(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૩
Morbi પંથકમાં શ્રાવણ માસ પૂર્વે જુગાર ધમધમી રહ્યો છે ભડિયાદ કાંટા પાસે મકાનમાં જુગાર રમતી મહિલા સહીત છ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૮,૩૦૦ જપ્ત કરી છે જયારે વાંકાનેર સીટી પોલીસે બે ઇસમોને ઝડપી લઈને રૂ ૧૦૬૦ રોકડ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ભડિયાદ કાંટા પાસે ડીલક્ષ પાન સામે રહેતા આરોપી હિતેષ અતુલભાઈ ત્રિવેદી પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર અખાડો ચલાવે છે જેથી ટીમે રેડ કરી હતી જુગાર રમતા હિતેષ અતુલભાઈ ત્રિવેદી, જતીન દિનેશભાઈ ઝંઝવાડિયા, સાહિલ કરીમ નાથાણી, સિરાજ ઉર્ફે દુખી અમીરઅલી પોપટિયા, અરવિંદ ઉર્ફે ભૂરો અજુ સોમાણી અને યાસ્મીન ઉર્ફે આરતી સંજય અગેચણીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૫૮,૩૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ફરિયાદ નોંધી છે

