Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 3, 2025

    નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    October 3, 2025

    Junagadh: માણાવદર તાલુકામાં ગેસ-તેલનો જથ્થો મળવા પૂરી શકયતા

    October 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • Junagadh: માણાવદર તાલુકામાં ગેસ-તેલનો જથ્થો મળવા પૂરી શકયતા
    • Junagadh: બે સ્થળોએથી રૂા.9.68 લાખનો દારૂ પકડાયો: બે વાહન જપ્ત
    • Junagadh: સગીરને ઉપાડી જઈ ફિલ્મી સ્ટાઈલમાં પાંચ સગીરે માર મારી વીડીયો ઉતાર્યો
    • Jasdan:સિવિલ હોસ્પિટલનું મુઠ્ઠી ઉંચેરૂ કાર્ય : હજારો દર્દીઓની તપાસ
    • Jasdan-Vinchiya તાલુકાના માતાજીના મઢે મંત્રી કુંવરજી બાવળીયાએ દર્શન કર્યા
    • Amreli દરેક ગામે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદની રચના કરાશે : દિલીપ સંઘાણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattOctober 3, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૦.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૮૩ સામે ૮૦૬૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૪૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૨૦૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૬૭ સામે ૨૪૯૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૦૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની મીટિંગમાં આ વખતે રેપો રેટ ૫.૫% જાળવી રાખવાનો નિર્ણય લેવાયા છતાં આગામી દિવસોમાં વ્યાજ દરમાં ઘટાડાનો સંકેત આપવામાં આવતાં અને આર્થિક વૃદ્વિનો અંદાજ પણ વધારીને કોર્પોરેટ માટે ધિરાણ ઉપલબ્ધિ વધારવા, એક્વિઝિશન, ગ્રાહક રક્ષણ વધારા અને રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણને વેગ આપવા ઘણા નિયામક પગલાં જાહેર કરાતા આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં તેની પોઝીટીવ અસરે ઉછાળો જોવાયો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, નબળા આર્થિક ડેટા ઉપરાંત શટડાઉનને કારણે અમેરિકામાં ઊભી થયેલી રાજકીય અનિશ્ચિતતાએ કારણે ડોલરમાં નબળાઈ નોંધાતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રુડઓઈલના પૂરવઠામાં વધારો થવાની ધારણાંએ ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૦ અને વધનારની સંખ્યા ૨૭૧૦ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૩.૪૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૧૫%, એક્સિસ બેન્ક ૨.૧૬%, કોટક બેન્ક ૧.૮૪%, લાર્સન લિ. ૧.૬૯%, બીઈએલ ૧.૪૯%, ભારતી એરટેલ ૧.૪૮%, ટાઈટન કંપની લિ. ૧.૩૭% અને એશિયન પેઈન્ટ ૦.૮૯% વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર ૧.૧૧%, મારુતિ સુઝુકી ૧.૦૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૫%, સન ફાર્મા ૦.૫૮%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૧% અને બજાજ ફિનસર્વ ૦.૪૧% અને ટાટા કન્સલ્ટન્સી ૦.૪૧% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૪૩ લાખ કરોડ વધીને ૪૫૭.૭૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક્ઝિટ લોડમાં થયેલા તાજેતરના ઘટાડા ભારતીય શેરબજાર માટે મહત્વપૂર્ણ સંકેત છે. મ્યુચ્યુઅલ ફંડની અગ્રણી સંસ્થાઓએ સ્પર્ધાને પહોંચી વળવા તથા રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને એક્ઝિટ લોડ ઘટાડી દીધો છે. આ બદલાવ ખાસ કરીને ટૂંકા ગાળાના રોકાણકારો માટે ફાયદાકારક છે, કારણ કે એક્ઝિટ લોડ તેમની વળતર ક્ષમતા પર સીધી અસર કરે છે. ટૂંકા ગાળામાં, આ પ્રકારની નીતિઓ રોકાણકારોને વધુ સરળતા સાથે પ્રવેશ-પ્રસ્થાન કરવાની તક આપે છે, જેના કારણે માર્કેટમાં વધુ પ્રવાહીતા જોવા મળશે. વધારે રોકાણકારોની ભાગીદારી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને મજબૂત બનાવશે અને એફઆઈઆઈ તથા ડોમેસ્ટિક રોકાણકારો વચ્ચે વિશ્વાસ વધારશે, જે શેરબજારમાં સતત સકારાત્મક પ્રવાહ જાળવી શકે છે.

    આ પ્રવૃત્તિ માત્ર સ્પર્ધાત્મક વ્યૂહરચના નથી, પરંતુ ભારતીય બજારને વધુ પારદર્શક અને રોકાણકાર-કેન્દ્રિત બનાવવાનો પ્રયાસ છે. ઓછા એક્ઝિટ લોડને કારણે નાના અને મધ્યમ રોકાણકારો માટે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ આકર્ષક વિકલ્પ બની શકે છે, જે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે. પરિણામે, ઇક્વિટી બજારમાં લાંબા ગાળાના મૂડી પ્રવાહમાં વધારો થવાની શકયતા છે, જે ઈન્ડેક્સ સ્તરે સ્થિરતા અને વૃદ્ધિને ટેકો આપશે. તેથી, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની આ બદલાતી નીતિઓ ભારતીય શેરબજાર માટે સકારાત્મક બની શકે છે.

    તા.૦૬.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૩.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૦૦૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૮૮ પોઈન્ટ થી ૨૫૧૩૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૭૧ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૮૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૧૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૫૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૦૨ થી રૂ.૧૨૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • અદાણી ગ્રીન ( ૧૦૮૦ ) :- રૂ.૧૦૬૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૪૪ બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૯૪ થી રૂ.૧૧૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૯૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૩ થી રૂ.૧૦૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૫૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • સ્ટેટ બેન્ક ( ૮૭૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૩૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૮૯ થી રૂ.૯૯૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • વોલ્ટાસ લિ. ( ૧૩૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૧૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ભારત ફોર્જ ( ૧૨૧૯ ) :- રૂ.૧૨૪૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૫૭ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૦૨ થી રૂ.૧૧૯૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૪૩ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૯ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૦૭૯ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૬૪ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૮૭૫ ) :- રૂ.૮૯૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૦૯ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૬૦ થી રૂ.૮૪૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૧૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 3, 2025
    વ્યાપાર

    દશેરાએ Gold And Silver ની ખરીદીને `ઉંચા ભાવનુ ગ્રહણ’ : બપોર સુધી ઠંડો માહોલ

    October 3, 2025
    વ્યાપાર

    Rajkot ની એસ્ટેટ માર્કેટ ટોપ ગીયરમાં: સપ્ટેમ્બર – 25માં 13020 મિલ્કતોનું વેચાણ

    October 3, 2025
    રાષ્ટ્રીય

    Navratri-Dussehra નાં તહેવારો માં વાહનોનાં વેચાણમાં 25 થી 100 ટકા વૃધ્ધિ

    October 3, 2025
    વ્યાપાર

    MCX મન્થલી માર્કેટ રિપોર્ટ

    October 2, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 3, 2025

    Junagadh: માણાવદર તાલુકામાં ગેસ-તેલનો જથ્થો મળવા પૂરી શકયતા

    October 3, 2025

    Junagadh: બે સ્થળોએથી રૂા.9.68 લાખનો દારૂ પકડાયો: બે વાહન જપ્ત

    October 3, 2025

    Junagadh: સગીરને ઉપાડી જઈ ફિલ્મી સ્ટાઈલમાં પાંચ સગીરે માર મારી વીડીયો ઉતાર્યો

    October 3, 2025

    Jasdan:સિવિલ હોસ્પિટલનું મુઠ્ઠી ઉંચેરૂ કાર્ય : હજારો દર્દીઓની તપાસ

    October 3, 2025

    Jasdan-Vinchiya તાલુકાના માતાજીના મઢે મંત્રી કુંવરજી બાવળીયાએ દર્શન કર્યા

    October 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 3, 2025

    Junagadh: માણાવદર તાલુકામાં ગેસ-તેલનો જથ્થો મળવા પૂરી શકયતા

    October 3, 2025

    Junagadh: બે સ્થળોએથી રૂા.9.68 લાખનો દારૂ પકડાયો: બે વાહન જપ્ત

    October 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.