Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot માં બાર એશોસિએશન દ્વારા નવેમ્બર માસમા બે દિવસીય નેશનલ લીગલ સેમિનાર

    October 31, 2025

    Dhoraji પંથકમાં દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા

    October 31, 2025

    Dhoraji નજીક બાઇકમાં જોખમી સ્ટંટ કરનાર બેલડી સામે કાર્યવાહી

    October 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot માં બાર એશોસિએશન દ્વારા નવેમ્બર માસમા બે દિવસીય નેશનલ લીગલ સેમિનાર
    • Dhoraji પંથકમાં દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા
    • Dhoraji નજીક બાઇકમાં જોખમી સ્ટંટ કરનાર બેલડી સામે કાર્યવાહી
    • Gondal સાયકલ પરથી પટકાતા યુવાનનું મોત
    • ત્રીજી વખત Women’s World Cup ફાઇનલમાં પહોંચ્યું
    • જેલવાસી યુગલને IVF ટ્રીટમેન્ટ માટે ગુજરાત હાઈકોર્ટે પેરોલ આપ્યા
    • પાટીદાર મહિલા અગ્રણી Jigisha Patel`આપ’માં જોડાયા : કેજરીવાલના હસ્તે ખેસ ધારણ
    • Rajkot ગ્રામ્ય પંથકમાં જુગારના દરોડા: 15 ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી…!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી…!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattOctober 30, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૦.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૯૭ સામે ૮૪૭૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૩૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૪૦૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૩૮ સામે ૨૬૧૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૦૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સ્થાનિક તેમજ વૈશ્વિક કારણોની પાછળ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં અમેરિકાના ચાર એશિયન દેશો સાથે ટ્રેડ ડિલ અને જાપાન સાથે મોટી ડિલ બાદ હવે ચાઈના સાથે આગામી દિવસોમાં થનારી ટ્રેડ વાટાઘાટ પર નજરે થઈ રહેલી ઉથલપાથલ વચ્ચે આજે ભારતીય શેરબજારો પણ તેજીને ફરી બ્રેક લાગી હતી. સાથે સાથે વોલેટીલિટીના અંતે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ સાથે ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તાણ હળવી થઈ રહ્યાના સંકેતો સાથે ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બે દિવસની બેઠકના અંતે કમિટિ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યા બાદ આગામી નાણાકીય નીતિમાં વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાને નકારી કાઢ્યા બાદ ગુરુવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે ઈઝરાયેલ દ્વારા ગાઝા પર ફરી હુમલા શરૂ કરાયાના અહેવાલે ક્રૂડ ઓઈલનો વૈશ્વિક પૂરવઠો વધવાની ચિંતાએ ક્રુડઓઈલના ભાવમાં નરમાઈ ચાલુ રહી હતી.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર ઈન્ડસ્ટ્રીયલ્સ, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, એનર્જી અને રિયલ્ટી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૯૧ અને વધનારની સંખ્યા ૧૮૭૬ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે લાર્સન એન્ડ ટુબ્રો ૦.૯૧%, બીઈએલ ૦.૬૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૬%, મારુતિ સુઝુકી ૦.૨૯%, અદાણી પોર્ટ્સ ૦.૨૨%, ટાઈટન ૦.૨૦% અને તાતા મોટર્સ પેસેન્જર વેહિકલ ૦.૧૭% વધ્યા હતા, જ્યારે ભારતી એરટેલ ૧.૬૪%, પાવર ગ્રીડ ૧.૪૫%, ટેક મહિન્દ્ર ૧.૩૩%, ઈન્ફોસિસ લિ. ૧.૧૪%, બજાજ ફાઈનાન્સ ૧.૦૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૪%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૯૮%, એચડીએફસી બેન્ક ૦.૯૭%, બજાજ ફિનસર્વ ૦.૯૬%, હિંદુસ્તાન યુનિલીવર ૦.૮૧%, એનટીપીસી ૦.૮૦%, એક્સિસ બેન્ક ૦.૭૭%, ટ્રેન્ટ લિ. ૦.૭૭% અને સન ફાર્મા ૦.૭૫% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૯૧ લાખ કરોડ ઘટીને ૪૭૨.૩૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૭ કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ફેડરલ રિઝર્વના ૦.૨૫% વ્યાજદર ઘટાડાના નિર્ણય બાદ વૈશ્વિક સ્તરે લિક્વિડિટી સુધરવાની ધારણા મજબૂત બની છે, જેનાથી ભારતીય શેરબજારમાં પણ હકારાત્મક અસર જોવા મળી શકે છે. યુએસમાં ધીમો ફુગાવો અને નરમ નાણાકીય નીતિ રોકાણકારોને ઈક્વિટી માર્કેટ તરફ આકર્ષિત કરશે, ખાસ કરીને ઉદયમાન અર્થતંત્રો તરફ વિદેશી મૂડી પ્રવાહ વધવાની શક્યતા છે. ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાથી રૂપી પર દબાણ ઘટી શકે છે, જેના કારણે FII પ્રવાહમાં વધારો થવાની આશા છે. આથી ભારતીય બજારમાં બેન્કિંગ, ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્ઝ્યુમર ડિમાન્ડ આધારિત સેક્ટરોમાં તેજીનું વલણ જોવા મળી શકે છે. સાથે જ, વૈશ્વિક રોકાણકારો માટે ભારત ઉંચા વૃદ્ધિ દર અને સ્થિર માઈક્રો ઈકોનોમિક પરિસ્થિતિને કારણે આકર્ષક ડેસ્ટિનેશન તરીકે ઉભરશે.

    આ નિર્ણયથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર પણ નીતિ દર ઘટાડવાનો દબાણ વધ્યો છે, જે સ્થાનિક શેરબજાર માટે વધુ ટેકો રૂપ સાબિત થઈ શકે છે. જો ડિસેમ્બરમાં એમપીસી બેઠકમાં આરબીઆઈ ૦.૨૫%નો દર ઘટાડો કરે, તો કૉર્પોરેટ લોન ખર્ચ ઘટશે અને ઈન્વેસ્ટમેન્ટ સાયકલ ફરી વેગ પકડશે. સ્થાનિક માંગમાં સુધારાને ધ્યાને રાખીને એફએમસીજી, રિયલ એસ્ટેટ અને ઓટો સેગમેન્ટમાં ખાસ લાભ જોવા મળી શકે છે. જો કે, રોકાણકારોએ વૈશ્વિક ફુગાવા અને ભૂરાજકીય જોખમ પર નજર રાખવી જરૂરી છે. કુલ મળીને, ફેડના આ નિર્ણયથી ટૂંકા ગાળે ભારતીય શેરબજાર માટે ભાવિ દિશા હકારાત્મક રહી શકે છે, ખાસ કરીને લિક્વિડિટી વધારાથી સ્મોલ અને મિડકેપ શેરોમાં વધુ ગતિ જોવા મળી શકે છે.

    તા.૩૧.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૩૦.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૦૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૬૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૯૭૯ પોઈન્ટ થી ૨૫૯૦૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૨૧૪ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૯૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૩૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૪૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૮૦ ) :- રૂ.૧૧૬૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૪૪ બીજા સપોર્ટથી ટી એન્ડ કોફી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૭ થી રૂ.૧૨૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૦૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    •  એચડીએફસી બેન્ક ( ૧૦૦૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૬ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૧૮ થી રૂ.૧૦૨૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • સિપ્લા લિ. ( ૧૫૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૨૫ થી રૂ.૧૫૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ટેક મહિન્દ્રા ( ૧૪૪૨ ) :- રૂ.૧૪૬૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૭૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ભારત ફોર્જ ( ૧૩૧૪ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૯૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૦૭૬ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૬૪ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૮ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • અદાણી એનર્જી ( ૬૭૦ ) :- રૂ.૬૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૬૫૬ થી રૂ.૬૪૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૯૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

      Related Posts

      વ્યાપાર

      વૈશ્વિક કોમોડિટીના ભાવો વર્ષ ૨૦૨૬માં છ વર્ષના તળિયે પહોંચશે : વર્લ્ડ બેંકનો અંદાજ

      October 31, 2025
      વ્યાપાર

      રેકોર્ડ તેજી વચ્ચે ભારતમાં સોનાની માંગ ૨૩% વધી…!!

      October 31, 2025
      વ્યાપાર

      એક દાયકાની તેજી બાદ ભારતીય શેરબજારની ગતિ ધીમી…!!

      October 31, 2025
      વ્યાપાર

      રશિયાથી ભારતમાં સસ્તા ક્રુડ ઓઈલનો પૂરવઠો ધીમો પડ્યો…!!

      October 31, 2025
      વ્યાપાર

      રિઝર્વ બેન્કના કુલ ગોલ્ડ રિઝર્વમાંથી ૬૫% સોનું હવે ભારતમાં જ…!!

      October 31, 2025
      વ્યાપાર

      MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

      October 30, 2025
      Add A Comment
      Leave A Reply Cancel Reply

      Search
      Editors Picks

      Rajkot માં બાર એશોસિએશન દ્વારા નવેમ્બર માસમા બે દિવસીય નેશનલ લીગલ સેમિનાર

      October 31, 2025

      Dhoraji પંથકમાં દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા

      October 31, 2025

      Dhoraji નજીક બાઇકમાં જોખમી સ્ટંટ કરનાર બેલડી સામે કાર્યવાહી

      October 31, 2025

      Gondal સાયકલ પરથી પટકાતા યુવાનનું મોત

      October 31, 2025

      ત્રીજી વખત Women’s World Cup ફાઇનલમાં પહોંચ્યું

      October 31, 2025

      જેલવાસી યુગલને IVF ટ્રીટમેન્ટ માટે ગુજરાત હાઈકોર્ટે પેરોલ આપ્યા

      October 31, 2025
      Advertisement

      Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

      We're social. Connect with us:

      Facebook X (Twitter) WhatsApp Telegram
      Latest Posts

      Rajkot માં બાર એશોસિએશન દ્વારા નવેમ્બર માસમા બે દિવસીય નેશનલ લીગલ સેમિનાર

      October 31, 2025

      Dhoraji પંથકમાં દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા

      October 31, 2025

      Dhoraji નજીક બાઇકમાં જોખમી સ્ટંટ કરનાર બેલડી સામે કાર્યવાહી

      October 31, 2025
      Contact

      Phone No. : (0281) 2466772

      Mobile No. : +91 98982 03536

      Email : [email protected]

      WhatsApp No : +91 94089 91449

      Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

      © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
      • Home
      • About Us
      • Disclaimer
      • Privacy Policy
      • Terms of Service
      • Contact

      Type above and press Enter to search. Press Esc to cancel.