Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kaushal family કેટરીનાની ગર્ભાવસ્થાથી ચિંતિત છે, તેના સાળા સનીએ પરિવારની પરિસ્થિતિનો ખુલાસો કર્યો

    October 6, 2025

    Arbaaz Khan પિતા બન્યો, પત્ની શૂરા ખાને પુત્રીને જન્મ આપ્યો

    October 6, 2025

    Sharad Purnima ની મહિમા

    October 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kaushal family કેટરીનાની ગર્ભાવસ્થાથી ચિંતિત છે, તેના સાળા સનીએ પરિવારની પરિસ્થિતિનો ખુલાસો કર્યો
    • Arbaaz Khan પિતા બન્યો, પત્ની શૂરા ખાને પુત્રીને જન્મ આપ્યો
    • Sharad Purnima ની મહિમા
    • ગીતામૃતમ્..અસતની સત્તા(ભાવ) અને સતનો અભાવ વિદ્યમાન નથી.
    • Nikki એ અરબાઝને ચેતવણી પણ આપી હતી કે ધનશ્રી તેની સાથે છેતરપિંડી કરી રહી છે
    • Sara Ali Khan પહેલી વાર ઇબ્રાહિમ સાથે રેમ્પ વોક કર્યું, ભાઈએ બહેન પર પ્રેમ વરસાવ્યો
    • તંત્રી લેખ…ટેરિફ પડકારોનો સામનો કરવા માટે મુક્ત વેપાર કરારો અસરકારક છે
    • વૃક્ષમ શરણં ગચ્છામી : પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattOctober 6, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૦.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૨૦૭ સામે ૮૧૨૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૦૬ સામે ૨૪૯૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૭૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો જોવા મળ્યો હતો. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ઓકટોબરમાં રેટ ઘટાડાની અપેક્ષા, અમેરિકી ડોલર નબળો પડવા સહિતના પરિબળો અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ યથાવત રહ્યા છતાં કોર્પોરેટ ઈન્ડિયા માટે પ્રોત્સાહક પગલાંની પોઝિટીવ અસરે આજે શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    ટ્રમ્પ સરકાર દ્વારા મોટી ફાર્મા કંપનીઓ પર ૧૦૦% ટેરિફ હાલ તુરત મુલતવી રાખવામાં આવતાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા હોવાના પોઝિટીવ પરિબળે મેટલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા અને વૈશ્વિક નિકાસ માંગની પણ અપેક્ષાએ આજે ફંડોએ તેજી કરી હતી. પ્રાઈમરી માર્કેટમાં મેગા આઈપીઓની વણઝારને લઈ સેકન્ડરી માર્કેટમાં તેજી અટક્યા બાદ હવે આગામી દિવસોમાં મેગા ઈસ્યુઓ પૂરા થવાની સાથે લિક્વિડિટી સેકન્ડરી માર્કેટમાં મોટી તેજીની અપેક્ષાએ આજે ખેલંદાઓ, ફંડોએ મોટી ખરીદી શરૂ કરી હતી.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, સોમવારે મજબૂત સ્થાનિક ઇક્વિટી અને સંભવિત આઈપીઓ સંબંધિત પ્રવાહ વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે સ્થિર ટ્રેડિંગ કરી રહ્યો હતો, જયારે અમેરિકામાં ક્રુડઓઈલનું ઉત્પાદન ઘટયું હોવાના અહેવાલે ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો અટકયો હતો.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મેટલ, કોમોડિટીઝ, યુટિલિટીઝ, એફએમસીજી, પાવર, ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને સર્વિસીસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૫૩ અને વધનારની સંખ્યા ૧૮૨૭ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા કન્સલ્ટન્સી ૨.૯૬%, ટેક મહિન્દ્ર ૨.૬૨%, એક્સિસ બેન્ક ૨.૬૧%, ઈટર્નલ લિ. ૨.૦૧%, ઈન્ફોસિસ લિ. ૧.૯૮%, બજાજ ફાઈનાન્સ ૧.૯૫%, કોટક બેન્ક ૧.૮૯%, બજાજ ફિનસર્વ ૧.૭૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૪૯%, મારુતિ સુઝુકી ૧.૨૬% અને સન ફાર્મા ૧.૨૨% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૧.૮૮%, અદાણી પોર્ટ્સ ૧.૨૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૦૭%, ટાઈટન કંપની લિ. ૦.૯૭%, ટ્રેન્ટ લિ. ૦.૯૧%, આઈટીસી ૦.૮૮% અને એનટીપીસી ૦.૮૫% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૦૭ લાખ કરોડ વધીને ૪૫૯.૮૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૦ કંપનીઓ વધી અને ૧૦ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી દિવસોમાં ભારતીય શેરબજારની રુખ વૈશ્વિક પરિબળો અને સ્થાનિક આર્થિક સંકેતો પર આધારિત રહેશે. અમેરિકી રાજનીતિમાં શાંતિના સંકેતો, ફાર્મા ટેરિફ મામલે રાહત અને મધ્યપૂર્વના તણાવમાં ઘટાડો – આ બધા પરિબળો વૈશ્વિક ઇક્વિટી માર્કેટ માટે હકારાત્મક વાતાવરણ સર્જી રહ્યા છે. આ સાથે, અમેરિકન ડોલર સામે રૂપિયો સ્થિર રહેતો અને કાચા તેલના ભાવમાં થોડો સુધાર જોવાતો, ભારતીય અર્થતંત્ર માટે રાહતરૂપ છે. વિદેશી રોકાણકારો દ્વારા ચાલુ વેચવાલીમાં ધીમો પડકાર જોવાતો હોવાથી માર્કેટમાં વિશ્વાસ પાછો આવવાની શક્યતા છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાને રોકવાની ધારણા પણ ઇમર્જિંગ માર્કેટ્સ માટે ટેકોરૂપ બની શકે છે.

    સ્થાનિક સ્તરે, કોર્પોરેટ કમાણી સીઝનની શરૂઆત પૂર્વે માર્કેટમાં સિલેક્ટિવ સ્ટોક-સ્પેસિફિક મૂવમેન્ટ જોવાય તેવી ધારણા છે. બેન્કિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ક્ષેત્રમાં ફંડામેન્ટલ સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે, જ્યારે ટેક અને ફાર્મા સેક્ટરમાં વોલેટિલિટી યથાવત્ રહી શકે છે. સરકાર તરફથી કેપેક્સ વધારાના આશાવાદી સંકેતો અને મજબૂત જીએસટી વસૂલાત પણ બજારને સપોર્ટ આપશે. વોલેટિલિટી અને વૈશ્વિક રાજકીય અસ્પષ્ટતા વચ્ચે ઈન્વેસ્ટરો માટે “બાય ઓન ડીપ્સ”ની સ્ટ્રેટેજી વધુ યોગ્ય ગણાશે.

    તા.૦૭.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૬.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૮૮ પોઈન્ટ થી ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારત ફોર્જ ( ૧૨૩૦ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૫૨ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૧૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૭૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૦૫૭ ) :- રૂ.૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૮ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • એચડીએફસી બેન્ક ( ૯૭૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૯ થી રૂ.૯૯૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૪૨ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • સ્ટેટ બેન્ક ( ૮૭૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૪૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૮૮૬ થી રૂ.૮૯૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઈન્ફોસીસ લિ. ( ૧૪૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૯૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • વોલ્ટાસ લિ. ( ૧૩૪૪ ) :- રૂ.૧૩૬૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૭૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૧૦ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી ગ્રીન ( ૧૦૬૫ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૩ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૯૬ ) :- રૂ.૧૦૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૨૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૪ થી રૂ.૯૭૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! ૧૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

    Related Posts

    વ્યાપાર

    10 ટકાથી ઓછા ભારતીયો Stocks And Mutual Funds માં રોકાણ કરે છે

    October 6, 2025
    વ્યાપાર

    ભારતીય કંપનીઓમાં IPO માટે ઉત્સાહ, રેકોર્ડ તોડ ફાઈલિંગ્સ…!!

    October 6, 2025
    વ્યાપાર

    સોનામાં વૈશ્વિક રોકાણ વધ્યું, યુ.એસ. ટોચે અને ભારત ટોપ ૧૦માં…!!

    October 6, 2025
    વ્યાપાર

    રોકાણકારોના વલણમાં મોટો ફેરફાર… બેન્ક ડિપોઝીટમાં ઘટાડો બીજી તરફ મ્યુ. ફંડ અને શેરબજારમાં વધારો…!!

    October 6, 2025
    વ્યાપાર

    Pakistanની વેપાર ખાધ ૪૬ ટકા જેટલી વધી,આયાતમાં તીવ્ર વધારો થયો અને નિકાસમાં ઘટાડો થયો

    October 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kaushal family કેટરીનાની ગર્ભાવસ્થાથી ચિંતિત છે, તેના સાળા સનીએ પરિવારની પરિસ્થિતિનો ખુલાસો કર્યો

    October 6, 2025

    Arbaaz Khan પિતા બન્યો, પત્ની શૂરા ખાને પુત્રીને જન્મ આપ્યો

    October 6, 2025

    Sharad Purnima ની મહિમા

    October 6, 2025

    ગીતામૃતમ્..અસતની સત્તા(ભાવ) અને સતનો અભાવ વિદ્યમાન નથી.

    October 6, 2025

    Nikki એ અરબાઝને ચેતવણી પણ આપી હતી કે ધનશ્રી તેની સાથે છેતરપિંડી કરી રહી છે

    October 6, 2025

    Sara Ali Khan પહેલી વાર ઇબ્રાહિમ સાથે રેમ્પ વોક કર્યું, ભાઈએ બહેન પર પ્રેમ વરસાવ્યો

    October 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kaushal family કેટરીનાની ગર્ભાવસ્થાથી ચિંતિત છે, તેના સાળા સનીએ પરિવારની પરિસ્થિતિનો ખુલાસો કર્યો

    October 6, 2025

    Arbaaz Khan પિતા બન્યો, પત્ની શૂરા ખાને પુત્રીને જન્મ આપ્યો

    October 6, 2025

    Sharad Purnima ની મહિમા

    October 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.