Jamnagar,તા.14
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડામાંથી તાજેતરમાં થયેલા કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે તસ્કર ગેંગના 6 સભ્યોની અટકાયત કરી લીધી છે. જેણે મીતાણાની પણ ચોરી કરી હોવાની કબુલાત આપી છે.
કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટ માંથી કેબલની ચોરી થઈ હતી, જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે ઊંડાણપૂર્વકની તપાસના આધારે કેબલ ચોરી કરનાર ગેંગના છ સભ્ય ઉમેશ માધુભાઈ સોલંકી (રહે-કુવાડવા રોડ રાજકોટ), રવિ ઇશ્વરભાઇ ધધાણીયા (રહે-પ્રદ્યુમનનગર, રાજકોટ), આલીશા જુસબશા શેખ (રહે-અંજાર, કચ્છ), રહીમશા જુસબશા શેખ (રહે-અંજાર, કચ્છ), બિલાલ ઉર્ફે મોસીન હિંગોરજા, તેમજ બુધનશા ઉર્ફે બાવલો મામદશા ફકીર પાસેથી વાયર કટીંગ કરવાના કટર સહિતના હથિયારો કબજે કર્યા છે. જેઓ દ્વારા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામમાં આવેલી પવન ચક્કીમાંથી પણ કેબલની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.

