Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    Smartwatch accuracy Gujarati: જાણો Fitness Trackingનું અસલી સત્ય!

    October 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO
    • PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો
    • Smartwatch accuracy Gujarati: જાણો Fitness Trackingનું અસલી સત્ય!
    • દાદીમાની વાર્તા – કાળી ચૌદસનું રહસ્ય
    • Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ
    • ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!
    • ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ
    • માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો!
    લેખ

    સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો!

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    હમણાં પરિવારમાં પિતા સમાન અંગત સ્વજનનું મૃત્યુ થયું! અને વળી જન્મ યુવાની, ગૃહસ્થી, પ્રોઢા, વૃદ્ધ અને અરસપરસ એનાં દરેક સમયનાં મુકામે મોહ, માયા, મમતાની વૃદ્ધિ કરતાં સંસારનું ચક્રવ્યૂહ! અને એમાં પરિવારનો રોલ! આ બધું જ એક ચિત્રપટ જેમ નજર આગળથી પસાર થયુ, કારણ કે આટલાં મોટાં કુટુંબમાં પરણીને આવે 37 વર્ષ ઉપર પૂરાં થયાં, એટલે સારાં માઠાં પ્રસંગે ભેગાં થવું, સૌની પસંદ નાપસંદ, આ બધું જ જાણતાં હોઈએ! અને એ મુજબ આમન્યાથી જીવ્યાં હોઈએ! પણ દેહ વિલય પછીનો એ ઉદ્વેગ વગરનો અને શાંત ચહેરો, જીવ ને એક ચિંતન કરાવી ગયો!: કે મૃત્યુ! વેદના કે વ્હાલ? ઉંમરનાં અમુક મુકામ પછી શરીરની કષ્ટીઓ પણ સ્વાભાવિક હોય, અને ત્યારે આમ લાંબી માંદગીની પીડા વગર રમત રમતમાં દેહ છોડી દેવો! એ ખરેખર એક કળા છે. આપણે ત્યાં “મૃત્યુને વહાલું કર્યું” એવું બોલવામાં પણ આવે છે, અને ખરેખર એ જ રીતે એકદમ સ્વસ્થતાથી આત્મા સરકી ગયો! ગીતાનાં કથન મુજબ જીજીવિષા નાં અંત વગરનું મૃત્યુ એ ચોક્કસ વેદના હશે! પણ જીજીવિષા છૂટે તો વ્હાલ! મહાભારતમાં કહ્યું છે કે, મૃત્યુ એક સુંદર સ્ત્રીનો શણગાર સજીને આવે છે, અને એટલે મરનાર પરિવારની મોહ માયા માંથી છૂટી શકે છે. તો મૃત્યુ પામનારા જીવ અને જે પરિવાર જનોની અંદરોઅંદરની લાગણીનો એક કિસ્સો આજે બુધવારની બોધકથામાં..
      સ્વપ્નીલ એ ફળિયામાં ગાડી પાર્ક કરી, અને બંગલો તરફ નજર કરી, તો આજે અંધારું ઘોર હતું! એને આશ્ચર્ય થયું, કારણ કે પપ્પાનો રોજનો નિયમ હતો, કે પોતે આવી એને મોઢું દેખાડે, જય હાટકેશ કરે ! આખાં દિવસનો રિપોર્ટ આપે, એ પણ પોતે શું કર્યું! કોનાં ફોન આવ્યા! કોને ફોન કર્યો! રામુકાકા અને ગોમતીની કથની પણ કહે. એટલે એને સહેજ ફડકો પડ્યો! એણે બારણાને ધક્કો માર્યો, અને એ ખુલી ગયું! એ ઝડપથી પપ્પાનાં રુમ તરફ ગયો! લાઈટ બંધ હતી, અને એના પપ્પા એટલે કે સુબોધ ભાઈ  આરામ ખુરશીમાં બેઠાં બેઠાં જ સૂઈ ગયાં હોય એમ લાગ્યું, એમની છાતી સાથે મમ્મીનો એટલે કે સુહાસિની બેનનો ફોટો જોડાયેલો હતો, અને એવું લાગતું હતું કે એમની સાથે વાત કરતાં કરતાં જ એને નીંદર આવી ગઈ હશે!: ખુરશી ધીરેધીરે ઝૂલી રહી હતી, એટલે બીજું કોઈ વિચાર્યા વગર એનાં માથે હાથ ફેરવીને જતાં રહેવાં વિચાર્યું, પણ થયું જાગી જશે! અને એણે પાછા પગ કર્યાં, ત્યાં એનાં કાને, આવી ગયો બેટા! હું તારી જ રાહ જોતો હતો, અને સ્વપ્નીલનો હાથ પકડી સામેની ખુરશીમાં બેસાડી દીધો! અને કહ્યું બેટા હું જાઉં હવે! સ્વપ્નીલ જોઈ રહ્યો હતો કે‌ પપ્પા આજે કંઈક જુદાં લાગે છે. એણે પોતાની વાતને આગળ દોહરાવતા કહ્યું કે બેટા તારી મમ્મી પચ્ચીસ વર્ષથી મારી રાહ જુવે છે! મેં એને દીધેલું વચન પાળ્યું! તને અને સંસ્કૃતિને ઉછેર્યા ભણાવ્યાં! યોગ્ય બનાવ્યાં! કેરિયર સેટ કર્યું! સંસ્કૃતિનાં લગ્ન કરાવ્યાં! પણ હવે બસ! આ શરીર તંદુરસ્ત છે ત્યાં જ …. અને પપ્પા એ પકડેલો હાથ છૂટી ગયો અને આંખો બંધ! સ્વપ્નીલ પપ્પા.. પપ્પા.. પપ્પા.. કરતો રહ્યો પણ એણે અનંતની વાટ પકડી લીધી હતી.
    સ્વપ્નીલને ખ્યાલ આવી ગયો કે પપ્પા હવે નથી રહ્યાં! પણ શું કરવું એ કંઈ જ સુઝતું નહોતું! એણે આરામ ખુરશી માંથી એમને ઉંચકીને બેડ પર સુવાડ્યાં, અને બિલકુલ પપ્પા એને માથે હાથ ફેરવીને સુવડાવતા એમ હાથ ફેરવવા લાગ્યો! મમ્મી ગુજરી ગઈ, ત્યારે પોતે પાંચ વર્ષનો હતો અને સંસ્કૃતિનો તો હજી જન્મ જ થયો હતો! એટલે એમ કહોને મમ્મી સાથેની યાદો તો સાવ ધૂંધળી ધૂંધળી જ હતી! પણ એની તો આખી જીંદગીમાં પપ્પા પપ્પા ને પપ્પા જ હતાં. નોકરી ઘર અને બે બાળકો બધું પપ્પા કેમ મેનેજ કરતા હશે? કેટલાં બધાં સંઘર્ષો કર્યા! ઉપરાંત બધાને મમ્મી છે, અને મારે કેમ નહીં! જેવાં બાલ સહજ પ્રશ્નોનાં જવાબ પણ આપવાનાં. ત્યારે તો ઘર પણ સાવ નાનકડું હતું, અને માસી મામા ફૈબા આવે તો કેટલીય ભેટ લાવતા અને અંદરોઅંદર વાતો કરતાં કે પપ્પાનો પગાર‌ પણ સાવ ઓછો છે, આ મોંઘવારીમાં બેયના ભણતરનો ખર્ચ ક્યાંથી પોષાય! પણ પપ્પા એ એવું ક્યારેય વર્તાવા દીધું નહીં, અને સંસ્કૃતિ તો દીકરી એટલે કપડાં ઉપરાંત સેન્ડલ, બોરીયા, બકકલ, માળા, બંગડી, બધું જ… પપ્પા પપ્પા તમે કેમ જતાં રહ્યાં, તમારી માટે તો મેં આ બંગલો લીધો, અને હજી બે મહિના થયાં ત્યાં..
    મોટેભાગે દરેક સંતાનને હોય એમ સ્વપ્નીલને પણ એનાં પપ્પાને બધું જ સુખ આપવું હતું! પણ એનો કોઠો જાણે સંઘર્ષનો હોય એમ નિરાંત ના દિવસો આવ્યાં ત્યાં ચાલ્યા ગયાં! સ્વપ્નીલ વિચારતો હતો, કે પપ્પાને એવી કોઈ બિમારી પણ નહોતી, અને એટલાં વૃદ્ધ પણ નહોતાં! હાં અસ્થમાની તકલીફ હતી. એકાએક એને યાદ આવ્યું કે પપ્પા આજે સવારે ડોક્ટર પાસે ગયાં હતાં! પોતે જ લઈ જતો પણ આ વખતે જરુરી મિટિંગ હતી, એટલે એમને એકલાં જવું પડ્યું! જોકે એમણે એકદમ આત્મ વિશ્વાસથી કહ્યું હતું કે, એમાં શું, ગાડી નહીં ચલાવું, પણ ડ્રાઈવર સાથે તો જઈ જ શકાય ને! સ્વપ્નીલ તરત ઉભો થયો અને પપ્પાનાં કબાટમાંથી ડોક્ટરની ફાઈલ કાઢી! એણે જોયું કે કબાટ આજે જ ગોઠવેલ છે! કેટલું વ્યવસ્થિત! સ્વપ્નીલ એ ફાઈલ ખોલી અને જોયું તો આમ તો દર મહિને લેતાં એ જ ગોળી ને પંપ હતાં, પણ ગયાં અઠવાડિયે જ એમણે એક ટેસ્ટ લખ્યો હતો! પણ પપ્પા તો ગયા નહોતાં, કે પછી મને કહ્યું નહોતું! એણે વધુ ઝીણવટભરી તપાસ કરી તો એ ટેસ્ટ ફેફસાંની કેપેસિટીનો હતો અને પપ્પાનાં બંને ફેફસાં ખાસ્સાં નબળા પડી ગયાં હતાં! પપ્પા ગયા અઠવાડિયે ગયાં હતાં કે ફોન કર્યો હતો? એ ચેક કરવાં એણે પપ્પાનો ફોન લીધો, અને ચેક કર્યું તો ફોન જ કર્યો હતો, અને એનું રેકોર્ડિંગ પણ હતું! જેમાં એ ડોક્ટરને કહેતાં હતાં, હવે શરીરને ખોટું કોઈ કષ્ટ દેવું નથી! બધી જવાબદારી પૂરી થઈ ગઈ છે, ભલે આવતું મૃત્યુ હું તૈયાર છું! એને પણ કોઈ વીર આવ્યો છે! એવી ફિલીંગ થવી જોઈએ ને.. અને પછી હસ્યા. પપ્પા તમે કંઈ બોલ્યાં કેમ નહીં? એને યાદ આવ્યું કે પોતે જઈ શક્યો નથી, એટલે એણે ફોન કર્યો હતો, કે પહોંચી ગયાં? અને પપ્પા ફોન કાપવો ભૂલી ગયાં હશે, એટલે એ રેકોર્ડિંગ પણ સાંભળ્યું, સુબોધ ભાઈ તમે સ્વપ્નીલ સાથે વાત તો કરો ! હજી ટ્રીટમેન્ટ થાય એમ છે! અને એમણે કહ્યું કે ના હવે મારે કોઈ ટ્રીટમેન્ટ કરવી નથી, સુહાસિની એ બહુ રાહ જોઈ…. સ્વપ્નીલ એ સંસ્કૃતિને ફોન લગાડ્યો અને કહ્યું નાનકી પપ્પા એ.. આપણને વેદના આપી મૃત્યુ ને વહાલું કર્યું!… અને પોકે પોકે રડવા લાગ્યો..
       લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSupreme Courtનો આદેશ: દરેક રાજ્યમાં હવે એક સમાન અકાળે મુક્તિ નીતિ હશે
    Next Article Rohit Sharmaએ સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં લગાવી લાંબી છલાંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    Smartwatch accuracy Gujarati: જાણો Fitness Trackingનું અસલી સત્ય!

    October 23, 2026
    લેખ

    આજે-ગુરુવારે Pashankusha Ekadashiનું મહત્વ

    October 21, 2026
    લેખ

    દશરથ-દશાનન અને Dussehraનો આધ્યાત્મિક અર્થ

    October 19, 2026
    લેખ

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    લેખ

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    લેખ

    પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,430
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,730
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹190,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-10-2026 00:04
    Categories
    Latest News

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    Smartwatch accuracy Gujarati: જાણો Fitness Trackingનું અસલી સત્ય!

    October 23, 2026

    દાદીમાની વાર્તા – કાળી ચૌદસનું રહસ્ય

    October 23, 2026

    Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026
    Search
    Main News

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    Smartwatch accuracy Gujarati: જાણો Fitness Trackingનું અસલી સત્ય!

    October 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.