Mumbai,તા.21
જેના વિશે સૌથી દર્શકોમાં વધુ ઇન્તેઝારી પ્રવર્તે છે તે ફિલ્મ ‘રામાયણ ભાગ એક’ની એક મિનિટ અને ૨૮ સેકન્ડની ક્લિપ વાયરલ થઈ જતાં ફિલ્મમેકર્સની ઉંઘ ઉડી ગઇ છે. કહેવાય છે કે આ લીક એક સ્માર્ટ ફોન પર રેકોર્ડ કરવામાં આવી હતી. આ લીક ડામવા હવે મેકર્સ કાનૂની પગલાં પણ લઈ રહ્યા છે.
નવી દિલ્હીમાં ૧૮જુલાઇએ ભારત મંડપમમાં પસંદગીના કરાયેલાં આમંત્રિતો સમક્ષ પ્રથમ સંકલ્પ કાર્યક્રમ દરમ્યાન આ ફૂટેજ દર્શાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ આ ક્લિપ ઓનલાઇન ફરતી થઇ ગઇ હતી. ફિલ્મનું ટ્રેલર સત્તાવાર રીતે ૨૪ જુલાઇએ રજૂ થવાનું છે ત્યારે ગણતરીના દિવસો પહેલાં જ આ લીક થતાં તેને ડામવા ફિલ્મમેકર્સ સક્રિય બન્યા હતા. નિતેશ તિવારી નિર્દેશિત ‘રામાયણ ભાગ એક’માં રામની ભૂમિકા રણબીર કપૂર, સીતાની ભૂમિકામાં સાઇ પલ્લવી અને રાવણની ભૂમિકામાં યશ જોવા મળશે. આ ફિલ્મના પહેલાં ભાગને દિવાળીના તહેવારોમાં રજૂ કરવામાં આવશે.

