રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૭૨ સામે ૮૨૦૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૦૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૫૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૭૩ સામે ૨૫૨૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૧૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાએ હવે જીનેરિક દવાઓ પર ટેરિફ નહીં વસૂલવાનું જાહેર કરતાં અને ભારત સાથે સંબંધો સુધારવા ટ્રમ્પ સરકાર પર અમેરિકામાં જ વધતા દબાણની પોઝિટીવ અસર તેમજ યુ.કે.ના વડાપ્રધાન કેઈર સ્ટારમેરની ભારત મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે વેપાર કરારોની પોઝિટીવ અસરે આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ફંડોએ ફરી સાર્વત્રિક તેજી કરી હતી.
ભારત સરકાર દ્વારા ટેરિફને લઈ સરકારની આત્મનિર્ભર ભારત પર ફોક્સ કરતી નીતિના એક પછી એક લેવાઈ રહેલા પગલાં પૈકી જીએસટી દરોમાં ફેરફાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દેશના ઉદ્યોગોને બેંકોનું વધુ ધિરાણ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના પગલાઓને કારણે આજે બજારમાં સેન્ટીમેન્ટ પોઝિટીવ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓને કારણે શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે હમાસ તથા ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની પહેલ થઈ રહ્યાના અહેવાલે ક્રુડઓઈલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કોમોડિટીઝ, ઓઈલ એન્ડ ગેસ અને ફોકસ્ડ આઈટી ઘટ્યા હતા, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૬ અને વધનારની સંખ્યા ૨૪૭૪ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૨.૧૬%, મારુતિ સુઝુકી ૧.૭૨%, એક્સિસ બેન્ક ૧.૦૮%, એનટીપીસી ૧.૦૭%, પાવર ગ્રીડ ૧.૦૫%, બીઈએલ લિ. ૦.૯૪%, અદાણી પોર્ટ્સ ૦.૯૦%, ઈટર્નલ લિ. ૦.૮૭%, સન ફાર્મા ૦.૭૫% અને આઈટીસી ૦.૭૩% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૧.૪૭%, ટાટા કન્સલ્ટન્સી ૧.૧૦%, ટેક મહિન્દ્ર ૦.૬૨%, ટાઈટન કંપની લિ. ૦.૫૦%, બજાજ ફાઈનાન્સ ૦.૪૬%, ટાટા મોટર્સ ૦.૧૫%, ભારતી એરટેલ ૦.૦૯% અને બજાજ ફાઈનાન્સ ૦.૦૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૭૨ લાખ કરોડ વધીને ૪૬૨.૦૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્ષ ૨૦૨૫માં ભારતીય પ્રાઈમરી માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવામાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે પહોંચ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધી અંદાજીત ૭૪ કંપનીઓએ આઈપીઓ દ્વારા કુલ ૧૪.૨૦ અબજ ડોલર, એટલે કે અંદાજીત રૂ.૮૫,૨૪૦ કરોડ ઊભા કર્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન ઊભી કરાયેલી રકમનો આંક ત્રીજો સૌથી મોટો રહ્યો છે. એક તરફ પ્રાઈમરી માર્કેટમાં ઉછાળો જળવાઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ સેકન્ડરી માર્કેટમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત નાણાં બહાર ખેંચી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધી એફઆઈઆઈએ આશરે ૧૮ અબજ ડોલર બજારમાંથી પાછા ખેંચ્યા છે.
જોકે, પ્રાઈમરી માર્કેટમાં તેમનું રોકાણ હજી પણ આશરે પાંચ અબજ ડોલર જેટલું રહ્યું છે. આઈપીઓ બાદ લિસ્ટિંગમાં રોકાણકારોને મળતા આકર્ષક વળતરના કારણે પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોનો ઉત્સાહ યથાવત રહ્યો છે. વિદેશી રોકાણકારોના આઉટફ્લોને વચ્ચે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સે બજારમાં મહત્વનો ટેકો આપ્યો છે. પ્રાપ્ત આંકડા મુજબ, મ્યુચ્યુઅલ ફંડ્સે અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટીમાં અંદાજીત રૂ.૪ લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જે ગયા વર્ષના રૂ.૪.૩ લાખ કરોડની સરખામણીએ થોડું ઓછું છે, પરંતુ પ્રવાહ હજી મજબૂત છે, તેથી આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં પોઝિટીવ સેન્ટીમેન્ટ યથાવત્ જોવા મળી શકે છે.
તા.૧૩.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૦.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૪૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૪૭૪ પોઈન્ટ થી ૨૫૫૭૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૦૫ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૧૯ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૮ ) :- રૂ.૧૩૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૪૪ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૮૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૧૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૧૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઇફસાયન્સિસ ( ૯૯૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારતી એરટેલ ( ૧૯૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૯૦ આસપાસ સપોર્ટથી રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૦૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૮ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૮૪ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૧૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૫૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૩૭ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૭૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૧૪ થી રૂ.૧૧૦૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૬૯ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૯૧૧ ) :- રૂ.૯૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૯૮ થી રૂ.૮૮૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in