Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો
    • Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત
    • Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું
    • Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો
    • Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા
    • બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiમાં પોણા ચાર અને વાંકાનેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો, નેતાઓ-અધિકારીઓ ગાયબ !
    મોરબી

    Morbiમાં પોણા ચાર અને વાંકાનેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો, નેતાઓ-અધિકારીઓ ગાયબ !

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026Updated:July 25, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યુવા મેયર, કમિશ્નર ક્યાં હતા? મોરબીવાસીઓને ખબર નથી, તાત્કાલિક કામગીરી કરાશેના બે દિવસ પૂર્વે દાવા પોકળ સાબિત

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૪ઃ

    મોરબી શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો રાત્રીના વરસાદ બાદ આજે સવારથી વરસાદ વરસ્યો હતો અને બપોરે ૧૨ થી ૨ ના સમયગાળામાં અઢી ઇંચ વરસાદ ખાબકતા મોરબી શહેર પાણી પાણી થઇ ગયું હતું મોરબી શહેરનો શનાળા રોડ, રવાપર રોડ, ગાંધી ચોક, સાવસર પ્લોટ, પરા બજાર સહિતના મુખ્ય માર્ગો પાણી પાણી થઇ ગયા હતા

    મોરબી જીલ્લામાં ગુરુવારે સવારથી શુક્રવારે સવાર સુધી ૨૪ કલાકના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં સૌથી વધુ ૬૨ મીમી, મોરબી તાલુકામાં ૬૦ મીમી, ટંકારા તાલુકામાં ૫૧ મીમી, વાંકાનેર તાલુકામાં ૬૧ મીમી અને હળવદ તાલુકામાં ૫૭ મીમી વરસાદ વરસ્યો હતો તો શુક્રવારે પણ મેઘરાજાની સટાસટી જોવા મળી હતી શુક્રવારે મોરબીમાં બપોરે ૧૨ થી ૪ સુધીમાં ૩ ઇંચ સહીત પોણા ચાર ઇંચ વરસાદ અને વાંકાનેરમાં ૨ કલાકમાં સવા ત્રણ ઇંચ સહીત સાંજ સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો તે ઉપરાંત માળિયામાં ૪૨ મીમી, ટંકારામાં ૨૦ મીમી અને હળવદમાં ૨૫ મીમી વરસાદ નોંધાયો હતો

    મહેન્દ્રનગર ગામે ચક્કાજામ કરી વિરોધ 

    મોરબીમાં ચાલુ વરસાદે ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો મિલી પાર્ક સોસાયટીમાં પાણી ભરાવવા મુદે સ્થાનીકોમાં રોષ ભભૂક્યો હતો અને રસ્તા પર ઉતરી આવ્યા હતા મહેન્દ્રનગર નજીક ચક્કાજામ કરી દેતા વાહનોની કતારો લાગી ગઈ હતી ઘૂટું રોડ અને મોરબી હળવદ હાઈવે જામ થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો

    મોરબીનો મુખ્ય માર્ગ શનાળા રોડ ચાલવા જેવો ના રહ્યો

    મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ નજીક દર વર્ષે વરસાદી પાણી ભરાય છે પરંતુ વર્ષોથી નીમ્ભર તંત્ર કોઈ કામગીરી કરતું નથી અને હવે કોર્પોરેશન થયા બાદ પણ સ્થિતિ બદલી નથી હવે ચૂંટાયેલી બોડી સક્રિય બની ગઈ છે યુવા મેયરને જવાબદારી સોપવામાં આવી છે જોકે મોરબીના શનાળા રોડની સકલ બદલી નથી ચાલીને બાઈક તો ભૂલી જાઓ, રીક્ષા અને કાર પણ પાણીમાં ફસાઈ જતી જોવા મળી હતી અને માંડ માંડ વાહનમાં નુકશાનીના ભોગે ચાલકો નીકળવા મજબુર બન્યા હતા

    નગર દરવાજા ચોકમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ થતા નાસભાગ મચી ગઈ

    શહેરના નગર દરવાજા ચોકમાં આજે ચાલુ વરસાદે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ થતા નાસભાગ મચી ગઈ હતી શિવમ આઈસ્ક્રીમ દુકાન બહાર શોર્ટ સર્કીટ થયું હતું જેથી ટ્રાફિક પીએસઆઈ સહિતના પોલીસ જવાનોએ લોકોને દુકાનમાંથી બહાર કાઢ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને મોટી દુર્ઘટના ટળી હતી

    મચ્છુ ૩ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો, મોરબી-માળિયા તાલુકાના ૨૧ ગામોને એલર્ટ જાહેર

    મોરબીના જુના સાદુલકા નજીક આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજના રૂલ લેવલ મુજબ ૯૦ ટકા ભરાઈ ગયો છે અને હજુ પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે જેથી નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા અને ઢોર ઢાંખરને નદીના પટમાં ના જવા દેવા સુચના આપવામાં આવી છે

    મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાલા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, હરીપર અને ફતેપર સહિતના ૨૧ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

    ઘોડાધ્રોઈ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો, ૧૦ ગામોને એલર્ટ

    મોરબીના જીકીયાલી ગામ નજીક આવેલ ધોડાધ્રોઈ સિંચાઈ યોજના રૂલ લેવલ મુજબનું ૭૦ ટકા પાણી ભરાઈ ગયું છે અને પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થતા નીચાણવાળા ગામોને તકેદારીના પગલા લેવા અને નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે નદીમાં પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર, રાપર, તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી સહિતના ૧૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

    ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ

    મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે સાવચેતીના પગલારૂપે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અર્થે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી નજીક ધરમપુર-ટીંબડી બ્રિજનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ હોય, ત્યાં બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન ઉપરથી પાણીનો ભારે પ્રવાહ શરૂ થવાના કારણે હાલ આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા, બંધ કરાયેલા માર્ગ પર સાહસ ન કરવા અને નેશનલ હાઇવે તરફના આપેલા નિર્ધારિત ડાયવર્ઝનનો જ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

    સાવચેતીના પગલારૂપે ઘાટીલાથી કુંભારીયા માર્ગ કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે બંધ કરાયો

    મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે સ્થાનિક નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ઘાટીલાથી કુંભારીયા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોવાથી, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર તેમજ લોકોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

    હળવદ સરા રોડ પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો

    મોરબી જિલ્લામાં ગઇકાલ રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે નદી નાળા અને કોઝવેમાં પાણીની આવક થતા રોડ બંધ કરવામાં આવી રહ્યા છે જેમાં હળવદ સરા રોડ બંધ થતા કડીયાણા થઈને સરા તરફ જવા માટે તંત્રએ સુચના આપી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં લગ્નના પાંચ મહિનામાં જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પરિણીતાને મોતને ઘાટ ઉતારી!
    Next Article Morbi: ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026
    મોરબી

    Morbi: ટંકારાના નેકનામ-પડધરી રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

    August 31, 2026
    મોરબી

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં નવ સ્થળે જુગાર રેડ, ૪૪ પત્તાપ્રેમીઓ રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા

    August 31, 2026
    મોરબી

    Morbi: જન્મજાત બધિરતાની તકલીફ ધરાવતા વાંકાનેર તાલુકાના તિથવાના બાળકને નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન

    August 29, 2026
    મોરબી

    Morbiમાં લૂંટ અને મોબાઈલ ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમો ઝડપાયા, રૂ ૭૫ હજારનો મુદામાલ જપ્ત

    August 29, 2026
    મોરબી

    Morbiમાં મહિલાને પતિ સાથે ઝઘડો થતા સુસાઈડ કરે છે તેવો કોલ કરતા પોલીસ ધંધે લાગી, અંતે મહિલાને બચાવી લેવાઈ

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 23:32
    Categories
    Latest News

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    September 7, 2026

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.