Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!

    November 13, 2025

    Shami ની ગેરહાજરી અંગે શુભમન ગિલે કહ્યું કે, ‘શમીભાઈ જેવા બોલરો ભાગ્યે જ મળે છે

    November 13, 2025

    Delhi વિસ્ફોટોને પગલે કોકટેલ ટુનું શૂટિંગ રદ કરવું પડયું

    November 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!
    • Shami ની ગેરહાજરી અંગે શુભમન ગિલે કહ્યું કે, ‘શમીભાઈ જેવા બોલરો ભાગ્યે જ મળે છે
    • Delhi વિસ્ફોટોને પગલે કોકટેલ ટુનું શૂટિંગ રદ કરવું પડયું
    • Rajkot: 2256 મતદાન બુથો પર SIRની કામગીરી માટે તા.15-16 અને 22-23ના ખાસ ઝુંબેશ
    • શેરીઓના રખડતા કુતરા અંગે પત્નીનો પ્રેમ યુગલ વચ્ચે છુટાછેડાનું કારણ બન્યો
    • ગોલ્ડ ETFમાં 7743 કરોડ ઠલવાયા
    • Income Tax AIની મદદથી બેંક ખાતા પર વોચ રાખશે
    • Govinda બેભાન થઈ ગયાં ત્યારે પત્નિ સુનિતા ઘરે ન હોતી ??
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattNovember 13, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૧.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૬૬ સામે ૮૪૫૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૨૫૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૪૭૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૮૬ સામે ૨૫૯૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૯૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૫૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે વિશ્વ સાથે કૂણાં પડયા હોવા સાથે હવે અમેરિકાના ટેલેન્ટની જરૂર હોઈ એચ ૧બી વીઝા ફીના કડક કરાયેલા નિયમો હળવા થવાની અને એક લાખ ડોલરની ફીમાં પણ ઘટાડો થવાની શકયતા તેમજ રશિયા પાસેથી ઓઈલની ભારતની ખરીદી પરના અંકુશો આગામી દિવસોમાં અમેરિકા તબક્કાવાર હળવા કરશે એવા અહેવાલોની પોઝિટીવ અસરે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, જો કે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળવાના એક્ઝિટ પોલના અંદાજો અને અમેરિકાની ભારત સાથે ટ્રેડ ડિલ, ટેરિફમાં ૫૦% ઘટાડાની તૈયારી, ટ્રમ્પ દ્વારા એચ ૧બી વીઝામાં રાહતના સંકેત અને ભારતમાં રિટેલ ફુગાવાનો આંક ઘટીને રેકોર્ડ નીચી સપાટીએ આવી જવાના સંખ્યાબંધ પોઝિટીવ ડેવલપમેન્ટે આજે ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ તેજી કરી હતી.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં શટડાઉન સમાપ્ત કરવા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મતદાન હાથ ધરવામાં આવે તે પૂર્વે અમેરિકા-ચીન વચ્ચે વેપાર કરાર થતા અને ભારત સાથે પણ અમેરિકાનું વેપાર ડીલ થવાની તૈયારી છતાં ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે રશિયા ખાતેથી પૂરવઠા બાબતે અનિશ્ચિતતા વચ્ચે ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, મેટલ, યુટિલિટીઝ, સર્વિસીસ, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને કોમોડિટીઝ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૮૦ અને વધનારની સંખ્યા ૧૮૪૬ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ ૩.૮૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૯૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૧૬%, લાર્સન લિ. ૧.૧૬%, બજાજ ફિનસર્વ ૦.૯૦%, ભારતી એરટેલ ૦.૭૩%, સન ફાર્મા ૦.૪૮% અને મારુતિ સુઝુકી ૦.૪૪% વધ્યા હતા, જ્યારે ઈટર્નલ લિ. ૩.૬૩%, ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ ૨.૨૬%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૪૫%, ટ્રેન્ટ લિ. ૧.૧૮%, ટાટા સ્ટીલ ૧.૧૫%, બીઈએલ ૧.૧૦%, તાતા મોટર પેસેન્જર વ્હીકલ ૧.૦૬%, ટીસીએસ લિ. ૦.૮૧%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૭૦%, બજાજ ફાઈનાન્સ ૦.૬૭%, ઈન્ફોસિસ લિ. ૦.૫૮% અને અદાણી પોર્ટ્સ ૦.૫૨% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૪૯ લાખ કરોડ ઘટીને ૪૭૩.૨૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ડીમેટ ખાતાઓમાં વધારાનો આંકડો બજારમાં ફરીથી ઉર્જા અને વિશ્વાસ પરત આવી રહ્યો હોવાનું સ્પષ્ટ સંકેત આપે છે. રોકાણકારોમાં નવી ઉત્સુકતા અને ભાગીદારી વધતા પ્રાઈમરી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. અનેક નવા આઈપીઓ સફળતાપૂર્વક સબસ્ક્રાઈબ થઈ રહ્યા છે અને તેમાં રોકાણકારોને સારા વળતરની આશા છે. અમેરિકાની સાથે ભારત વચ્ચે ટ્રેડ ડીલની શક્યતા અને વૈશ્વિક સ્તરે ઇન્ફ્લેશનમાં રાહત મળતાં વિદેશી રોકાણકારોની આવકમાં પણ વધારો થવાની ધારણા છે. આ પરિસ્થિતિ શેરબજાર માટે પોઝિટિવ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે, ખાસ કરીને એ સમયે જ્યારે રિટેલ રોકાણકારો ફરી સક્રિય બની રહ્યા છે અને સેકન્ડરી માર્કેટમાં વોલ્યુમમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

    આગામી મહિનાઓમાં ભારતીય શેરબજારની દિશા મોટાભાગે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ડોમેસ્ટિક કોર્પોરેટ અર્નિંગ્સ અને સરકારની સુધારાત્મક નીતિઓ પર આધારિત રહેશે. બજારમાં વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે, પરંતુ પ્રાઈમરી માર્કેટની મજબુતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધતા રોકાણ અને વ્યાજદર સ્થિર રહેવાની ધારણાને પગલે ઈક્વિટી માર્કેટમાં લાંબા ગાળે વૃદ્ધિની સંભાવનાઓ મજબૂત છે. સ્મોલકૅપ અને મિડકૅપ શેરોમાં સાવચેતીપૂર્વક રોકાણ અને ગુણવત્તાવાળા શેરોમાં સિલેક્ટિવ ખરીદી રોકાણકારોને સારું વળતર આપી શકે છે. કુલ મળીને, ભારતીય શેરબજારનું મધ્યમથી લાંબા ગાળાનું દ્રશ્યકોણ હકારાત્મક દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

    તા.૧૪.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૩.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૫૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૦૮ પોઈન્ટ થી ૨૬૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • સન ફાર્મા ( ૧૭૪૭ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૧૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૬૪ થી રૂ.૧૭૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૮૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૫૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૨૯ ) :- રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૩ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૫૬ ) :- ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૦ થી રૂ.૧૧૮૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૧૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • સ્ટેટ બેન્ક ( ૯૫૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૬૯ થી રૂ.૯૭૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૪૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૨૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૮૩ થી રૂ.૧૪૭૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ભારત ફોર્જ ( ૧૩૯૨ ) :- રૂ.૧૪૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૨૦૯ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી ગ્રીન ( ૧૦૭૯ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૬૪ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી બેન્ક ( ૯૮૭ ) :- રૂ.૯૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૩ થી રૂ.૯૬૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

      Related Posts

      વ્યાપાર

      ગોલ્ડ ETFમાં 7743 કરોડ ઠલવાયા

      November 13, 2025
      વ્યાપાર

      Bank of America એ અદાણી ગ્રુપના બોન્ડ્સને ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું

      November 13, 2025
      વ્યાપાર

      નાણાકીય ટેકનોલોજીને સ્માર્ટ બનાવતી hackathon નું સફળ આયોજન

      November 13, 2025
      વ્યાપાર

      Adani Ports and SEZ એ નાણા વર્ષ-26થી પ્રકૃતિ સંબંધિત વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાના અમલના ભાગરુપે TNFD એડોપ્ટર તરીકે સાઇન કર્યું

      November 13, 2025
      રાષ્ટ્રીય

      પ્રિમીયમ વસુલવામાં શૂરી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ હવે કલેમ આપવામાં ઠાગાઠૈયા નહીં કરી શકે

      November 13, 2025
      વ્યાપાર

      MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

      November 12, 2025
      Add A Comment
      Leave A Reply Cancel Reply

      Search
      Editors Picks

      Shami ની ગેરહાજરી અંગે શુભમન ગિલે કહ્યું કે, ‘શમીભાઈ જેવા બોલરો ભાગ્યે જ મળે છે

      November 13, 2025

      Delhi વિસ્ફોટોને પગલે કોકટેલ ટુનું શૂટિંગ રદ કરવું પડયું

      November 13, 2025

      Rajkot: 2256 મતદાન બુથો પર SIRની કામગીરી માટે તા.15-16 અને 22-23ના ખાસ ઝુંબેશ

      November 13, 2025

      શેરીઓના રખડતા કુતરા અંગે પત્નીનો પ્રેમ યુગલ વચ્ચે છુટાછેડાનું કારણ બન્યો

      November 13, 2025

      ગોલ્ડ ETFમાં 7743 કરોડ ઠલવાયા

      November 13, 2025

      Income Tax AIની મદદથી બેંક ખાતા પર વોચ રાખશે

      November 13, 2025
      Advertisement

      Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

      We're social. Connect with us:

      Facebook X (Twitter) WhatsApp Telegram
      Latest Posts

      Shami ની ગેરહાજરી અંગે શુભમન ગિલે કહ્યું કે, ‘શમીભાઈ જેવા બોલરો ભાગ્યે જ મળે છે

      November 13, 2025

      Delhi વિસ્ફોટોને પગલે કોકટેલ ટુનું શૂટિંગ રદ કરવું પડયું

      November 13, 2025

      Rajkot: 2256 મતદાન બુથો પર SIRની કામગીરી માટે તા.15-16 અને 22-23ના ખાસ ઝુંબેશ

      November 13, 2025
      Contact

      Phone No. : (0281) 2466772

      Mobile No. : +91 98982 03536

      Email : [email protected]

      WhatsApp No : +91 94089 91449

      Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

      © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
      • Home
      • About Us
      • Disclaimer
      • Privacy Policy
      • Terms of Service
      • Contact

      Type above and press Enter to search. Press Esc to cancel.