Mumbai,તા.21
મલાઇકા અરોરા સાથે છ વર્ષ વર્ષ સંબંધ રાખ્યા બાદ તેની સાથે બ્રેક અપ કરનાર અર્જુન કપૂરનું નામ સાહિબા બાલી સાથે જોડાવાની વાતો ચગી હતી. પણ હવે સાહિબા બાલીએ ચોખવટ કરી જણાવ્યું છે કે અર્જુન કપૂર સાથે મારા ડેટિંગની વાતો પાયાવિહોણી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી વન ડે દરમ્યાન અર્જુન અને સાહિબા સાથે દેખાતાં તેમના ફોટા વાઇરલ બન્યા હતા. એ સાથે તેમની વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની વાતો પણ ચાલી હતી. આ મેચ દરમ્યાન અક્ષય કુમાર, ક્રિતી સેનન અને સૈફ અલી ખાન પણ જોવા મળ્યા હતા. ક્રિતી સેનને એમ એસ ધોનીની પુત્રી સાથે પડાવેલાં ફોટા પણ વાઇરલ થયા હતા.
હવે સાહિબા બાલીએ ઇન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે દરેક ચીજ પર વિશ્વાસ ન કરો. તેણે પોતાનો ફોટો મુકી નીચે લખ્યું હતું કે અનુષ્કા વિરાટને સપોર્ટ કરવા પહોંચી. પણ આ ફોટોમાં અનુષ્કા નહીં પણ સાહિબા છે. લોકોએ તેને ભૂલથી અનુષ્કા સમજી લીધી હતી.
સાહિબા બાલીએ ‘લૈલા મજનુ’, ‘બાર્ડ ઓફ બ્લડ’ અને ‘તાંડવ’ જેવી ફિલ્મો અને સિરિઝ કરી છે. અર્જુને ૨૦૧૯માં મલાઇકા સાથેના સંબંધો જાહેર કર્યા હતા અને ૨૦૨૪માં તો બંને છૂટાં પણ પડી ગયા હતા.

