Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 11 નવેમ્બર નું પંચાંગ
    • 11 નવેમ્બર નું રાશિફળ
    • દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
    • પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
    • 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
    • જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
    • તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
    • શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»નિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattSeptember 23, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૯.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૫૯ સામે ૮૨૧૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૭૭૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૭૭ સામે ૨૫૨૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૫૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ભારતને ભીંસમાં લેવા દરેક પ્રયાસ કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સૌથી વધુ એચ-૧બી વિઝાનો લાભ મેળવતા ભારતીયોની રોજગારી છીનવવા તરફી એકાએક વનટાઈમ એક લાખ ડોલર વીઝા ફી વસૂલવાનો નિર્ણય જાહેર કરતાં દેશના સૌથી વધુ આ વીઝાનો લાભ મેળવતી આઈટી – સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી સેક્ટરને ફટકો પડવાના સંકેતો સામે સરકાર દ્વારા જીએસટી દરોમાં ઘટાડાનો અમલ થઈ જતાં દેશની ગ્રાહક જનતા અને ઉદ્યોગોને ફાયદો થવાની અપેક્ષાએ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, આગામી દિવસોમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધુ કપાત અંગેના સંકેતો આપશે તેવી ધારણાંએ ડોલરમાં સુધારો આવતા ડોલર સામે રૂપીયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે માંગ નબળી પડવાની ધારણાંએ ક્રુડઓઈલમાં નરમાઈ ચાલુ રહી હતી.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, બેન્કેક્સ, ઓટો, ટેલિકોમ્યુનિકેશન અને ફાઈનાન્શિયલ સર્વિસીસ સેક્ટરલમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૫૬ અને વધનારની સંખ્યા ૧૭૯૮ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એક્સિસ બેન્ક ૨.૩૨, બજાજ ફાઈનાન્સ ૧.૯૪%, મારુતિ સુઝુકી ૧.૮૩%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૮૧%, કોટક બેન્ક ૧.૫૫%, ટાટા સ્ટીલ ૧.૧૧%, એનટીપીસી લિ. ૧.૧૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૮૯% અને ટાટા મોટર્સ ૦.૭૮% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટ્રેન્ટ લિ. ૨.૩૪%, ટેક મહિન્દ્રા ૨.૦૭%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૯૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૦%, એશિયન પેઈન્ટ ૧.૪૨%, ઇટર્નલ લિ. ૦.૯૮%, આઈટીસી લિ. ૦.૯૨%, સન ફાર્મા ૦.૭૮% અને ભારતી એરટેલ ૦.૭૪% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૪૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૩.૫૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે એચ૧બી વિઝા ફી વધારાની અસર મિશ્ર જોવા મળી શકે છે. ખાસ કરીને આઈટી સેવા ક્ષેત્રને ધ્યાનમાં રાખીએ તો, એચ૧બી વિઝા ફીમાં થયેલા વધારા કારણે ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ અને વિપ્રો જેવી મોટી કંપનીઓના ઓપરેશનલ ખર્ચમાં વધારો થશે. સાથે જ અમેરિકાથી આવતા રેમિટેન્સમાં ઘટાડો અને રૂપિયામાં દબાણથી વિદેશી સંસ્થાગત રોકાણકારોની ભાવના પર અસર પડી શકે છે, જેના પરિણામે બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. હાલ રૂપિયો એશિયાના અન્ય ચલણોની સરખામણીએ નબળો પડતો જાય છે, જેનાથી આયાત આધારિત ક્ષેત્રો પર વધુ અસર થઈ શકે છે અને સમગ્ર બજાર પર નકારાત્મક અસર જોવા મળી શકે છે.

    પરંતુ ટૂંકાગાળે જોવામાં આવે તો આ જ પરિસ્થિતિ ભારતીય આઈટી સેવા કંપનીઓ માટે નવી તક પણ ઉભી કરી શકે છે. અમેરિકાની કંપનીઓ પોતાના ખર્ચ ઘટાડવા ભારત જેવા દેશોમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનું વિસ્તરણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. માઈક્રોસોફ્ટ, મોર્ગન સ્ટેન્લી અને ગુગલ જેવી કંપનીઓ પહેલાથી જ ભારતમાં મોટા કેન્દ્રો ચલાવે છે અને આવનારા સમયમાં આ પ્રવાહ વધુ ઝડપથી વધી શકે છે. પરિણામે, ભારતીય ટેક્નોલોજી તથા સેવા ક્ષેત્ર માટે રોજગારની નવી તકો ઊભી થશે અને આવકના સ્ત્રોતો મજબૂત બનશે. આથી, ટૂંકાગાળે બજારમાં નકારાત્મક દબાણ હોવા છતાં ભારતીય શેરબજાર માટે વૃદ્ધિના નવા માર્ગ ખુલતા જોવા મળી શકે છે.

    તા.૨૪.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૩.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૫૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૧૮૦ પોઈન્ટ થી ૨૫૧૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એસબીઆઈ લાઈફ ( ૧૮૨૫ ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૪૭૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૦ ) :- રૂ.૧૩૮૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૭૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૯૫ ) :- રિફાઇનરી અને માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૮ થી રૂ.૧૪૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • અદાણી ગ્રીન ( ૧૧૩૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૦૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • સન ફાર્મા ( ૧૬૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૦૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસીસ લિ. ( ૧૫૦૫ ) :- રૂ.૧૫૩૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૪૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૩૭૨ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૪૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૭૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૫૫ થી રૂ.૧૧૪૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૦૬૪ ) :- રૂ.૧૦૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

      Related Posts

      વ્યાપાર

      MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

      November 10, 2025
      વ્યાપાર

      વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!

      November 10, 2025
      વ્યાપાર

      IPO કે માર્કેટ ? નાણાનું રોકાણ કયાં કરવું ??

      November 10, 2025
      વ્યાપાર

      Gold and silver ફરી સળગ્યા : તોતિંગ ઉછાળો

      November 10, 2025
      રાષ્ટ્રીય

      શું તમે પગારદાર છો ? તમને આવકવેરાની નોટીસ મળી છે !!

      November 10, 2025
      રાષ્ટ્રીય

      Airtel and Vi ના યુઝર્સને ઝટકો : રિચાર્જ પ્લાનમાં વધારી દીધા દામ

      November 10, 2025
      Add A Comment
      Leave A Reply Cancel Reply

      Search
      Editors Picks

      11 નવેમ્બર નું પંચાંગ

      November 10, 2025

      11 નવેમ્બર નું રાશિફળ

      November 10, 2025

      દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

      November 10, 2025

      પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ

      November 10, 2025

      11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

      November 10, 2025

      જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

      November 10, 2025
      Advertisement

      Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

      We're social. Connect with us:

      Facebook X (Twitter) WhatsApp Telegram
      Latest Posts

      11 નવેમ્બર નું પંચાંગ

      November 10, 2025

      11 નવેમ્બર નું રાશિફળ

      November 10, 2025

      દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

      November 10, 2025
      Contact

      Phone No. : (0281) 2466772

      Mobile No. : +91 98982 03536

      Email : [email protected]

      WhatsApp No : +91 94089 91449

      Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

      © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
      • Home
      • About Us
      • Disclaimer
      • Privacy Policy
      • Terms of Service
      • Contact

      Type above and press Enter to search. Press Esc to cancel.