રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૯.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૧૫ સામે ૮૧૫૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૦૯૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૧૧ સામે ૨૫૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૫૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૯૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના એચ-૧બી વીઝા માટે વનટાઈમ એક લાખ ડોલર ફીના નિર્ણયની સતત નેગેટીવ અસરે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનને સંબોધનમાં યુક્રેન મામલે રશિયાને નવી ચેતવણી આપતાં અને ભારત તેમજ ચાઈના દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદીને રશિયાને યુદ્ધ માટે ફંડ પૂરૂ પાડવામાં આવી રહ્યાના નિવેદન અને ટેરિફ વધારવાની ચીમકીએ આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં ફંડો સાવચેતીમાં વધુ વેચવાલ બન્યા હતા.
સ્થાનિક સ્તરે જીએસટીમાં ઘટાડાનું પોઝિટીવ પરિબળ પણ ડિસ્કાઉન્ટ થવા લાગ્યા સાથે તહેવારોની સીઝનમાં અપેક્ષિત કન્ઝયુમર ખરીદી નહીં જોવાઈ રહ્યાના અહેવાલોએ ભારતીય શેરબજારમાં સતત પાંચમાં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલેના લેબર માર્કેટમાં નબળાઈ તથા ફુગાવાની ચિંતા વચ્ચે સમતુલા જાળવવાનું ફેડરલ રિઝર્વ ચાલુ રાખશે તેવા નિવેદન વચ્ચે આગામી વ્યાજ દર સંદર્ભમાં સાવચેતી અપનાવતા તેની પ્રતિકૂળ અસર ડોલર ઈન્ડેક્સ પડતા ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે અમેરિકામાં ગત સપ્તાહમાં સ્ટોક ઘટીને આવતા પૂરવઠા ખેંચ ઊભી થવાની ધારણાંએ ક્રુડઓઈલમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને મેટલ સેક્ટરલમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૦૯ અને વધનારની સંખ્યા ૧૪૭૪ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં બીઈએલ લિ. ૨.૦૫%, ભારતી એરટેલ ૦.૩૧% અને એક્સિસ બેન્ક ૦.૨૮% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટ્રેન્ટ લિ. ૩.૧૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૦૫%, ટાટા મોટર્સ ૨.૭૧%, ટીસીએસ લિ. ૨.૫૦%, એશિયન પેઈન્ટ ૨.૨૩%, એનટીપીસી લિ. ૨.૦૩%, અદાની પોર્ટસ ૧.૭૦%, બજાજ ફાઈનાન્સ ૧.૬૬%, બજાજ ફિનસર્વ ૧.૩૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૩૧% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૩૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૨૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૭.૩૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૩ કંપનીઓ વધી અને ૨૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરને ૬.૫૦% જાળવી રાખ્યો છે. મજબૂત સ્થાનિક સ્તરે માંગ, સારા ચોમાસા, આવક વેરામાં રાહત, ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડો અને સરકારી ઈન્વેસ્ટમેન્ટમાં તેજી જોવા મળતાં આર્થિક પ્રવૃત્તિ માટે સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. જો કે અમેરિકાના ટેરિફના કારણે નિકાસ પર અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, પરંતુ સ્થાનિક માંગ મજબૂત રહેવાના કારણે અર્થતંત્ર વ્યાપક દૃષ્ટિએ સ્થિર રહેવાની શક્યતા છે.
ફુગાવાના ઓછા દબાણને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે મોંઘવારી દર ૩.૨૦% સુધી નીચે રહેવાની ધારણા છે, જે રિઝર્વ બેન્કને રેપો રેટમાં વધુ ૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડા માટે પ્રેરણા આપી શકે છે. નાણાંકીય નીતિમાં આ શાંતિ અને સ્થાનિક સ્તરે માંગ મજબૂત રહેવાની અપેક્ષા ભારતીય શેરબજારમાં સહારો આપી શકે છે. તીવ્ર સ્પર્ધા અને વૈશ્વિક ટેરિફ પડકારો હોવા છતાં, આ પરિણામો રોકાણકારો માટે રોકાણ વધારવાની સકારાત્મક સંકેત આપે છે, જે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર માટે સહાયક બની શકે છે.
તા.૨૬.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૫.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૬૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૯૭૦ ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૮૮ થી રૂ.૧૯૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૭૯ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૪૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૯૩ થી રૂ.૧૪૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- સન ફાર્મા ( ૧૬૩૧ ) :- રૂ.૧૬૦૬ નો પ્રથમ તેમજ રૂ.૧૫૯૪ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૪૭ થી રૂ.૧૬૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- સિપ્લા લિ. ( ૧૫૧૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ભારતી એરટેલ ( ૧૯૪૦ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૯૦૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૯૫૬ થી રૂ.૧૯૬૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૪૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૨૬ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૫૫ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ભારત ફોર્જ ( ૧૨૦૮ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૮૨ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૬૫ થી રૂ.૧૦૫૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૫૬ ) :- રૂ.૧૦૮૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૨૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in