રાજમાતા વિજયકુંવરબાના સ્વર્ગલોકગમનથી સંસ્થા દુઃખની લાગણી અનુભવે, શોભાયાત્રા બંધ
Rajkot
ક્ષાત્ર પર્વ વિજયાદશમી નિમિત્તે તા. ૨૦ને મંગળવારના રોજ શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે સામુહિક શસ્ત્રપૂજનમાં બહોળી સંખ્યામાં યુવાનો, ભાઈઓ, વડીલો ને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે. શ્રી હરભમજી રાજ ગરાસિયા છાત્રાલય ખાતે ક્ષત્રિય (ગિરાસદાર) સમાજ માટે કાલે બપોરે ૩.૦૦ કલાકે શાસ્ત્રોક વિધિ સાથે ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સામુહિક શસ્ત્ર પૂજન યોજાશે. સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શોર્ય શક્તિ પર્વની પરંપરાગત ઉજવણી થશે. સામુહિક શસ્ત્ર પૂજનમાં ક્ષત્રિય ગિરાસદાર યુવાનો, ભાઈઓ, વડીલો, મુરબ્બીઓએ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા અપીલ છે.
સાથે અનુરોધ કરાયો છે કે મોરબીના રાજમાતા વિજયકુંવરબા સાહેબનું સ્વર્ગલોકગમન થયું હોવાથી સંસ્થા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે.રાજમાતા દ્વારા મોરબી ને સામાજિક ક્ષેત્રે દરબાર ગઢ, મણી મંદિર,અનેકવિધ તે સમય માં પણ બાંધકામો કરવામાં આવ્યા હતા જે આજે મોરબી ને સૌરાષ્ટ્ર ની અંદર પેરિસ ગણવામાં આવે છે. બીજું ક્ષત્રિય સમાજ ના છાત્રાલય માટે કિંમતી જગ્યા અને દાન પણ આપેલ, મોરબી ની સાથે સમગ્ર ક્ષત્રિય સમાજ ને ખૂબ મોટી ખોટ પડી છે આ દુઃખદ પ્રસંગને ધ્યાને રાખીને વિજયાદશમી પર્વની પરંપરાગત શોભાયાત્રા બંધ રાખવામા આવી છે. શાસ્ત્રોક વિધિ સાથે સમૂહ શસ્ત્રપૂજન રાબેતા મુજબ ચાલુ રહેશે. બહોળી સંખ્યા સમયસર ઉપસ્થિત રહેવા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ કાર્યવાહક સમિતિ દ્વારા આમંત્રણ સહ અપીલ કરાઈ છે.

