Bangalore,તા.02
સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોન વચ્ચે રમાઇ રહેલા દુલિપ ટ્રોફી-2026ના સેમી ફાઇનલ મેચમાં ઇસ્ટ ઝોનનો એક વિકેટે અત્યારે 61 રન થયા છે. આ પહેલા સેન્ટ્રલ ઝોને બીજો દાવ 1પ8 રનમાં પુરો કર્યો જયારે તેને પ્રથમ દાવામાં ર66 રન કર્યા હતા.જયારે ઇસ્ટ ઝોને પણ પ્રથમ દાવમાં ર66 રન કર્યા હતા. અત્યારે વૈભવ સૂર્યવંશી 40 રને આઉટ થયો છે જેમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા સામીલ છે. આ લખાય છે ત્યારે ઇસ્ટ ઝોનને હવે ફકત 98 રન જીત માટે જોઇએ છે અને તેને વૈભવની વિકેટ ગુમાવી છે.

