લાકડી ધોકા ધારીયા સહિતના હથિયાર સાથે બંને પક્ષે એક બીજા પર તૂટી પડ્યા, બે શખ્સો ગંભીર
Wankaner,તા.28
વાંકાનેર તાલુકાના કણકોટ ગામે આજે સવારે બે જૂથ વચ્ચે અથડામણ થયેલ જેમાં બંને પક્ષે 8 શખ્સો ઇજગસ્ત થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે પ્રેમ લગ્ન કરવા બાબતે બે જૂથ વચ્ચે ધોકા પાઇપથી સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના કણકોટ ગામે રહેતા જીવરાજભાઈ નાથાભાઈ સારદિયા ઉંમર વર્ષ 45 વર્ષીય આધેડ આજે સવારે ગામ દાઢી કરાવતા હતા ત્યારે તેમના ગામના અરવિંદભાઈ ભવનભાઈ મકવાણા આવેલ અને અચાનક જીવરાજભાઈ ને સાથે માથાકૂટ કરી હતી જેથી જીવરાજભાઈ ઘરે જતા અરવિંદભાઈ ભવનભાઈ મકવાણા દિલીપભાઈ અરવિંદભાઈ મકવાણા પંકજભાઈ અરવિંદભાઈ મકવાણા બીપીનભાઈ અપુભાઈ રવિભાઈ ત્રણ મહિલાઓ અને બે અજાણ્યા શખ્સો જીવરાજ ભાઈ ના ઘરે ધોકા પાઇપ ધાર્યા સહિતના આતંક અત્યારે સાથે ઘસી આવ્યા હતા અને જીવરાજભાઈ નાથાભાઈ સારદીયા ઉમર વર્ષ 45, જયરાજ જીવરાજભાઈ સારદીયા ઉંમર વર્ષ 21, હાર્દિકભાઈ જીવરાજભાઈ ઉંમર વર્ષ 19, રમેશભાઈ નાથાભાઈ ઉંમર વર્ષ 52, અરવિંદભાઈ રમેશભાઈ સારદીયા ને આડેધડ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો જેમાં પાંચ શખ્સોને ઇજગસ્ત થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં સામા પક્ષે કણકોટ ગામે રહેતા અરવિંદભાઈ ભવનભાઈ મકવાણા જણાવ્યું હતું કે સવારે ઘરે હતા ત્યારે જીવરાજ નાથાભાઈ સારદીયા, જયરાજ જીવરાજભાઈ સારદીયા, હાર્દિક જીવરાજભાઈ સારદીયા સહિત શખ્સો ઘર પાસે ધોકા પાઇપ ધારીયા સહિતના હથિયાર સાથે હુમલો કર્યો હતો જેમાં નિલેશભાઇ અરવિંદભાઈ મકવાણા.અને અરવિંદભાઈ ભવનભાઈ મકવાણા પંકજભાઈ અરવિંદભાઈ મકવાણા અને માથાના ભાગે ગંભીર જાઓ થતા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બંને બક્ષે સામ સામે મારામારીમાં આઠ શખ્સો ઘવાયા હતા જેમાં ખાનગી હોસ્પિટલમાં બે શખ્સોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગે ગામના ગોવિંદભાઈ બાબુભાઈ સરવૈયા ની એ જીવરાજભાઈ સારદીયાના ભાણેજ સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનો ખાર રાખી મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોરી ગઈ હતી અને બંને પક્ષોની સામ સામે ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અંગે હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે

