

    BJPની સૌથી પાવરફૂલ કમિટી સંસદીય બોર્ડથી લઈને મંત્રીમંડળમાં મોટા ફેરફારની અટકળો

    Vikram RavalBy Vikram RavalJuly 16, 2026Updated:July 17, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧૬

    ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે પક્ષના રાષ્ટ્રીય હોદ્દેદારોની સંખ્યા ૪૫ થી વધારીને ૬૦ કરવા સહિતના અનેક મહત્વના પ્રસ્તાવો પર ગંભીર વિચારણા ચાલી રહી છે. ભાજપ અધ્યક્ષ નિતિન નવીનની આગેવાની હેઠળ આ નવી હાઈટેક અને યુવા ટીમની જાહેરાત આગામી દિવસોમાં ગમે ત્યારે થઈ શકે છે. આગામી સમયમાં ચૂંટણીઓને ધ્યાને લઈને આ ફેરફારો જરૂરી બની ગયા છે.  ગુજરાતમાં આજે કમલમમાં અમિત શાહ સરકાર અને સંગઠનના નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં છે ત્યારે ચર્ચા એ છે કે ગુજરાતમાં પણ કંઈક અલગ થવાનું છે.

    દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીન વચ્ચે એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ છે. આ હાઈલેવલ બેઠક બાદ પક્ષના હોદ્દેદારોની નવી યાદી અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત ફેરબદલને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, નિતિન નવીનના નેતૃત્વમાં નવી ટીમની જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ પહેલા જૂન મહિનાની શરૂઆતમાં પણ પીએમ મોદીએ પક્ષના ટોચના નેતાઓ સાથે આવી જ એક હાઈલેવલ બેઠક કરી હતી.

    રિપોર્ટ્‌સ અનુસાર, હાલના વર્ષોમાં દેશભરમાં ભાજપનો વ્યાપ અને વિસ્તાર ખૂબ જ વધ્યો છે, પરંતુ તેની સામે પક્ષના સંગઠનાત્મક માળખામાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા નથી. લાંબા સમયથી એક જ માળખું ચાલતું હોવાને કારણે પક્ષના હાઈકમાન્ડ અને ટોચના નેતૃત્વ પર કામનું ભારે દબાણ ઊભું થયું છે. આથી, આગામી સમયની રાજકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી રાષ્ટ્રીય ટીમ અને કેબિનેટમાં ફેરબદલની પ્રક્રિયા અનિવાર્ય બની ગઈ છે.

    ભાજપમાં ફેરફાર માટેના ૩ સૌથી મહત્વના પ્રસ્તાવો

    હોદ્દેદારોની સંખ્યામાં વધારોઃ ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની કુલ સંખ્યા વર્તમાન ૪૫ થી વધારીને ૬૦ કરવામાં આવી શકે છે.

    નવા ક્ષેત્ર પ્રભારીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના ’ક્ષેત્ર પ્રચારકો’ની તર્જ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીનને દેશના ખાસ અને મહત્વના વિસ્તારોના સીધા પ્રભારી બનાવવાનો પ્રસ્તાવ છે.

    સંસદીય બોર્ડનું પુનર્ગઠનઃ પક્ષના સંસદીય બોર્ડમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને નવા ચહેરાઓને સ્થાન આપવા માટે સભ્યોની નિમણૂકનો મુદ્દો સૌથી મોખરે છે.

    ભાજપ હાઈકમાન્ડની આ કવાયત એટલા માટે પણ સૌથી વધુ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. નિતિન નવીન હાલમાં ભાજપના ઇતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષોમાંથી એક છે અને તેઓ પોતાની આખી મશીનરીને રી-ઓર્ગેનાઈઝ કરી રહ્યા છે. બેઠકમાં ઉત્તર પ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીની આગેવાની હેઠળ લાંબા સમયથી બાકી રહેલી નવી ટીમની જાહેરાત અને ચૂંટણી વ્યુહરચનાને ધારદાર બનાવવા અંગે ગંભીર ચર્ચા થઈ છે. દેશના સૌથી મોટા રાજકીય રાજ્યમાં ભાજપ કોઈપણ કસર છોડવા માંગતું નથી. આ ઉપરાંત, આગામી સમયમાં જે રાજ્યોમાં સંગઠન અને સરકાર બંને સ્તરે ફેરફારો થવાના છે, ત્યાંની રાજકીય સ્થિતિની પણ ટોચના નેતાઓએ સમીક્ષા કરી છે. આગામી સમયમાં માત્ર યુપી જ નહીં પંજાબ અને ગુજરાત પણ અગત્યના છે. ગુજરાત એ પીએમ મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ હોવાની તેઓની સક્રિય નજર ગુજરાત પર રહે છે.

    ૧ જૂને પીએમ મોદીના નિવાસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાજપ અધ્યક્ષ નિતિન નવીન, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, બી.એલ. સંતોષ અને દેવેન્દ્ર ફડણવીસ સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો હાજર હતા. તે બેઠકનો મુખ્ય હેતુ રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીઓની વ્યુહરચના ઘડવાનો હતો, જે આ મોટા ફેરબદલની શરૂઆતનો સંકેત હતો.

    રાષ્ટ્રીય હોદ્દેદારોની સંખ્યા ૪૫ થી વધીને ૬૦ થવાથી પક્ષમાં નવા અને યુવા ચહેરાઓને મોટી જવાબદારી મળશે. પીએમ મોદી અને અમિત શાહ સીધા ક્ષેત્ર પ્રભારી બનશે તો પાયાના સ્તરે પક્ષની પકડ વધુ મજબૂત થશે અને આગામી ચૂંટણીઓ માટે સંગઠન વધુ સક્રિય બનશે.

    BJP most powerful committee
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIranએ અમેરિકા સાથે વાતચીતનો ઇનકાર કરતા કહ્યું, “હાલમાં, સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય સંરક્ષણ પર છે”
    Next Article ભારતીયો યુએસ અર્થતંત્રમાં સુધારો કરશેઃ Raghuram Rajan સહિત ત્રણને મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 22:52
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.