(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૨
માળિયા તાલુકાના ખીરઈ ગામમાં ખેડૂત પોતાની માલિકીનું ખેતર ખેડતા હોય ત્યારે બે ઇસમોએ આવીને ખેતર ખેડતા રોકી આ ખેતર અમારું છે કહીને ભડાકા કરવાની અને ફાયરીંગ કરવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના મહેન્દ્રનગર ગામ રામજી મંદિર બાજુમાં રહેતા પરેશભાઈ લખમણભાઈ ભોરણીયા (ઉ.વ.૩૫) વાળાએ આરોપીઓ ઇકબાલ હાજી મોવર અને રણમલ દિલાવર ઉર્ફે દીલાભાઈ સામતાણી રહે બંને ખીરઈ તા. માળિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી પરેશભાઈ ખીરઈ ગામની સીમમાં આવેલ પોતાની માલિકીની જમીન ખેડતા હોય ત્યારે બંને ઇસમોએ આવી ખેતર ખેડતા રોક્યા હતા અને ઇકબાલ મોવરે ખેતર અમારૂ છે કહીને ગાળો આપી ભડાકા કરવાની અને ફાયરીંગ કરવાની ધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી રણમલ સામતાણીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે
