ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે થયેલા નામીચા અવેશ ઓડિયાએ રહીમને પિસ્ટલ અને તમંચો સાચવવા આપી તી
Rajkot તા.૨૪ઃ
સૌરાષ્ટ્રભરમાં ફેલાયેલા ગેરકાયદે હથિયાર રેકેટ પર રાજકોટ શહેર પોલીસ ધોસ બોલાવી રહી છે. અગાઉ પીસીબીએ ૩૮ હથિયારો અને ૩૨ કાર્ટિસ સાથે મિરજાપુરના સપ્લાયર સહીત ૨૦ આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ હથિયારો અને આઠ જીવતા કારતુસ સાથે બે કુખ્યાત શખ્સોને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં ગેરકાયદેસર હથિયારો પકડવાની વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત સઘન તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને બે અલગ-અલગ સફળતા મળી છે, જેમાં ગેરકાયદેસર બે પિસ્તોલ, એક તમંચા અને જીવતા કારતૂસ સાથે બે રીઢા ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા છે.જેમાં ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એસ.એમ. રાણા અને તેમની ટીમ વાવડી-રસુલપરા રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ રાણા અને નિકુંજભાઈ મારવિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીવાળા સ્થળેથી આરોપી રહીમ ઉર્ફે જામનગરી સીદ્દીક સાંધ (ઉ.વ.૫૦, રહે.ગોંડલ રોડ, રસુલપરા શેરી નંબર-૧૭, અહેમદે રઝા મસ્જિદ પાસે) ને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી એક ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતાપોલીસે તેની વધુ પૂછપરછ કરીને તેના રહેણાંક મકાનમાં ઝડતી કરી હતી. મકાનની તપાસ દરમિયાન ત્યાંથી વધુ એક દેશી કટ્ટો (તમંચો) અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તમામ હથિયારો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સને અગાઉ ગુજસીટોક ગુનામાં જેલ હવાલે થયેલ ઓડિયા ગેંગના મુખ્ય સૂત્રધાર આવેશ ઓડિયાએ ગેરકાયદેસર હથિયાર પકડાઈ જવાના ભયથી રહીમ ઉર્ફે જામનગરીને આપી ગયો હતો. ત્યારે પોલીસ હવે આગામી સમયમાં ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા અવેશનો કબ્જો મેળવનાર છે.બાતમી મળી હતી કે, એક શખ્સ હથિયાર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવીને વસીમ ઉર્ફે સાહબાઝ હબીબ કુરેશી (ઉ.વ.૩૭, ધંધો. ભંગારનો ડેલો, રહે.મનહર સોસાયટી મેઈન રોડ, ગામેતી હોલની સામે, દૂધસાગર રોડ) ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની ઝડતી લેતા તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ, બે નંગ જીવતા કારતૂસ અને એક મોબાઈલ ફોન મળી આવતાં તેની સઘન પુછતાછ કરવામાં આવતાં તેને હથિયાર વર્ષ ૨૦૧૫ માં મુકેશ નામનો પરપ્રાંતીય શખ્સ પાસેથી રૂ.૩૫ હજારમાં લીધાની કબૂલાત આપી હતી
ક્રાઇમ બ્રાન્ચે વાવડી વિસ્તારમાંથી પકડેલ રહીમ જામનગરી તો જાણે કાયદાનો ભય જ નહોતો. રહીમ સરાજાહેર ગેરકાયદે હથિયાર નેફામાં લઈને ફરતો હતો. તે કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પૂર્વે જ ક્રાઈમ બ્રાન્ચની ટીને રહીમને હથિયાર સાથે પકડી લીધો હતો.

