રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૭૩ સામે ૮૧૯૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૬૬૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૭૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૨૦ સામે ૨૫૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૨૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૭૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો જોવા મળ્યો હતો. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ઓકટોબરમાં રેટ કટની અપેક્ષા, અમેરિકી ડોલર નબળો પડવા સહિતના પરિબળો અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ યથાવત રહ્યા છતાં કોર્પોરેટ ઈન્ડિયા માટે પ્રોત્સાહક પગલાંની પોઝિટીવ અસરે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું તેમજ ટ્રમ્પ સરકાર દ્વારા મોટી ફાર્મા કંપનીઓ પર ૧૦૦% ટેરિફ હાલ તુરત મુલતવી રાખવામાં આવતાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું.
દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા હોવાના પોઝિટીવ પરિબળે મેટલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા અને વૈશ્વિક નિકાસ માંગની પણ અપેક્ષાએ આજે ફંડોએ તેજી કરી હતી. પ્રાઈમરી માર્કેટમાં મેગા આઈપીઓની વણઝારને લઈ સેકન્ડરી માર્કેટમાં તેજી અટક્યા બાદ હવે આગામી દિવસોમાં મેગા ઈસ્યુઓ પૂરા થવાની સાથે લિક્વિડિટી સેકન્ડરી માર્કેટમાં મોટી તેજીની અપેક્ષાએ આજે ખેલંદાઓ, ફંડોએ મોટી ખરીદી શરૂ કરી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં સરકારી શટડાઉનને એક સપ્તાહ કરતા પણ વધુ સમય વીતિ ગયો છે ત્યારે તેની પણ અર્થતંત્ર પર અસર પડવાની ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે શટડાઉનને કારણે મહત્વના સરકારી આંકડા પ્રસિદ્ધ થવામાં ઢીલ થઈ રહી છે, જેને કારણે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત કરાશે કે કેમ અનિશ્ચિતતાએ ગુરુવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે ગત સપ્તાહમાં અમેરિકામાં મહત્વના ડિલિવરી મથક ખાતે ડબ્લ્યુટીઆઈનો સ્ટોક ઘટયો હોવાના અહેવાલે ક્રુડઓઈલમાં ભાવ ઊંચકાયા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ ૨.૧૬%, કોમોડિટીઝ ૧.૩૪%, ફોકસ્ડ આઈટી ૧.૧૩%, આઈટી ૧.૦૨%, સર્વિસીસ ૦.૮૭%, હેલ્થકેર ૦.૮૪%, કેપિટલ ગુડ્સ ૦.૭૮%, ટેક ૦.૭૬%, રિયલ્ટી ૦.૭૪%, પાવર ૦.૬૩% અને ઈન્ડસ્ટ્રિયલ્સ તેમજ યુટિલિટીઝ ૦.૬૧% વધ્યા હતા, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૦ અને વધનારની સંખ્યા ૨૦૯૯ રહી હતી, ૧૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૨.૬૫%, એચસીએલ ટેકનોલોજી ૨.૨૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૮%, સન ફાર્મા ૧.૬૪%, બીઈએલ ૧.૪૨%, ટાટા કન્સલ્ટન્સી ૧.૧૬%, લાર્સન લિ. ૧.૧૧%, ઈટર્નલ લિ. ૧.૧૧% અને કોટક બેન્ક ૧.૦૪% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૦.૯૦%, ટાઈટન લિ. ૦.૪૪%, મારુતિ સુઝુકી ૦.૨૧%, ટાટા મોટર્સ ૦.૧૮%, એચડીએફસી બેન્ક ૦.૧૬% અને ભારતી એરટેલ ૦.૦૮% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૧ લાખ કરોડ વધીને ૪૬૦.૪૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૪ કંપનીઓ વધી અને ૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ચોખ્ખા ઇક્વિટી રોકાણે રૂ.૪ લાખ કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક ફંડ મેનેજરોએ કુલ રૂ.૪.૦૨ લાખ કરોડનું રોકાણ સ્થાનિક ઇક્વિટીમાં કર્યું છે. પાછલા વર્ષના રૂ.૪.૩ લાખ કરોડના રેકોર્ડ રોકાણ પછી, જો હાલની ગતિ જળવાઈ રહી તો ફંડ હાઉસો ૫ લાખ કરોડના સ્તર સુધી પહોંચી શકે છે. આ વર્ષ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઇક્વિટી ખરીદીનું સતત પાંચમું વર્ષ છે. કોરોના બાદના મજબૂત વળતરો સાથે રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહ્યો છે. એસઆઈપી દ્વારા પણ રોકાણ પ્રવાહ મજબૂત રહ્યો છે. જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન એસઆઈપી મારફતે કુલ રૂ.૨.૨ લાખ કરોડનું રોકાણ થયું છે, જેમાંથી આશરે ૯૦% ફંડ્સ ઇક્વિટી સ્કીમમાં જ મૂકવામાં આવ્યા છે.
ખાસ નોંધનીય એ છે કે સુસ્ત બજાર પરિસ્થિતિ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા થયેલી વેચવાલી વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સનો રોકાણ પ્રવાહ ચાલુ રહ્યો છે. આ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારથી રૂ.૧.૬ લાખ કરોડની નિકાસ કરી છે. સ્થાનિક ફંડ હાઉસોના આ મજબૂત રોકાણથી વિદેશી વેચવાલીનો દબાણ સંતુલિત થયો છે, જેના કારણે બજારમાં મોટો ઘટાડો અટકાવવામાં સહાય મળી છે. અગાઉની મંદી દરમિયાન પણ રિટેલ રોકાણકારોનો વિશ્વાસ ટક્યો હતો, પરંતુ લાંબા ગાળાની નબળાઈ સેન્ટિમેન્ટને અસર કરી શકે છે. અસ્થિરતા અને ટૂંકા ગાળાના ઘટાડા વચ્ચે પણ રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહેવું બજાર માટે સકારાત્મક સંકેત છે.
તા.૧૦.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૯.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૭૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૩૦૩ પોઈન્ટ થી ૨૫૩૭૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૯૪૮ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૬૪ થી રૂ.૧૯૭૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૯૨ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૪૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૧૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ભારત ફોર્જ ( ૧૨૦૭ ) :- રૂ.૧૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૭૫ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૩૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૫૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૯૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૪૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૦૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૫૬ થી રૂ.૧૦૬૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિ. ( ૧૫૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૦૩ થી રૂ.૧૪૯૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૫૯ ) :- રૂ.૧૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૭૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૨૨ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૬૬ થી રૂ.૧૩૫૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૫૭ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૯૧૦ ) :- રૂ.૯૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૯૮ થી રૂ.૮૮૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in