વૃદ્ધાનું ડાયાલિસીસની સારવાર લેવા જઈ રહેલા દંપતીનું ઘટના સ્થળ મોત ચાલકે સારવાર મળે તે પહેલા દમ તોડ્યીો
Palanpur
Palanpur ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં અજાણ્યા વાહન ચાલક દ્વારા રિક્ષા અને પાછળથી અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં દંપતી સહિત રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું ઘટનાના પગલે તાત્કાલિક પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોરી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે રીક્ષામાં બેઠેલ પેસેન્જર દંપતિ કિડની સારવાર માટે ડાયાલિસિસ કરવા પાલનપુર જતી વેળા અકસ્માત સર્જાયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઇવે ચિચિયારીથી ગુંજી ઉઠયો હતો ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે આસપાસ જેમાં રિક્ષાને પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને બાદરપુરા ઘરનાળા નજીક રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા ફંગોળાઈ હતી અને રિક્ષાના ફુરચા બોલિયા ગયા હતા અજાણ્યાઓ વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો રિક્ષા ચાલક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં ડીસાના સાડીયા ગામે રહેતા ચેહરાભાઈ દજાભાઈ માલપુરા ઉંમર વર્ષ ૬૬ અને પત્ની લાસુબેન ચેહરાભાઈ મલુપુરા ઉંમર વર્ષ ૬૨ વર્ષીય દંપતિનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
ઘટનાને પગલે ગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ વસાવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકે ડીસાના સોતમલા શ્રવણભાઈ દિનેશભાઈ માજીરાવ ઉંમર વર્ષ ૨૪ વર્ષીય યુવક ૧૦૮ મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા જ રીક્ષા ચાલકે દમ તોડ્યો હતો અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે રીક્ષા ચાલક પાલનપુર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારી હોવાનો અને રિક્ષામાં બેઠેલ પેસેન્જર વૃદ્ધ પોતાની પત્નીને ડાયાલિસિસ કરવા પાલનપુર લઈ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે મૃતકના પરિવારમા હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે ગઢ પોલીસે સીસીટીવીની મદદ આધારે અજાણ્યા વાહનચાલકની શોધખોળ સહિત ગુનો નોધવા તજવીજ હાથ ધરી છે.

