Navsari,તા.૨૭
દેશના રાજકીય ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે. જ્યારે દેશના પ્રધાનમંત્રી કોઈ જિલ્લા કક્ષાના રાજકીય કાર્યાલયનું લોકાર્પણ કરશે. આગામી ૮ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના ગ્રીડ હાઇવે પર આકાર પામેલા દેશના પ્રથમ એઆઇ સુસજ્જ અને હાઇટેક જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરશે. ૧૦ કરોડથી વધુના ખર્ચે અને માત્ર પોણા બે વર્ષના વિક્રમી સમયમાં તૈયાર થયેલું આ કોર્પોરેટ શૈલીનું કાર્યાલય માત્ર રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી અને ગ્રીન એનર્જીનું એક આદર્શ મોડલ સાબિત થવા જઈ રહ્યું છે ૪૦,૦૦૦ સ્ક્વેર ફૂટના વિશાળ કેમ્પસમાં પથરાયેલું નવસારી જિલ્લા ભાજપનું આ ’નમો કમલમ’ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, સોલર પેનલ અને વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓથી સજ્જ છે.
પરંતુ આ મુલાકાતનું સૌથી મોટું પાસું છે – પ્રધાનમંત્રીના આગમન સાથે જોડાયેલો જનકલ્યાણનો મહાયજ્ઞ. વડાપ્રધાનના આગમનને વધાવવા માટે સમગ્ર નવસારી જિલ્લામાં કલેક્ટર તંત્ર અને ભાજપ સંગઠન દ્વાર ટીબી મુક્ત નવસારી, કુપોષણ નાબૂદી, ૩૫૦ થી વધુ ગામોમાં સ્વચ્છતા અભિયાન અને સુકન્યા સમૃદ્ધિ જેવી કલ્યાણકારી યોજનાઓને જનભાગીદારીથી ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. એક તરફ સંગઠનની સુસજ્જતા અને બીજી તરફ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો પહોંચતો લાભ – નવસારી દેશ સામે વિકાસ અને સુશાસનનું નવું શિખર સર કરવા જઈ રહ્યું છે.
તાજેતરમાં નવસારી ખાતે આયોજિત ’સંવાદ’ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી.આર. પાટીલે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાત કરી છે. નવસારીમાં એક અત્યાધુનિક કોર્પોરેટ શૈલીનું જિલ્લા ભાજપ કાર્યાલય સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે, અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભવ્ય કાર્યાલયના ઉદ્ઘાટન માટે પોતાનો કિંમતી સમય ફાળવવાની સંમતિ આપી દીધી છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત કોઈ જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, જે આ પ્રસંગને ઐતિહાસિક બનાવે છે.
સી.આર. પાટીલ દ્વારા આ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને માત્ર પોણા બે વર્ષના ટૂંકા ગાળામાં જ આ પ્રોજેક્ટ સાકાર થઈ ગયો છે. આશરે ૧૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને ૪૦૦૦૦ સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ કાર્યાલય કોઈપણ મલ્ટીનેશનલ કંપનીની આધુનિક ઓફિસને પણ ટક્કર મારે તેવું છે. સી.આર. પાટીલના જણાવ્યા અનુસાર, કદની દ્રષ્ટિએ આ કાર્યાલય વિશ્વના અન્ય કાર્યાલયો કરતાં કદાચ નાનું હોઈ શકે, પરંતુ તેની ગુણવત્તા અને સુવિધાઓ તેને દેશનું સવર્શ્રેષ્ઠ અને આદર્શ કાર્યાલય બનાવે છે.
જે રીતે ભારતીય જનતા પાર્ટી દેશભરમાં પોતાનો વ્યાપ વધારી રહી છે, તેને અનુરૂપ હવે સંગઠનાત્મક કામગીરીમાં પણ કોર્પોરેટ કલ્ચર અપનાવવામાં આવી રહ્યું છે. દેશના આ સૌથી હાઈટેક અને સુવિધાજનક ભાજપ કાર્યાલયમાં નીચે મુજબની અત્યાધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે

