રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૧૮૬ સામે ૮૫૪૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૨૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૬૩૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૭૧ સામે ૨૬૧૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૦૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૨૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બબલને લઈ વિશ્વમાં ચિંતા, એનવિડીયાના નબળા પરિણામો સામે ભારતની અમેરિકા સાથે ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને આઈટી પ્રોફેશનલોની માંગને લઈ અમેરિકા એચ૧બી વીઝામાં ઢીલ મૂકે એવી શકયતા સાથે વૈશ્વિક આઉટસોર્સિંગમાં ફરી વૃદ્વિની અપેક્ષાએ આજે ફંડોએ સપ્તાહના ચોથા કારોબારી દિવસે ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી કરી હતી.
ભારત સરકાર દ્વારા ટેરિફને લઈ સરકારની આત્મનિર્ભર ભારત પર ફોક્સ કરતી નીતિના એક પછી એક લેવાઈ રહેલા પગલાં પૈકી જીએસટી દરોમાં ફેરફાર તેમજ ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં વેચવાલી અટકી ખરીદી થતાં તેજીનું સેન્ટીમેન્ટ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વની ઓકટોબરની મીટિંગની મિનિટસ પૂર્વે ડિસેમ્બરમાં યુએસ રેટ ઘટાડાની શક્યતા ઓછી થતા ગુરુવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટયૂટના ડેટા મુજબ ૧૪ નવેમ્બરના સમાપ્ત થયેલા સપ્તાહમાં ક્રુડઓઈલની ઈન્વેન્ટરીસમાં ૪૪ લાખ બેરલ્સ વધીને આવતા ક્રુડ ઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન, આઈટી, ટેક, રિયલ્ટી, હેલ્થકેર અને ફોકસ્ડ આઇટી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૦૪ અને વધનારની સંખ્યા ૧૮૭૨ રહી હતી, ૧૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૨.૨૮%, બજાજ ફિનસર્વ ૨.૨૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૦૧%, એચડીએફસી બેન્ક ૧.૪૨%, ટેક મહિન્દ્ર ૧.૨૯%, એક્સિસ બેન્ક ૧.૨૦%, ટ્રેન્ટ લિ. ૦.૭૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૭૪% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૯% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ ૧.૨૦%, એચસીએલ ટેકનોલોજી ૧.૦૬%, ટાઈટન કંપની લિ. ૦.૮૦%, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૪૮%, કોટક બેન્ક ૦.૪૩%, ટાટા સ્ટીલ ૦.૩૮%, સન ફાર્મા ૦.૩૫%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ૦.૩૨% અને ઈન્ફોસિસ લિ. ૦.૨૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૬૭ લાખ કરોડ વધીને ૪૭૬.૪૧ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સ્થાનિક અર્થવ્યવસ્થામાં જોવા મળતી સતત વૃદ્ધિ, મજબૂત વપરાશ માંગ, નિયંત્રિત મોંઘવારી અને જીએસટી દરોમાં થયેલા ઘટાડા જેવા પરિબળો રોકાણકારોના વિશ્વાસને વધુ મજબૂત બનાવી રહ્યા છે. ગ્રામ્ય તથા શહેરી બંને તરફથી માંગ સ્થિર રહેતાં કોર્પોરેટ કમાણીમાં વધુ સુધારો થવાની ધારણા છે, જે બજારને નવા ઊંચાણ તરફ લઈ જઈ શકે છે. વૈશ્વિક પરિસ્થિતિ થોડી અસ્થિર હોવા છતાં ભારતનું આર્થિક પરિદ્રશ્ય અન્ય વિકસતા બજારોની સરખામણીએ વધુ મજબૂત દેખાઈ રહ્યું છે. સંવત ૨૦૮૨ની શરૂઆતથી જ બજારમાં આશાવાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોંઘવારી નિયંત્રણમાં, વ્યાજદર સ્થિર રહેવા, કોર્પોરેટ કમાણી મજબૂત બનવા તથા સરકારના મૂડી ખર્ચમાં વધારો આ બધું મળીને બજારને સકારાત્મક દિશામાં આગળ ધપાવી રહ્યું છે.
મ્યુચ્યુઅલ ફંડ તથા રિટેલ રોકાણકારોની સતત ખરીદી બજારને નીચલા સ્તરેથી ટેકો આપતી રહી શકે છે. વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં ખાસ કરીને અમેરિકન, ચાઈનીઝ અને રશિયન નીતિઓ બજારના મૂડને અસર કરશે, પરંતુ હાલના તબક્કે ભારત અન્ય ઉદયમાન અર્થતંત્રોથી વધુ સ્થિર દેખાઈ રહ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતાની વચ્ચે “સેફ હેવન” તરીકે ભારતની છબી મજબૂત બનતા વિદેશી ફંડોએ ફરીથી પ્રવાહ વધારવાની શક્યતા છે. તેથી, ટૂંકા ગાળામાં થોડો ઉતાર-ચઢાવ જોવાઈ શકે, પરંતુ મધ્યમ અને લાંબેગાળે ભારતીય બજારની દિશા તેજી તરફી રહેવાની સંભાવના છે.
તા.૨૧.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૦.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૨૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૬૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૧૮૮ પોઈન્ટ થી ૨૬૧૭૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૪૦૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સિપ્લા લિ. ( ૧૫૩૦ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૮ થી રૂ.૧૫૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૯૨ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૫૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૮૪ ) :- રૂ.૧૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૪૪ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૯૨ થી રૂ.૧૩૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૩૧ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૦૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૮૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૮૯ થી રૂ.૯૯૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૪૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૩૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૮૪ ) :- રૂ.૧૪૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૭૪ થી રૂ.૧૩૬૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૦૯ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૭૦ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૫૭ થી રૂ.૧૦૪૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૬૧ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૩ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

