Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો
    • દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી
    • Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે
    • PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ
    • Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!
    • આર્થિક વિકાસથી મોદી ખુશ : ફરી `Swadeshi ‘નું આહવાન
    • September IPO: ભારતીય કંપનીઓ રૂ. 25,000 કરોડ એકત્ર કરવા સજ્જ
    • યાત્રાધામ દ્વારકામાં ભાવિકોમાં જબરો ઉત્સાહ : જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»યાત્રાધામ દ્વારકામાં ભાવિકોમાં જબરો ઉત્સાહ : જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું
    ધાર્મિક

    યાત્રાધામ દ્વારકામાં ભાવિકોમાં જબરો ઉત્સાહ : જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dwarka, તા.1
    યાત્રાધામ દ્વારકામાં આગામી તા. 04 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પરપ3માં જન્મોત્સવની ભવ્ય ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તંત્ર દ્વારા જન્માષ્ટમી પર્વની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઠાકોરજીના જન્મોત્સવના દર્શન અને ઉજવણી માટે ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.

    જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને દ્વારકાધીશ જગતમંદિરને આકર્ષક અને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. રોશનીથી ઝળહળતા જગતમંદિરની ભવ્યતા દૂર સુધી નજરે પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિલાયન્સના સહયોગથી મુંબઈના જેમિની ગ્રુપ દ્વારા જગતમંદિરને કલાત્મક રોશનીથી સજાવવામાં આવ્યું છે.

    જન્માષ્ટમીના દિવસે શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર
    દ્વારકાધીશ જગતમંદિર ખાતે જન્માષ્ટમીની પરંપરાગત ઉજવણીને અનુલક્ષીને શ્રીજીના દર્શન અને સેવા પૂજાના સમયમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર વહીવટીતંત્ર દ્વારા વૈષ્ણવ ભાવિકોને જાહેર કરવામાં આવેલી સમયસારણી મુજબ દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

    જન્માષ્ટમી
    જન્માષ્ટમીના દિવસે શ્રીજીની મંગલા આરતી સવારે 6:00 કલાકે યોજાશે. ત્યારબાદ સવારે 8:00 કલાકથી ખુલ્લા પડદે સ્નાન તથા અભિષેક પૂજનના દર્શન થશે.
    શ્રીજીને સ્નાન ભોગ સવારે 10:00 કલાકે, શૃંગાર ભોગ સવારે 10:45 કલાકે, શૃંગાર આરતી સવારે 11:00 કલાકે, ગ્વાલ ભોગ સવારે 11:20 કલાકે તથા રાજભોગ બપોરે 12:00 કલાકે ધરાવવામાં આવશે.

    ત્યારબાદ બપોરે 1:00 કલાકથી સાંજે 5:00 કલાક સુધી અનોસર દરમિયાન દર્શન બંધ રહેશે.
    સાંજના સેવા ક્રમમાં ઉત્થાપન દર્શન સાંજે 5:00 કલાકે, ઉત્થાપન ભોગ સાંજે 5:45 કલાકે, સંધ્યા ભોગ સાંજે 7:30 કલાકે, સંધ્યા આરતી સાંજે 7:45 કલાકે, શયન ભોગ રાત્રે 8:00 કલાકે તથા શયન આરતી રાત્રે 8:30 કલાકે યોજાશે.
    રાત્રે 9:00 કલાકે શયન અનોસર થતાં દર્શન બંધ રહેશે. રાત્રે 9:00 કલાકથી મધ્યરાત્રિ 12:00 કલાક સુધી ભાવિકો માટે દર્શન બંધ રહેશે.

    મધ્યરાત્રિએ જન્મોત્સવ આરતી, 2:30 સુધી ખુલ્લા રહેશે દર્શન
    ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે રાત્રે 12:00 કલાકે શ્રીજીની જન્મોત્સવ આરતી યોજાશે. આરતી બાદ ભાવિકોને રાત્રે 2:30 કલાક સુધી જન્મોત્સવના દર્શનનો લાભ મળશે. ત્યારબાદ રાત્રે 2:30 કલાકે શ્રીજી શયન થતાં દર્શન બંધ થશે.

    શનિવારે પારણા નૌમની ઉજવણી
    જન્માષ્ટમીના બીજા દિવસે શનિવારે પારણા નૌમ નિમિત્તે શ્રીજીના પારણા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે શૃંગાર આરતી સવારે 7:00 કલાકે, મધ્યાન ભોગ સવારે 9:00 કલાકે અને રાજભોગ સવારે 10:00 કલાકે ધરાવવામાં આવશે.

    ત્યારબાદ સવારે 10:30 કલાકે અનોસર થતાં સાંજે 5:00 કલાક સુધી દર્શન બંધ રહેશે. સાંજે 5:00 કલાકે ઉત્થાપન દર્શન થશે. ઉપરાંત સાંજે 6:00 કલાકથી 7:00 કલાક દરમિયાન બંધ પડદે અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સાંજનો અન્ય સેવા-પૂજાનો ક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે.
    જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને દ્વારકા શહેરમાં ધાર્મિક માહોલ સર્જાયો છે અને દેશ-વિદેશમાંથી આવતા ભાવિકોમાં ઠાકોરજીના જન્મોત્સવના દર્શનને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    ધ્રોલ
    ધ્રોલ હિંદુ સેનાના ઉપક્રમે આગામી જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી તા.04/09/2026 ને શુક્રવારના રોજ કરવામાં આવશે. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે, આ શોભાયાત્રા અત્રેના વૈજનાથ મહાદેવના મંદિર પાસે આવેલ વૈષ્ણવોની આવેલી ખાતે થી સવારે 9:00 કલાકે પ્રસ્થાન કરશે અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. હિન્દુ સેના તરફથી યોજવામાં આવેલ આ શોભાયાત્રામાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને સમયસર હાજર રહેવા હિન્દુ સેનાના આગેવાનો તરફથી વિનંતી કરવામાં આવેલ છે.

    Dwarka Jagat Mandir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSomnathમાં સદાશિવના જોડીયા શિવલિંગો,12 ફુટ ઉંચા ઓટલા ઉપર બિરાજમાન છે આ બે શિવલિંગો
    Next Article September IPO: ભારતીય કંપનીઓ રૂ. 25,000 કરોડ એકત્ર કરવા સજ્જ
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    Somnathમાં સદાશિવના જોડીયા શિવલિંગો,12 ફુટ ઉંચા ઓટલા ઉપર બિરાજમાન છે આ બે શિવલિંગો

    September 1, 2026
    સૌરાષ્ટ્ર

    ત્રીજા સોમવારે Somnath માં 71 હજારથી વધુ ભક્તોએ કર્યા દાદાના દર્શન

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,660
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,920
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 13:01
    Categories
    Latest News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026

    આર્થિક વિકાસથી મોદી ખુશ : ફરી `Swadeshi ‘નું આહવાન

    September 1, 2026
    Search
    Main News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.