કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી: પરિવારમાં આક્રંદ છવાયો
Rajkot,તા.31
શહેરના ભાગોળે આવેલ નાકરાવાડી ગામે રહેતી 30 વર્ષીય મહિલા નાકરાવાડી આરએમસી ડમ્પિંગ સાઈડ ખાતે કચરો વીણતી વેળાએ કોઈ કારણોસર કમરના ભાગે પતરું લાગી જતા તાત્કાલિક અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનો ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામે રહેતી અલ્પાબેન મહેશભાઈ પાડલીયા ઉંમર વર્ષ 30 વર્ષીય મહિલા ગઈકાલે બપોરે 1:00 વાગ્યે આસપાસ પોતે નાકરાવાડી ખાતે આવેલ આરએમસી ડમ્પીંગ સાઈડ પર કચરો વીણવાનું કામ કરતી હતી ત્યારે કોઈ કારણોસર કમરના ભાગે પતરું લાગી જતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ હતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ ખસેડવામાં આવ્યો હતો આ મહિલાના મોત થી પરિવારમાં ગમગીની છવાઈ હતી અંગે કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

