Bhavnagar તા.૨૨
ભાવનગરમાં ચોમાસાની ઋતુની શરૂ થતાની સાથે જ ડેન્ગ્યુ,મેલેરિયા,તાવ અને અન્ય ચેપી રોગોના કેસો સામાન્ય રીતે વધવા લાગે છે.આ વર્ષે રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અંગે પણ ચિંતા સતત વધી રહી છે.આ પ્રકારની સમયમાં ભારતની અગ્રણી સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકીની એક સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સમગ્ર રાજ્યમાં તેની ચોમાસા દરમિયાનની હેલ્થકેર અને જનજાગૃતિ અભિયાન (આઉટરીચ)ને વધુ વેગ આપી રહી છે.સ્ટાર હેલ્થના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના ગુજરાતના આંકડા દર્શાવે છે કે તાવ અને અન્ય ચેપી રોગો માટે હોમ હેલ્થકેરના વપરાશમાં ત્રણ ગણો વધારો થયો છે.આ વૃદ્ધિની સાથે જ કંપનીએ દેશભરમાં તેની તાજેતરમાં શરૂ કરાયેલી વર્ચ્યુઅલ સર્વિસ માટે પણ અસાધારણ માંગ જોઈ છે કે જેમાં ગ્રાહકોની વધતી સંખ્યા મેડિકલ કન્સલ્ટેશન માટે આ સર્વિસને તેમના પ્રથમ વિકલ્પ તરીકે પસંદ કરી રહેલ છે.
આ આઉટરીચ પોલિસીધારકોને ટોક ટુ સ્ટાર અને હોમ હેલ્થકેર સપોર્ટ સાથે જોડીને સમયસર અને વહેલી તકે સારવાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.આ સાથે જ તે સામાન્ય પ્રજા માટે પણ સ્ટાર હેલ્થ કસ્ટમર એપ દ્વારા ૨૪/૭ ફ્રી વર્ચ્યુઅલ કન્સલ્ટેશન્સ મેળવવાની સુવિધા પૂરી પાડે છે.પોલિસીધારકો માટે માર્ગદર્શન મેળવવાનો મુખ્ય સંપર્ક નંબર ટોક ટુ સ્ટાર ૭૨૦૦ ૨૨૨ ૩૩૩ રહેશે જેમાં હોમ હેલ્થકેર માટે ૧ પ્રેસ કરો અને હોસ્પિટલમાં દાખલ થવા સંબંધિત આયોજન માટે ૨ પ્રેસકરો.

