રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૯.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૫૯ સામે ૮૦૯૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૩૩૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૪૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૬૭ સામે ૨૪૯૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૬૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૮૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૧ ઓક્ટોબરથી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ૧૦૦% સાથે અનેક બીજા સેક્ટરો પર પણ ટેરિફ લગાવવાની જાહેરાતના પગલે આજે ભારતીય શેરબજારમાં ૭૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જીએસટી દરોમાં ઘટાડાને બજાર ડિસ્કાઉન્ટ કરી રહ્યું હોવા સાથે તહેવારોની સીઝનમાં કન્ઝયુમર ડયુરેબલ્સ, વાહનોની ખરીદી એકંદર અપેક્ષિત નહીં હોવાના અહેવાલોએ આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ યુક્રેન મામલે રશિયા પર વધુ અમેરિકા, યુરોપના દેશોના તોળાતા વધુ પ્રતિબંધો સાથે ભારત અને ચાઈના પર પણ અમેરિકાની ટેરિફ વધારવાની ચીમકીને લઈ સેન્ટીમેન્ટ ડહોળાવા લાગતાં આજે સતત છઠ્ઠા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ પણ હાલ તુરત ઘોંચમાં પડી હોવાના અને ટેરિફ વધારવાની ટ્રમ્પની ચેતવણીને લઈ ફંડો, ખેલંદાઓ સતત સાવચેતીમાં શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલ રહ્યા હતા.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુએસ આર્થિક વૃદ્ધિ, બેરોજગારીના દાવાઓ, ટકાઉ માલ અને જથ્થાબંધ ઇન્વેન્ટરીના આંકડા અપેક્ષાઓ કરતાં વધુ સારા આવતા ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વ્યાજદરમાં વધુ ઘટાડાની અપેક્ષાએ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે અમેરિકા ખાતેથી પૂરવઠા ખેંચની શકયતાએ ક્રુડઓઈલમાં સુધારા તરફી આગેકૂચ જળવાઈ રહી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મુખ્યત્વે બીએસઈ ટેલિકોમ્યુનિકેશન, ફોકસ્ડ આઈટી, આઈટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ટેક, કોમોડિટીઝ, મેટલ, કેપિટલ ગુડ્સ અને સર્વિસીસ સેક્ટરલમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૦૦ અને વધનારની સંખ્યા ૧૦૪૧ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં લાર્સન ૨.૩૮%, ટાટા મોટર્સ ૧.૩૨%, આઈટીસી ૧.૨૧%, અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૩૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૩.૭૦%, ઈટર્નલ લિ. ૩.૩૯%, ટાટા સ્ટીલ ૨.૮૧%, બજાજ ફાઈનાન્સ ૨.૭૫%, સન ફાર્મા ૨.૫૫%, એશિયન પેઈટ ૨.૫૨%, ટેક મહિન્દ્ર ૨.૫૧%, ઈન્ફોસિસ ૨.૪૩% અને ટીસીએસ ૨.૦૪% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૬.૮૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૦.૫૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૪ કંપનીઓ વધી અને ૨૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડમાં લિસ્ટેડ કંપનીઓના આ રેકોર્ડ સ્તરના રોકાણને મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે. બજારમાં અનિશ્ચિતતા અને મર્યાદિત વૃદ્ધિ માર્ગો હોવા છતાં, કંપનીઓ પોતાની વધારાની રોકડને મૂડી સાચવવા માટે મુખ્યત્વે ડેટ અથવા લિક્વિડ ફંડ્સમાં મૂકે છે, જે બજારમાં સ્થિરતા લાવી શકે છે. બિન-નાણાકીય કંપનીઓના રેકોર્ડ સ્તરના રોકડ બેલેન્સ અને ઓછી બેંક વ્યાજદરની પરિસ્થિતિ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પ્રવાહ જાળવી રાખશે, જેના કારણે ડેટ ફંડ્સમાં સતત માંગ રહેવાની સંભાવના છે. આ પ્રવાહ ઈક્વિટી માર્કેટમાં તાત્કાલિક તેજી લાવવાને બદલે બજારના ઉતાર – ચઢાવ સામે સપોર્ટ પૂરો પાડવાની ભૂમિકા ભજવી શકે છે.
જોકે, કંપનીઓ નવી ક્ષમતામાં મૂડી ખર્ચને ટાળી રહી છે અને મજબૂત આર્થિક વૃદ્ધિ ન દેખાય ત્યાં સુધી મોટું ઈક્વિટી રોકાણ શક્ય નથી. તેથી, બજારની ભાવિ દિશા મર્યાદિત પણ સ્થિર રહી શકે છે, જ્યાં મ્યુચ્યુઅલ ફંડના સતત પ્રવાહના કારણે મોટા પડકારો વચ્ચે પણ બજારમાં ટેકો મળી શકે છે. જો વ્યાજદરમાં વધારો કે વૈશ્વિક ટેરિફ અનિશ્ચિતતા ઓછી થાય તો આગામી દિવસોમાં ઈક્વિટી માર્કેટમાં ધીરે ધીરે રોકાણ મજબૂત બની શકે છે.
તા.૨૯.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૬.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૭૦ પોઈન્ટ થી ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સન ફાર્મા ( ૧૫૮૩ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૯૫ થી રૂ.૧૬૦૬ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૫૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૧૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૭૩ થી રૂ.૧૪૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૬૫ ) :- રૂ.૧૩૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૩૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૭૮ થી રૂ.૧૩૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૬૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૫૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૧૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૬૪ થી રૂ.૧૦૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એસબીઆઈ લાઈફ ( ૧૭૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૧૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૮૦ થી રૂ.૧૭૬૫ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- સિપ્લા લિ. ( ૧૪૯૫ ) :- રૂ.૧૫૦૯ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૧૭ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૮૦ થી રૂ.૧૪૬૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૩૯૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એક્સીસ બેન્ક ( ૧૧૫૩ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૨૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૮૮ ) :- રૂ.૧૧૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૫૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૨૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in