Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Spain સામે હાર્યા બાદ રડી પડ્યો મેસી, ફાઈનલમાં ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો

    July 20, 2026

    વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને કરોડો રૂપિયાનું ઈનામ,આર્જેન્ટિના પણ માલામાલ

    July 20, 2026

    Spain ચેમ્પિયન બનતાં જ આર્જેન્ટિનાના પરેડેસે એરિક ગાર્સિયાને માર્યા મુક્કા, ગાવી સાથે ઝપાઝપી

    July 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Spain સામે હાર્યા બાદ રડી પડ્યો મેસી, ફાઈનલમાં ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો
    • વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને કરોડો રૂપિયાનું ઈનામ,આર્જેન્ટિના પણ માલામાલ
    • Spain ચેમ્પિયન બનતાં જ આર્જેન્ટિનાના પરેડેસે એરિક ગાર્સિયાને માર્યા મુક્કા, ગાવી સાથે ઝપાઝપી
    • New Jersey ના મેટલાઇફ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ 2026નું 16 વર્ષ બાદ ટાઇટલ જીત્યું
    • World Cup football ના સમાપન સમારંભમાં સંગીતના ધુરંધરોએ જમાવટ કરી
    • Rohit Sharma એ ઇંગ્લેન્ડ સામે 34મી સદી ફટકારી
    • ભારતના MMA ફાઈટર સંગ્રામસિંહે જીતી સ્ટ્રાઈક એશિયા ચેમ્પિયનશિપ
    • Rohit-Virat અને કોચ ગંભીર વચ્ચે તણાવની અટકળો પર વિરામ લાગ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Spain સામે હાર્યા બાદ રડી પડ્યો મેસી, ફાઈનલમાં ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો
    ખેલ જગત

    Spain સામે હાર્યા બાદ રડી પડ્યો મેસી, ફાઈનલમાં ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Jersey,તા.20

    ફિફા વર્લ્ડ કપ 2026ની રવિવારે (19મી જુલાઈ) ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને વધારાના સમયમાં 1-0થી હરાવીને પોતાનો બીજો ફિફા વર્લ્ડ કપ ખિતાબ જીતી લીધો છે. આ સાથે જ આર્જેન્ટિનાનું સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.મેચ સમાપ્ત થતાં જ સ્ટેડિયમમાં અત્યંત ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. આર્જેન્ટિનાના 39 વર્ષીય દિગ્ગજ કેપ્ટન લિયોનેલ મેસી અંતિમ સીટી વાગતાની સાથે જ મેદાન પર ઘૂંટણિયે પડી ગયો હતો અને પોતાના આંસુ રોકી શક્યો નહોતો. સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોએ “મેસ્સી… મેસ્સી…”ના નારા લગાવીને અને પ્લેકાર્ડ્સ લહેરાવીને પોતાના આ મહાન ખેલાડીને ભાવનાત્મક વિદાય આપી હતી.

    નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો એકપણ ગોલ નોંધાવી શકી નહોતી, જેથી મેચ વધારાના સમયમાં પહોંચી હતી. વધારાના સમયમાં સ્પેનના સબસ્ટિટ્યુટ ખેલાડી ફેરન ટોરેસે રિબાઉન્ડ બોલ પર અદ્ભુત ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. આ ગોલ જ મેચનો નિર્ણાયક ક્ષણ સાબિત થયો અને સ્પેને બીજી વખત વર્લ્ડ ટ્રોફી પર પોતાનો કબજો જમાવ્યો.

    આર્જેન્ટિના માટે ઈંજરી ટાઈમમાં પરિસ્થિતિ વણસી હતી જ્યારે મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝને બીજું યલો કાર્ડ મળતા રેડ કાર્ડ બતાવી બહાર મોકલાયો હતો. ત્યારબાદ લિયોનેલ સ્કેલોનીની ટીમને 10 ખેલાડીઓ સાથે રમવાની ફરજ પડી હતી. સ્પેને આ બાબતનો પૂરો ફાયદો ઉઠાવી સતત દબાણ જાળવી રાખ્યું હતું. આર્જેન્ટિનાની ટીમ 115મી મિનિટ સુધી ગોલ પર એકપણ શોટ મારી શકી નહોતી.ભલે આર્જેન્ટિના ટ્રોફી જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું હોય, પરંતુ લિયોનેલ મેસીએ ફાઇનલ મેચમાં રમીને વધુ એક નવો ઈતિહાસ રચ્યો હતો. મેસી ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રણ ફાઇનલ રમનાર વિશ્વનો માત્ર બીજો ખેલાડી બન્યો છે. 39 વર્ષની ઉંમરે તે વર્લ્ડ કપ ફાઇનલમાં રમનાર સૌથી મોટી ઉંમરનો આઉટફિલ્ડ ખેલાડી પણ બન્યો છે.

    Argentina Lionel-Messi Spain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને કરોડો રૂપિયાનું ઈનામ,આર્જેન્ટિના પણ માલામાલ

    July 20, 2026
    ખેલ જગત

    Spain ચેમ્પિયન બનતાં જ આર્જેન્ટિનાના પરેડેસે એરિક ગાર્સિયાને માર્યા મુક્કા, ગાવી સાથે ઝપાઝપી

    July 20, 2026
    ખેલ જગત

    New Jersey ના મેટલાઇફ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ 2026નું 16 વર્ષ બાદ ટાઇટલ જીત્યું

    July 20, 2026
    ખેલ જગત

    World Cup football ના સમાપન સમારંભમાં સંગીતના ધુરંધરોએ જમાવટ કરી

    July 20, 2026
    ખેલ જગત

    Rohit Sharma એ ઇંગ્લેન્ડ સામે 34મી સદી ફટકારી

    July 20, 2026
    ખેલ જગત

    ભારતના MMA ફાઈટર સંગ્રામસિંહે જીતી સ્ટ્રાઈક એશિયા ચેમ્પિયનશિપ

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને કરોડો રૂપિયાનું ઈનામ,આર્જેન્ટિના પણ માલામાલ

    July 20, 2026

    Spain ચેમ્પિયન બનતાં જ આર્જેન્ટિનાના પરેડેસે એરિક ગાર્સિયાને માર્યા મુક્કા, ગાવી સાથે ઝપાઝપી

    July 20, 2026

    New Jersey ના મેટલાઇફ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ 2026નું 16 વર્ષ બાદ ટાઇટલ જીત્યું

    July 20, 2026

    World Cup football ના સમાપન સમારંભમાં સંગીતના ધુરંધરોએ જમાવટ કરી

    July 20, 2026

    Rohit Sharma એ ઇંગ્લેન્ડ સામે 34મી સદી ફટકારી

    July 20, 2026

    ભારતના MMA ફાઈટર સંગ્રામસિંહે જીતી સ્ટ્રાઈક એશિયા ચેમ્પિયનશિપ

    July 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને કરોડો રૂપિયાનું ઈનામ,આર્જેન્ટિના પણ માલામાલ

    July 20, 2026

    Spain ચેમ્પિયન બનતાં જ આર્જેન્ટિનાના પરેડેસે એરિક ગાર્સિયાને માર્યા મુક્કા, ગાવી સાથે ઝપાઝપી

    July 20, 2026

    New Jersey ના મેટલાઇફ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ 2026નું 16 વર્ષ બાદ ટાઇટલ જીત્યું

    July 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.