રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૦૦ સામે ૮૨૦૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૦૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૩૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૧૧ સામે ૨૫૩૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૩૦૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક અનિશ્ચિતતા, પ્રોફિટ બુકિંગ અને આર્થિક ચિંતાઓને કારણે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધનો અંત અને અમેરિકાના ટેરિફ મામલે કૂણા પડેલા વલણ છતાં વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીમાં તેજીનો સટ્ટો વિખેરાવા લાગી ફંડોએ મોટી ઉથલપાથલ શરૂ કર્યાના પરિબળે વૈશ્વિક ઈક્વિટી બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું.
વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ, ખાસ કરીને અમેરિકાના બજારમાં પ્રોફિટ બુકિંગ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા અંગે કોઈ હકારાત્મક સંકેત ન મળતા વૈશ્વિક રોકાણકારોમાં સાવચેતી રહી હતી. સાથે જ ડોલર સામે રૂપિયો ફરી નબળો પડતા વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી વધ્યાની સાથે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થવાની શક્યતાએ દેશના આયાત ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ વધવાના કારણે આજે સ્થાનિક બજારમાં નેગેટીવ માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાના ૧૦૦% ટેરિફ તેમજ યુએસ-ચીન વેપાર યુદ્ધના નરમ પડવાને કારણે ડોલરમાં ઉછાળો નોંધાતા સોમવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે હમાસ તથા ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામના પ્રથમ તબક્કાનો માર્ગ મોકળો થતા મધ્ય પૂર્વના વિસ્તારો ખાતેથી ક્રુડ ઓઈલનો પૂરવઠો વધશે તેવી ધારણાંએ ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, યુટિલિટીઝ, બેન્કેક્સ, રિયલ્ટી અને પાવર સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૨૭ અને વધનારની સંખ્યા ૧૬૬૪ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે અદાણી પોર્ટ્સ ૨.૦૪%, બજાજ ફાઈનાન્સ ૧.૩૨%, બજાજ ફિનસર્વ ૦.૯૩%, એક્સિસ બેન્ક ૦.૭૯%, ભારતી એરટેલ ૦.૬૮%, એનટીપીસી ૦.૬૩%, સ્ટેટ બેન્ક ૦.૨૬%, મારુતિ સુઝુકી ૦.૨૪% અને ટાઈટન કંપની લિ. ૦.૧૨% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ ૨.૬૭%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૪૬%, ઈન્ફોસિસ લિ. ૧.૪૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૫%, બીઈએલ ૦.૯૪%, આઈટીસી લિ. ૦.૯૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૪%, ટાટા કન્સલ્ટન્સી ૦.૭૦% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૫૦% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલી સામે લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૩૮ લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૪૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ વધુ આગળ ધપી રહ્યો છે. ભારત સાથે ટ્રેડ ડીલ શક્ય બન્યું નથી ત્યાં ટ્રમ્પે ચીન સાથે ફરી બાથ ભીડતા સેન્ટિમેન્ટ ડહોળાયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધુ ૧૦૦% ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી દીધી જે ૧ નવેમ્બરથી અમલી બનશે. હાલમાં ૩૦% ટેરિફ છે, વધુ ૧૦૦% થતા હવે ૧ નવેમ્બરથી ચીનથી આયાત થનારી વસ્તુઓ પર ૧૩૦% ટેરિફ લાગુ થશે. ટ્રમ્પે આ સાથે અમેરિકાથી નિકાસ થતાં અમેરિકામાં બનેલા મહત્વના સોફ્ટવેરની ચીનમાં નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેની અસર ભારતીય કંપનીઓ પર પણ જોવા મળી શકે છે. વળતા જવાબમાં ચીને પણ ક્રિટિકલ મિનરલ્સ પર નિયંત્રણો આકરા બનાવવાની જાહેરાત કરી છે. વધુમાં, મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાથી અને ખાસ કરીને ગાઝામાં યુદ્ધવિરામ તરફ થયેલી પ્રગતિથી બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પણ ૫% જેવું તૂટીને ૬૨ ડોલર આસપાસ આવી ગયું હતું. આ એક પરિબળ ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ છે.
આગામી દિવસોમાં રિટેલ ફુગાવાના આંકડા અને હોલસેલ ભાવ આધારીત ફુગાવાના આંકડા જાહેર થશે. ઓગસ્ટનો રિટેલ ફુગાવાનો દર ૨.૦૭% રહ્યો હતો. સપ્ટેમ્બરમાં ફુગાવો ઘટીને આવે છે કે તેની આસપાસ રહે છે તે જોવાનું રહે છે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી માટે વ્યાજદર ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આ ડેટા મહત્વના બનશે. સાથે સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ, ઈન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, ટેક મહિન્દ્રા, એલટીઆઈ માઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, ડિક્સન ટેક્નોલોજી વગેરે પરિણામ જાહેર કરશે જેની ભારતીય શેરબજાર પર સીધી અસર જોવાશે.
તા.૧૩.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૩.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૩૦૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૩૭૩ પોઈન્ટ થી ૨૫૪૦૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ઓબેરોઈ રિયલ્ટી ( ૧૫૯૪ ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૪ થી રૂ.૧૬૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૭૪ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૧૬ ) :- રૂ.૧૦૯૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૦ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૧૪ ) :- આયરન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૪ થી રૂ.૧૦૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૮૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૫૫ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૪૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ભારત ફોર્જ ( ૧૨૨૧ ) :- રૂ.૧૨૪૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૫૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૦૩ થી રૂ.૧૧૯૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૯૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૪૦ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૯ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૫૩ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૨૮ થી રૂ.૧૦૧૬ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in