રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૯૨૬ સામે ૮૧૮૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૬૪૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૭૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૨૫ સામે ૨૫૨૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકાના ઈઝરાયેલ – હમાસ યુદ્ધનો અંત લાવવાના પ્રયાસ વચ્ચે ઈઝરાયેલે ગાઝા પર વધુ બોમ્બમારો અને અમેરિકામાં શટડાઉન અને ટેરિફ મામલે પરિસ્થિતિ વણસી રહી હોવાના અહેવાલો અહેવાલો વચ્ચે સતત ચાર દિવસની તેજી બાદ આજે ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ભારત સરકાર દ્વારા ટેરિફને લઈ સરકારની આત્મનિર્ભર ભારત પર ફોક્સ કરતી નીતિના એક પછી એક લેવાઈ રહેલા પગલાં પૈકી જીએસટી દરોમાં ફેરફાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના દેશના ઉદ્યોગોને બેન્કોનું વધુ ધિરાણ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના પગલાં અને ભારત-યુ.કે. વચ્ચે ટ્રેડ કરારો છતાં આજે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા સેન્ટીમેન્ટ નેગેટીવ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વ્યાજ દરમાં ઘટાડો અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આગામી દિવસોમાં વધુ ઘટાડો કરવાની અપેક્ષાએ ડોલર ઇન્ડેક્સ નબળો પડતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રુડઓઈલનો માલભરાવો થવાની ધારણાંએ ઓપેક દ્વારા ઉત્પાદનમાં સાવચેતીભર્યો વધારો કરાશે તેવા અહેવાલે ક્રુડઓઈલના ભાવ વધતા અટકી સ્થિર જોવા મળ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મુખ્યત્વે ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૩૪ અને વધનારની સંખ્યા ૧૭૪૦ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટાઈટન કંપની લિ. ૪.૩૮%, ઈન્ફોસિસ લિ. ૨.૬૭%, ટાટા કન્સલ્ટન્સી ૧.૭૮%, એચસીએલ ટેકનોલોજી ૧.૩૪%, ટેક મહિન્દ્ર ૧.૧૭%, ઈટર્નલ લિ. ૧.૧૦%, ભારતી એરટેલ ૦.૭૧%, બજાજ ફાઈનાન્સ ૦.૫૧% અને ટાટા સ્ટીલ ૦.૨૬% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટાટા મોટર્સ ૨.૪૧%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૯૧%, બીઈએલ લિ. ૧.૬૭%, ટ્રેન્ટ લિ. ૧.૪૬%, સન ફાર્મા ૧.૩૭%, એનટીપીસી લિ. ૧.૩૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૭%, બજાજ ફિનસર્વ ૧.૧૭% અને એશિયન પેઈન્ટ ૧.૦૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૩૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૭.૮૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ૬.૩%થી વધારી ૬.૫% કર્યું છે. અનુમાનમાં આ વધારો સ્થાનિક વપરાશમાં સુધારો, કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક વૃદ્ધિ અને ગ્રામીણ રોજગારીમાં વધારાને કારણે થયો છે. વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ, ભારત આ વર્ષે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે. જો કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વૃદ્ધિનું અનુમાન ઘટાડવામાં આવ્યું છે. તેનું મુખ્ય કારણ અમેરિકાએ ભારતના કેટલાક ઉત્પાદનો પર લાગુ કરેલો ૫૦% ટેરિફ છે, જેનો નકારાત્મક પ્રભાવ આગામી વર્ષે જોવા મળી શકે છે.
આરબીઆઈએ પણ ઑક્ટોબર મહિનાની એમપીસી બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન ૬.૫%થી વધારી ૬.૮% કર્યું છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડા મુજબ, બીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર ૭%, ત્રીજા ત્રિમાસિકમાં ૬.૪% અને ચોથા ત્રિમાસિકમાં ૬.૨% રહેવાની ધારણા છે. મોંઘવારીની દ્રષ્ટિએ પણ સ્થિતિ અનુકૂળ છે. રિટેલ મોંઘવારી ૨.૬% રહેવાની ધારણા છે, જે ઓગસ્ટમાં નોંધાયેલા ૩.૧%થી ઓછી છે. ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ફુગાવો ૪% સુધી મર્યાદિત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તા.૦૯.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૮.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૮૮ પોઈન્ટ થી ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૭૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૩૧ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી ગ્રીન ( ૧૦૫૦ ) :- રૂ.૧૦૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૭ બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૭૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૨૩ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૯૨૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૮૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૬૮ ) :- રૂ.૧૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૯૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૨૩ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ભારત ફોર્જ ( ૧૧૭૮ ) :- ઓટો કમ્પોનન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૮૦ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૬૩ થી રૂ.૯૫૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૮૬૨ ) :- રૂ.૮૮૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૮૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૪૪ થી રૂ.૮૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in