રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૬૭૩ સામે ૮૪૬૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૫૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૧૮૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૪૮ સામે ૨૫૯૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૮૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૦૭૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે અમેરિકાના ૪૫ દિવસના શટડાઉનનો ફંડિંગ બિલ સાઈન કરી મંજૂરી આપતાં તેમજ ટેરિફ મામલે કૂણા પડયા સાથે હવે ભારત સાથે ગમે તે ઘડીએ ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને કોર્પોરેટ પરિણામો પોઝિટીવ રહેતાં આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ ૨૦૨૫માં ભારત ૭% આર્થિક વૃદ્ધિ અને વર્ષ ૨૦૨૭ સુધી ૬.૫% ની વૃદ્ધિ મેળવશે એવો અંદાજ બતાવતા ભારતીય શેરબજારમાં ફંડોએ તેજી કરી હતી.
પ્રાઈમરી માર્કેટમાં ખેંચાઈ ગયેલા રોકાણકારોના નાણા હવે આઈપીઓ લિસ્ટિંગ નિરાશાજનક ડિસ્કાઉન્ટે થઈ રહ્યું હોઈ રોકાણકારો પ્રાઈમરી માર્કેટમાં રોકાણમાં સાવચેત બની ફરી સેકન્ડરી માર્કેટમાં સક્રિય બનતાં અને મ્યુચ્યુઅલ ફંડોમાં પણ રોકાણમાં સાવચેત રહી ડાયરેક્ટ શેરબજારમાં રોકાણ કરતાં શેરોમાં આજે તેજી રહી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકામાં ફુગાવો ઊંચે જવાથી વ્યાજ દરમાં ઘટાડાની ઘટી રહેલી શકયતાને પરિણામે બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત થયો હતો, જયારે ક્રુડ ઓઈલના વૈશ્વિક પૂરવઠાના ડેટા જાહેર થવા પૂર્વે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રિયલ્સ, પાવર અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૩૮ અને વધનારની સંખ્યા ૧૮૪૧ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એચસીએલ ટેકનોલોજી ૪.૩૨%, ઈન્ફોસિસ લિ. ૩.૭૪%, ટીસીએસ લિ. ૧.૯૯%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૫૪%, સન ફાર્મા ૧.૩૯%, ટાઈટન કંપની લિ. ૧.૨૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૦૨%, ટેક મહિન્દ્ર ૦.૮૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૨%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૭૧%, કોટક બેન્ક ૦.૭૦% અને બીઈએલ ૦.૬૧% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર પેસેન્જર ૨.૭૯%, મારુતિ સુઝુકી ૧.૨૮%, અદાણી પોર્ટ્સ ૦.૮૩%, બજાજ ફાઈનાન્સ ૦.૬૭%, એશિયન પેઈન્ટ ૦.૬૬%, એનટીપીસી ૦.૫૮% અને આઈટીસી ૦.૫૪% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૨ લાખ કરોડ વધીને ૪૭૭.૧૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૦ કંપનીઓ વધી અને ૧૦ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની આવનારી દિશા સ્પષ્ટ રીતે સુધારાની અને વૃદ્ધિ તરફ આગળ વધી રહી છે. ગોલ્ડમેન સાક્સના અપગ્રેડ બાદ વૈશ્વિક સ્તરે ભારતની અર્થવ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. મજબૂત આર્થિક બંધારણ, સ્થિર નીતિગત પરિસ્થિતિ, નિયંત્રિત મોંઘવારી અને આરબીઆઈની સંતુલિત વ્યાજદર નીતિ રોકાણકારોના મનોબળને વધારી રહી છે. આવતા સમયમાં સરકારના વધતા મૂડીખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, મેન્યુફેક્ચરિંગને ટેકો આપતી “મેક ઇન ઇન્ડિયા” પહેલ તેમજ ડિફેન્સ, ઓટોમોબાઈલ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં જોવા મળતી તેજી બજારને મજબૂત સપોર્ટ આપી શકે છે.
સાથે જ કોર્પોરેટ કમાણીમાં સુધારા અને ઈપીએસ વૃદ્ધિથી નિફ્ટી અને સેન્સેક્સમાં સકારાત્મક ગતિ જળવાઈ રહેવાની શક્યતાઓ મજબૂત છે. એફઆઈઆઈ લાંબા સમયથી વેચવાલી બાદ હવે ફરી વાપસી કરી શકે છે, કારણ કે વર્તમાન વેલ્યુએશન સ્તરો વધુ આકર્ષક બન્યા છે. વૈશ્વિક મંદીનો દબાણ ઘટતો જઈ રહ્યો છે અને યુએસ ફેડ વ્યાજદર સ્થિર રાખશે તેવી ધારણા પણ ઉદ્ભવતા બજારો માટે અનુકૂળ છે. બેંકિંગ, નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ, ડિફેન્સ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓમાં મૂલ્ય આધારિત વૃદ્ધિ જોવા મળી શકે છે.
તા.૨૦.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૯.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૦૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૧૦૮ પોઈન્ટ થી ૨૬૧૩૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૪૫ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૧૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૬૩ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૪૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૨૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૧૬૯ ) :- રૂ.૧૧૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૧૩૦ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૮૩ થી રૂ.૧૧૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી ગ્રીન ( ૧૦૬૮ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૪૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૬૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૨૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૮૭૪ થી રૂ.૮૮૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૬૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૮૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૪૪ થી રૂ.૧૬૨૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૦૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- એક્સીસ બેન્ક ( ૧૨૬૮ ) :- રૂ.૧૨૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૫૦ થી રૂ.૧૨૩૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૬૩ ) :- ટી એન્ડ કોફી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૯૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૪૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૧૫ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૮૧ ) :- રૂ.૯૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૬૭ થી રૂ.૯૬૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

