Morbi,તા.20
લક્ષ્મીનગર ગામ નજીકથી બોલેરોમાં ખીચોખીચ અબોલ જીવને ભરી ગેરકાયદે હેરાફેરી કરનાર બે ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના રવાપર નદી ગામે રહેતા રામજીભાઈ શીવાભાઈ મૈયારા (ઉ.વ.૨૬) નામના યુવાને આરોપીઓ જીવણભાઈ સંતુ માનઠાકુર રહે શનાળા ગામની સીમમાં રાજપર ગૌશાળા સામે મૂળ મધ્યપ્રદેશ અને ડ્રાઈવર બાજુમાં બેસેલ ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ બોલેરો જીજે ૧૩ એટી ૩૩૫૧ વાળીમાં બળદો (ગૌવંશ) નંગ ૨ કીમત રૂ ૨૦,૦૦૦ પગ અને મોઢું દોરડાથી બાંધી હલનચલન ના કરી સકે તેવી રીતે બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના કતલખાને અથવા અન્ય હેતુ માટે હેરાફેરી કરી નીકળતા લક્ષ્મીનગર ગામ પાસેથી મળ્યા હતા આરોપી જીવણ માનઠાકુરને ઝડપી લેવામાં આવ્યો છે ડ્રાઈવર બાજુમાં બેસેલ ઇસમ નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે